________________
[ ૭૪૩ ) પોતાના જ અંગરક્ષક દેવો, એકછત્રી રાજ્ય, સેવા કરતા ૩૨ હજાર મુકુટબદ્ધ રાજાઓ, ઋતુ કલ્યાણી-મહાકલ્યાણકારી ૩૨ હજાર પુરબ્રીઓ, અન્ય રાજવીની દેવાંગનાના રૂપને પણ પરાજય કરતી ૩૨ હજાર અંતેકરીઓ, કુલ ૬૪ હજાર સ્ત્રીઓ અને પુનઃ તે દરેકને બે બે વારાંગના-દાસીઓ, તે મળી કુલ ૧૨૮000 તે સર્વે મળીને ૧૯૨૦00 અંતઃપુરીઓ, ચક્રીને વૈક્રિય શરીરથી ભોગ્ય બને છે. પ્રત્યેક ૮૪ લાખની સંખ્યાએ ઘોડાઓ, હાથીઓ, મોટાં નિશાનો, રથો, વાજિંત્રો, ૯૬ કોટી પાયદળ લશ્કર, ૫ કરોડ દીવેટિયા, દશ કરોડ પંચરંગી ધ્વજા પતાકાવાળા, ૩ કરોડ નિયોગી, ૩૬ કરોડ આભરણ રક્ષકો, તેટલા જ અંગમર્દન, (માલીસ) કરવાવાળા, ૩૬ કરોડ રસોઈ કરનારા, ૩ કરોડ હળ તથા ગાડા, ૧ કરોડ ગોકુલ, પ્રત્યેક નવ્વાણું કરોડની સંખ્યાએ ભોઇ, કાવડીયા, મસૂરિયા વગેરે પંડવ; મીઠાબોલા, પૌતાર, ભાયાતો, દાસી-દાસો, માડંબિકો, ૯૬ કરોડ ગામો, ૭ કરોડ કુટુમ્બિકો, ૧ કરોડ ૮૦ હજાર વૃષભ,૩ કરોડ પાયકવિનોદી, ૩૦ કરોડ તંબોલી, ૫૦ કરોડ પખાલી, તેટલા જ પ્રતિહારાદિક રક્ષકો, ૯૯ લાખ માનવ અંગરક્ષકો, ૧૨ લાખ નેજા, ૩ લાખ વાજિંત્રકારક, ૩ લાખ ભોજન સ્થાનો, પાંચ લાખ દીપકના ધારકો, ૯૯ હજાર દ્રોણમુખો. ૬૪ હજા૨ મહાકલ્યાણ કરનારા, ૮૦ હજાર પંડિતો૭૨ હજાર મોટાં નગરો, ૪૯ હજાર ઉદ્યાનો. ૪૮ હજાર પત્તન તથા ૩૬ હજાર સપકારકો તેમજ વેલાવલ, ૫૬ હજાર વેલાકુલો, ૧૮ કરોડ મોટા અશ્વો તથા પ્રત્યેક રાણીના લગ્નમાં અપાએલાં બત્રીસબદ્ધ નાટકો, તથા નવદ્ધારી નગરીઓ, ૨૭ હજાર નગર અકર, ૨૪ હજારની સંખ્યાએ સંબોધકર્બટ.. મડંબ, ૨૧ હજાર સન્નિવેશો, ૨૦ હજાર આગરો-રત્ન સુવર્ણની ખાણો, ૧૮ હજાર શ્રેણીકારૂ-પ્રશ્રેણીકારૂ, ૧૬ હજારની સંખ્યાએ રત્નાકરો, દ્વીપો, ખેડાઓ, રાજધાનીઓ, મ્લેચ્છ રાજાઓ, ૧૪ હજારની સંખ્યાએ બુદ્ધિનિધાન મહામંત્રીઓ, જલપંથો, સંબધો, ૪૯00 કુરાજ્ય અપાત સંપત્તિ પ્રત્યંતર રાજા, વળી ૩૬૦ કેવળ ચક્ર કુટુંબની જ રસોઇ કરનારા રસોઇયાઓ, હંમેશા ૪ કરોડ મણ અનાજ રંધાય અને તેમાં ૧૦ લાખ મણ મીઠું વપરાય છે અને ચક્રીને તથા તેની સ્ત્રીરત્ન બન્નેને જ પથ્ય અને મહાઅમૃતમય ગોદૂધ પ્રધાન બકલ્યાણસંજ્ઞક' ભોજનને ચક્રી તથા સ્ત્રીરત્ન બને જ જમે છે. આ સિવાય બીજી ઘણી ઋદ્ધિ-સિદ્ધિ તથા તેની સંખ્યાના મતાંતરો ગ્રન્થાંતરથી જોવાં.
६ वासुदेव तथा ६ बलदेवोनुं संक्षिप्त स्वरूप
વાસુદેવ-વાસુદેવનો જન્મ પણ ઉત્તમ મહર્લૅિક કુલે જ થાય છે. વાસુદેવો નિચ્ચે વૈમાનિકમાંથી (મતાંતરે મનુષ્યમાંથી પણ) આવીને માતાની કુક્ષિમાં ઉત્પન્ન થાય છે. એ વખતે જન્મદાતા માતા ચૌદમાંથી સાત મહાસ્વપ્નોને જુએ છે. આ વાસુદેવો ગત ત્રીજે ભવે કોઈ સંયમી મહાતપસ્વી ઋષિઓ હોય છે. અન્યનું ઋદ્ધિબળ દેખીને અથવા અહંકારાદિકને કારણે પોતે તે જ વખતે અહંકાર લાવી નિયાણું (નિશ્ચય) કરે કે જો “આ મારા સંયમ તપાદિકનો પ્રભાવ હોય તો આ સંયમના ફલરૂપે આવતા ભવે હું મહાબળવાન (વાસુદેવ) થાઊં.” આ પ્રમાણે નિયાણું કરવાથી, તપોબળથી નિચ્ચે વૈમાનિકમાં ઉત્પન્ન થઈ આયુષ્યક્ષયે અનન્તરભવે અવશ્ય વાસુદેવ થાય છે. વાસુદેવ થયા બાદ અતિ આસકિતપૂર્વક ઉત્તમોત્તમ ભોગો ભોગવવા દ્વારા મરીને નિચ્ચે નરકમાં જાય છે, એથી સંયમ-ચારિત્રના લાભને તેઓ કદી પામતા નથી. વળી આ કર્મપુરુષ વાસુદેવો શ્યામ કાન્તિવાળા, પીતવર્ણના, રેશમી વસ્ત્રોને પહેરનારા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org