________________
[ ૭૧૧] ધર્મવાળો અને પરમાણુને સ્વાભાવિક ધર્મવાળો કહેલ છે. એ દરેક ભેટવાળા (પ્રાય) અનંત સ્કંધો જગતમાં સર્વત્ર સર્વદા વિદ્યમાન છે.
આ પરમાણુઓ અને દ્વિપ્રદેશથી અનંત પ્રદેશ સ્કંધો અનંતા (લોકમાં) વર્તે છે, ક્ષેત્રથી ચૌદરાજલોક પ્રમાણ, કાળથી અનાદિ અનંત, ભાવથી વર્ણ, ગંધ, રસ, શબ્દ અને સ્પર્શ સહિત હોવાથી રૂપી દ્રવ્યો છે. આ દ્રવ્ય ગુણથી પૂરણ, ગલન સ્વભાવવાળું હોવાથી વિવિધ પરિણામી અને વિવિધાકૃતિવાળાં છે.
મુખથી બોલાતો ‘સચિત્ત', પથ્થરના અથડાવાથી ઉત્પન્ન થતો અચિત્ત’ અને જીવના પ્રયત્નથી વાગતાં વાજિંત્રનો નાદ તે મિશ્ર', એ ત્રણે પ્રકારના અવાજો, શબ્દો, અંધકાર, ઉદ્યોત, છાયા, આતપ, પાંચ પ્રકારના નીલ વગેરે વર્ણો, સુગંધ-દુર્ગધ, અમ્લપિત્તાદિ છ રસો, લઘુ-ગુરુ વગેરે આઠ પ્રકારનો સ્પર્શ એ પુદ્ગલનાં સ્વાભાવિક તેમજ વૈભાવિક લક્ષણો–પરિણામો છે.
५. जीवास्तिकाय નીત્તિ પ્રાણ ન્યારવન્તરિ નીવાર એટલે ઇન્દ્રિયાદિ દશ બાહ્ય પ્રાણોને, વાસ્તવિક દષ્ટિએ સમ્યગુજ્ઞાન- દર્શન-ચારિત્રાદિરૂપ ભાવપ્રાણોને ધારણ કરનારો તે જીવ કહેવાય. જીવનું બીજું લક્ષણ ચેતના કહયું છે એટલે જીવમાત્રમાં સૂક્ષ્મથી લઈને ઉત્તરોત્તર વધતાં એવાં જ્ઞાનનાં અંશો હોય જ છે. જ્ઞાન વિનાનો કોઈ જીવ હોતો જ નથી અને જ્ઞાન વિનાનો કોઈ જીવ હોય તો તે અજીવ કહેવાય.
અખિલ વિશ્વમાં સર્વ તત્ત્વોમાં જીવ તત્ત્વ જ પ્રધાન તત્ત્વ છે. બીજા તત્ત્વો એના આશ્રયનું અવલંબન કરવાવાળાં છે. આ જીવ વ્યવહારનયે કર્મનો કત્ત, તેનો ભોકતા, તદનુસારે સંસાર અટવીમાં ભ્રમણકત અને અંતે એ જ આત્મા તે કર્મનો પરિનિવતા વિનાશ કરનાર છે, અને નિશ્ચયનયની દષ્ટિએ જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક સ્વગુણનો જ કર્તા અને ભોકતા છે.
આ જીવોમાં પ્રદેશસમૂહ હોવાથી તે જીવાસ્તિકાય કહેવાય.
તે જીવદ્રવ્ય દ્રવ્યથી અનંત સંખ્યામાં, ક્ષેત્રથી ચૌદરાજલોકમાં તેની ઉત્પત્તિવાળું, કાળથી અનાદિ અનંત સુધી, ભાવથી અરૂપી હોવાથી વર્ણ-ગંધાદિક રહિત અને ગુણથી જ્ઞાનદર્શનાદિગુણયુકત અને આકારથી સ્વસ્વશરીર તુલ્ય વિવિધાકૃતિવાળું છે.
અસ્તિકાયનો વધુ પરિચય અને તેની તારવણી # આ પાંચ અસ્તિકાયોમાં ધમસ્તિ આદિ ચાર અજીવ કાયો છે. જ્યારે એક જીવ એ જીવકાય છે. જેનામાં જ્ઞાનાદિનો ઉપયોગ વર્તતો ન હોય તેને અજીવ કહેવાય છે. અસ્તિકાય એમાં અતિ શબ્દ પ્રદેશ-વસ્તુનો વાચક છે અને કાય શબ્દ સમુદાય-સમૂહનો વાચક છે. અસ્તિકાયની વ્યુત્પત્તિ કરીએ તો સત્તાઃ પ્રવેશ: તેવાં સંથાતો સમૂહ. રૂતિ ગતિવાચઃ જેના વડે પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવે તેવા પ્રદેશોનો સમૂહ તેને અસ્તિકાય કહેવાય.
આત્મા એક અખંડ પદાર્થ-દ્રવ્ય છે. તેને પ્રદેશો છે તે શૃંખલાબદ્ધ છે તેથી તે કદી અલગ પડતા નથી અને તેથી આત્મદ્રવ્યને સ્કંધ, દેશ, પ્રદેશદિની વ્યાખ્યાની જરૂર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org