________________
[ ૭૪ ] આચાર્યશ્રીને આજે પણ પૂરા આદર સાથે પૂજનારાની સંખ્યા ઓછી નથી. ઇ. સન્ ૧૯૮૯ના વર્ષમાં એક ભક્તે ૫૮ લાખ રૂપિયા ગુરુચરણે ધર્યાનો અદ્ભુત બનાવ બન્યો,
પૂજ્યશ્રીને આચાર્યપદપ્રદાન : તા. ૪-૧૨-૧૯૭૮ને સોમવારનો દિવસ વિશ્વના ઇતિહાસમાં ખાસ કરી જૈન સમાજની ગૌરવગાથામાં સુવર્ણ અક્ષરે ટંકાઇ ગયો. જીવનમાં કોઇપણ પદવીનો હંમેશા ઇન્કાર કરી દૂર રહેનાર પૂજ્યશ્રીને ભગવાન મહાવીરસ્વામીની ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ પ્રસંગે રાષ્ટ્રીય પદ આપવાની હિલચાલ થયેલ, ૧૭ લાખનું સોનું દેશને ચરણે ધરતા રાષ્ટ્રને છાજે તેવી રીતે સન્માન અને પદવીની તેમજ અન્ય અનેક વખતે પદવી આપવાની વાતને નકારી કાઢનાર તેમજ ઇ. સન્. ૧૯૬૧માં પ્રવર્તક પદવીને ઇન્કાર કરનાર પૂજ્યશ્રીએ દાદાગુરુ પ્રતાપસૂરીશ્વરજીની અંતિમ ઇચ્છા તેમજ યુગદિવાકર આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજે માંદગીમાં આપેલ આજ્ઞાને શિરોમાન્ય કરી, આચાર્ય પદવી સ્વીકારવા અનુમતિ આપી. તા. ૪-૧૨-૧૮ના રોજ પાલીતાણામાં ગુજરાત સરકારના ૧૩ લાખના ખર્ચે તે વખતના વડાપ્રધાન શ્રીયુત્ મોરારજીભાઇના હસ્તે જાતે કાંતેલ ખાદીના કપડા (શાલ) ઓઢાડી આચાર્યપદ સમારોહ ઉજવાયો હતો. જે એક અદ્વિતીય, અજોડ અને અદ્ભૂત જૈનસમાજના ગૌરવસમો પ્રસંગ હતો.
આવા જૈન સમાજ અને ધર્મના મહાન ઉપકારી પૂજ્યશ્રીને આજથી એક વર્ષ પહેલા અષાઢ સુદી ૧૪ના રોજ અચાનક ગંભીર માંદગી આવી પડતા મુંબઇ હોસ્પીટલમાં દાખલ કરવા પડયા, પરંતુ યશનામી ડોકટરોની સુયોગ્ય ટ્રીટમેન્ટ, જૈન સમાજના આબાલ, યુવાન, વૃધ્ધો દરેકની હૃદયપૂર્વકની પૂજ્યશ્રી પ્રત્યેની લાગણી, ભાવના અને પ્રાર્થના તથા ધર્મમાં અતૂટ શ્રદ્ધાના કારણે આ ગંભીર માંદગીમાંથી બહાર આવ્યા.
તેઓશ્રીને પોષ સુદ-૨, સં. ૨૦૫૧ના રોજ ૮૦માં જન્મદિનના પ્રવેશ પ્રસંગે શાનદાર રીતે જન્મદિનની ઉજવણી સાથે સાહિત્યસમ્રાટની પદવીથી નમાજવામાં આવેલ.
તેમની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર ભાવના અદ્વિતીય હતી. એક સંત કે સાધુ થઇ પોતાના આત્માનું જ કલ્યાણ કરવા સાથે સમગ્ર રાષ્ટ્રનું હિત તેમના હૈયે વસેલ. આ ભાવનાને મૂર્તિમંત કરવા તાજેતરમાં તા. ૨૭-૫-૯૫ના રોજ અ. ભા. સમગ્ર જૈન ચાતુમસિ સૂચી પ્રકાશન પરિષદના ઉપક્રમે યોજેલ જૈન એકતા સન્માન સમારોહ પ્રસંગે જૈનોના ચારેય ફિરકાઓ તરફથી પૂજ્યશ્રીને “રાષ્ટ્ર સંત”ની વિશિષ્ટ પદવીથી સન્માનિત જાહે૨ ક૨વામાં આવેલ. પરંતુ તેઓશ્રી આવા સન્માન સમારંભમાં કે જાહે૨માં ન આવે તેથી મુંબઇ જૈન પત્રકાર સંઘના ઉપક્રમે જૈનોના ચારેય ફિરકાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સાથે તા. ૩૦-૫-૧૯૯૫ના રોજ મુંબઇના મેયર શ્રી આર. ટી. કદમની હાજરીમાં દાનવીર અને જૈન અગ્રણી શ્રીયુત દીપચંદભાઇ ગાર્ડીના વરદ્દહસ્તે “રાષ્ટ્ર સંત”નું બિરુદવાળું સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે મુંબઇ જૈન પત્રકાર સંઘના પ્રમુખશ્રી નટવરલાલ એસ. શાહે પ્રાસંગિક પ્રવચનમાં પૂજ્યશ્રીની દીર્ઘકાળ પર્યન્તની રાષ્ટ્રસેવા અને ભાવનાને બિરદાવેલ. આ પ્રસંગે મુંબઇ જૈન પત્રકાર સંઘના માનદ મંત્રીઓ શ્રી દિનેશ વીરચંદ શાહ, શ્રી જયંતિલાલ એમ. શાહ, યુવા કાર્યકર્તાશ્રી પ્રશાંત ઝવેરી, જૈન અગ્રણીઓ શ્રી વસનજી લખમશી શાહ, શ્રી સી. એન. સંઘવી, શ્રી દામજીભાઇ એંકરવાલા શ્રી સી. જે. શાહ, શ્રી ભદ્રેશ શાહ, શ્રી જયંત સી. શાહ વગેરે અનેક ઉપસ્થિત હતા.
આવા યુગપુરુષ, જૈનધર્મના તારક, પૂજ્ય યશોદેવસૂરીશ્વરજી મ. સા. પોતાના જીવનનો અમૂલ્ય ફાળો રાષ્ટ્ર, સમાજ અને ધર્મની પ્રગતિમાં આપી રહ્યા છે. તેમને અમારા કોટિ કોટિ વંદન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org