________________
[ ૭૧૪ ) જયાં બ્રહ્મદેવલોક પાસે પાંચ રાજ પ્રમાણ વિસ્તાર પ્રાપ્ત થાય (અર્થાત્ આકૃતિના કોણી ભાગે). હવે ત્યાં પહોંચ્યા બાદ પુનઃ પૂર્વવત્ તે સ્થાનથી એકેક પ્રદેશની હાનિ કરતાં કરતાં લોકાન્ત સુધી પહોંચવું કે જ્યાં એક રજુ માત્ર વિસ્તાર રહે.
આ પ્રમાણે સાતમી માઘવતી નરકના તળિયાથી લોકના અંત સુધીનો ભાગ તે લોક કહેવાય છે. જેમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ લોક આવેલા છે.
कइ कह रज्जु क्या क्या पूर्ण थाय छे तेः
આ લોક ચૌદ વિભાગમાં વહેંચાયેલો છે. પ્રત્યેક વિભાગનું પ્રમાણ લગભગ એક રજુનું હોય છે. જેથી ચૌદ વિભાગ, ચૌદ રજુ પ્રમાણ થાય. તે આ પ્રમાણે
સાતમી નારકના અંતિમ તળિયાથી (અધો લોકાન્તથી) લઈ તે જ સપ્તમ નારકના ઉપરના તળિયે પહોંચતા એક ૨જ્જ બરાબર થાય. ત્યાંથી છઠ્ઠી નારકીને છેડે પહોંચતા બે રન્જ, પાંચમીને અંતે ત્રણ, ચોથીને અંતે ચાર, ત્રીજીને અંતે પાંચ, બીજીને અંતે છે અને પહેલી નરકના ઉપરિતન તળિયે પહોંચતા સાત રજુ થાય. રત્નપ્રભાના ઉપરિતન ભાગે પૂર્ણ થએલી સાતમી રજુથી આગળ ચાલીને તિર્યકુલોક વટાવી, સૌધર્મઇશાન દેવલોકના ઉપરિતન પ્રતરે પહોંચતા આઠ રજૂ થાય. ત્યાંથી લઈ સનતકુમાર માહેન્દ્ર યુગલના અંતિમ–ઉપરિતન પ્રતર ભાગે પહોંચતા નવ રજુ પૂર્ણ થાય. ત્યાંથી આગળ બ્રહ્મદેવલોક વટાવી લાંતકાન્ત દસ રજ્જુ થાય, સહસ્ત્રારાન્ત અગિયાર રજુ થાય, ત્યાંથી લઈ મહાશુક વટાવી આરણાવ્યુત દેવલોકાત્તે બાર રજજુ, ત્યાંથી આગળ નવરૈવેયકોના અંતિમ ભાગે પહોંચતા તેર રજ્જુ થાય, ત્યાંથી આગળ અનુત્તર દેવલોક વટાવી લોકના અંત સુધી પરિપૂર્ણ ચૌદ રજુ થાય છે. ચૌદ રજુનો અંત એ લોકાન્ત કહેવાય છે, ત્યારબાદ અલોક શરૂ થાય છે. આ પ્રમાણે “લોક ચૌદરાજ પ્રમાણનો છે.
लोक 'खंडुकादि' विचार
કેવા આકારે આ લોકની સ્થાપના છે તે સમજવા પ્રથમ “હંદુ’ ગણત્રીની પદ્ધતિ સમજવી આવશ્યક હોવાથી અહીં તે જણાવાય છે.
એક રજુ શબ્દ દ્વારા જે પ્રમાણ દર્શાવ્યું તેના (તિર્યક) ચોથા ભાગનું જે પ્રમાણ તે “યંદુવા' કહેવાય છે. આથી એક રજુના ચાર ખંડુક-ખાનાં કે ભાગ થાય છે. આ ખંડુક–ખંડ–ટૂકડો તે સમચોરસ પ્રમાણનો પડે છે, જેથી લંબાઈ, પહોળાઈ, જાડાઈ ત્રણેમાં સમાન પ્રમાણવાળો હોવાથી “સમચોરસવન સંજ' કહેવાય છે.
૧. આ અભિપ્રાય આવશ્યકનિકિત, ચૂર્ણિ અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત સંગ્રહણીનો છે.
યોગશાસ્ત્રના અભિપ્રાય તો સમભૂતલરૂચકથી સૌધમત્તેિ દોઢ રજુ થાય, માહેન્દ્રાને અઢી રજુ બ્રહ્મદેવલોકે ત્રણ રજુ, અય્યતાને પાંચ રજુ, રૈવેયકાન્ત છ રજુ અને લોકાને સાત રજ્જુ પૂર્ણ થાય. લોકનાલિકામાં પણ આ જ અભિપ્રાય છે.
सोहम्ममि दिवड्ढा अड्ढाइज्झा य रज्जु माहिदे । चत्तारि सहस्सारे, पणऽच्चुए सत्त लोगन्ते ।१५॥ (लो. दा.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org