________________
( ર ) રજનીશજી તેમજ અત્યંત નિકટતા અને આત્મીયતાને વરેલા તાંત્રિકવર્ય શ્રી ચંદ્રાસ્વામી, શ્રી મહામંડળેશ્વર તેમજ અનેક નામી અનામી ધમત્મિાઓ સાથે ચર્ચા-વિચારણા અને મુલાકાત થયેલ છે.
સાક્ષરોમાં કાકા સાહેબ કાલેલકર, રમણલાલ વ. દેસાઇ, જયભિખ્ખ, મનુભાઈ પંચોલી, ભોગીલાલ સાંડેસરા, મોહનલાલ ધામી, અગરચંદજી નાહટા, ભંવરલાલજી નાહટા, ડૉ. રમણલાલ સી. શાહ વગેરે અનેક મહાનુભાવોએ પૂજ્યશ્રી સાથે ભિન્ન ભિન્ન વિષયે ચર્ચા-વિચારણા કરી છે.
એ જ રીતે જૈન સમાજના વિવિધ ફિરકાના આગેવાનો શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઇ, શ્રી શાહુ શાંતિપ્રસાદજી, શાહુ શ્રેયાંસપ્રસાદજી, ચીમનભાઇ ચકુભાઈ, ખીમચંદભાઈ વોરા, દુર્લભજી ખેતાણી, રતિભાઈ ચંદેરીયા (લંડન સ્થિત), શ્રેણિકભાઈ, દીપચંદભાઇ ગાર્ડ. શ્રી હરખચંદજી નાહટા વગેરે અવરનવર મળીને શાસન કાયમાં માર્ગદર્શન પ્રાપ્ત કરતાં રહ્યાં હતા અને કરે છે.
પૂજ્યશ્રી સંગીત, નૃત્ય, શિલ્પ, સાહિત્ય આદિ કળાઓમાં ઊંડી સૂઝ ધરાવે છે તેથી અનેક કલાકારો પૂજ્યશ્રીના સંપર્કમાં આવતા રહે છે, અને માર્ગદર્શન તેમજ આશીવદિ પ્રાપ્ત કરતા રહે છે. એવા મ કલ્યાણજી આણંદજી, મહેન્દ્ર કપુર, મન્નાડે, મુકેશ, પુરુષોત્તમ ઉપાધ્યાય, દેવેન્દ્રવિજય પંડિત, શાંતિલાલ શાહ, અવિનાશ વ્યાસ, માસ્તર વસંત, પિનાકીન શાહ, વાણી જયરામ, કૌમુદી મુનશી, હંસા દવે, કમલેશકુમારી, મનુભાઈ ગઢવી, કૈલાસ પંડિત, મનહર ઉધાસ, પંકજ ઉધાસ આદિ ગણાવી શકાય. “જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર તરફથી ધાર્મિક ગીત-સંગીતની રેકોર્ડઝ તૈયાર કરવામાં આ સમાગમો થયા છે. પ્રસિદ્ધ ગાયક અને ગીતકાર પ્રદીપજી, શોક-સામ્રાજ્ઞી મીનાકુમારી અને પદ્મશ્રી નરગીસ આદિએ પૂજ્યશ્રીની મુલાકાતો લઇને આનંદ વ્યક્ત કર્યો છે. શિલ્પ અને સ્થાપત્યકલાના જ્ઞાતાઓ પણ પૂજ્યશ્રીના સંપર્કમાં રહ્યા છે. પ્રભાશંકરભાઈ, નર્મદાશંક અમૃતભાઇ, નંદલાલભાઈ વગેરે પૂજ્યશ્રી સાથે સારો પરિચય ધરાવે છે.
અગ્રહયુતિ અને જનસંપર્ક : વિશાળ જન સંપર્કને પરિણામે પૂજ્યશ્રી અનેક મહોત્સવો સહેલાઇથી ઉજવી શકયા છે. અનેક મહાન કાર્યો સરળતાથી સાધી શકયા છે. અષ્ટગ્રહયુતિ વખતે મુંબઈ મહાનગરમાં વિશ્વશાંતિ જૈન આરાધના સત્રનો દશ દિવસનો ભવ્ય સમારોહ થયો. એ વખતે નીકળેલા વરઘોડામાં એક લાખ લોકોએ ભાગ લીધો હતો. આખા મુંબઈ શહેર પર મંત્રિત જળની વર્ષા હેલીકોપ્ટર વડે કરવામાં આવી હતી.
રાષ્ટ્રની સેવાનું અદ્વિતીય કાર્ય : રૂા. ૧૭ લાખનું સોનું રાષ્ટ્રને અર્પણ : રાષ્ટ્રને સુવર્ણ પુરું પાડવાની હાકલ પડતાં, પૂજ્યશ્રીના આયોજનને લીધે ત્રણ દિવસમાં ૧૭ લાખનું સોનું એકઠું થયું હતું અને ગૃહપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાને આઝાદ મેદાનમાં લાખો માણસોની મેદની વચ્ચે અર્પણ કરાયું હતું. એક જૈન સાધુ માટે રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરિત આ પગલું ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના હતી. ભારત સરકાર આનાથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી અને મુનિશ્રીને રાષ્ટ્રીય કક્ષાની પદવી આપવા માટે વિનંતિ કરી હતી. પરંતુ નિઃસ્પૃહી મુનિવરે તે સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. તે પછી બીજા પાંચ લાખના સુવર્ણનો અર્પણવિધિ લાલબહાદુર શાસ્ત્રીજી હસ્તક થવાનો હતો. પરંતુ લોકલાડીલા શાસ્ત્રીજીનું રશિયામાં અકાળ અવસાન થવાથી આ સમારંભ બંધ રહ્યો હતો. પાંચસો વર્ષના ઈતિહાસમાં જૈન સાધુમાં આવી રાષ્ટ્રીયતાનો આ વિરલ પ્રસંગ હતો.
તેઓશ્રીની આગવી પ્રતિભાને લીધે ઘણી સંસ્થાઓની સ્થાપના થઈ. ધર્મ, સંસ્કૃતિ, કલા અને સાહિત્યનાં ક્ષેત્રોમાં આ સંસ્થાઓ દ્વારા લાખો લોકોને પ્રેરણા મળી છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ૩૩ વર્ષ પહેલાં જૈનધર્મના જ્યોતિધર મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના જીવન અને કાર્યોનાં ગુણાનુવાદ માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org