________________
[ ૭૦૨ ]
બનાવીને અને ગોળાદ્વારા ચૌદરાજના વિરાટ માપનું દર્શન કરાવ્યું.
હવે પૂરા ચૌદરાજલોક માટેનું ઉદાહરણ– લોકને માપવા માટે અતિવેગથી દોટ મૂકીને ચાર દિશા અને ઊર્ધ્વ-અધોદિશા એમ છ દિશામાં છ દેવતાઓ રવાના થયા. જે સમયે આ દેવો રવાના થયા તે જ વખતે એક શેઠના ઘરમાં એક હજાર વર્ષના આયુષ્યવાળો એક પુત્ર જન્મ્યો. હજાર વર્ષ પૂરા થતાં તે મૃત્યુ પામ્યો. ત્યારપછી એક એક હજાર વર્ષનાં આયુષ્યવાળા પુત્ર-પૌત્રાદિ થયા. આ રીતે તેમની સાત પેઢીઓ સમાપ્ત થઇ, અરે ! તેમનાં નામ-ગોત્રાદિ પણ વિસરાઇ ગયા. આ સમય દરમિયાન આ છએ દેવતાઓ દોડતા જ રહ્યા તો પણ લોકનો છેડો આવ્યો નહિ. આ વખતે જ્ઞાનીને કોઇ પ્રશ્ન પૂછે કે પસાર કરેલો ભાગ વધુ કે બાકી છે તે વધુ? ત્યારે જ્ઞાની જવાબ એવો આપે કે પસાર કરેલો ભાગ ઘણો જ ઓછો છે અને પસાર કરવાનો બાકીનો ભાગ ઘણો જ બાકી છે.
જ્ઞાનીએ આપેલા જવાબથી ચૌદરાજલોક કેટલો વિરાટ છે ? તેની કલ્પના જ કરી શકીએ તેમ
નથી.
માનવીની અતિપરિમિત બુદ્ધિ અપરિમિત પદાર્થો, ભાવો અને સત્યોને માપવા જાય તે કયાંથી માપી શકે ? જ્ઞાની કથિત વિરાટ પદાર્થો, ભાવો અને સત્યોને પોતાની બુદ્ધિથી ન સમજાય ત્યારે અજ્ઞાન અને અલ્પજ્ઞ વ્યક્તિ શાસ્ત્રીય વાતોને હસી કાઢે છે, પરંતુ હવે શાસ્ત્રીય સાચી વાતોને કાલ્પનિક અને અતિશયોક્તિભરી કહીને હસી નાંખવાનો કે ઉપેક્ષા કરવાનો અંત આવી ગયો છે. કારણકે ખુદ વિજ્ઞાને વૈજ્ઞાનિક સાધનો, સંશોધન અને ગણિતની પ્રક્રિયા દ્વારા સૂક્ષ્માતિસૂક્ષ્મ અને મહાન રહસ્યોને જે રજૂ કર્યાં છે તેથી અગમ્ય બુદ્ધિથી ન સમજી શકાય તેવાં કેટલાંક શાસ્ત્રોક્ત સત્યો સાચાં અને અફર છે તે પુરવાર કરી આપ્યું છે. આટલી ભૂમિકા લખવા સાથે—
૧. વિરાટ વિશ્વ આકાશ-અવકાશમાં છે.
એવા મેરુપર્વત ઉપર ઊભો છે. નીચે ધરતી ઉપર ચાર દિશામાં મેરુપર્વતને પુંઠ કરીને ઊભેલી ચાર દિકુમારી દેવીઓ હાથમાં બલિપિંડ લઇને પોતપોતાની દિશામાં એક જ વખતે એકી સાથે આકાશમાં ફેંકે છે. આ વખતે એક લાખ યોજન ઊંચે ઊભેલો પેલો દેવ લિપિંડો જમીન ઉપર પડે તે પહેલાં જ વિદ્યુદ્વેગે ઉતરી ચોતરફ આંટો મારી તે બલિપિંડ હાથમાં ઝડપી લે. આવી ગતિને શીઘ્રગતિ કહેલી છે.
૧. વૈજ્ઞાનિક સંશોધન થવાથી કેટલાંક શાસ્રીય સત્યો વધુ વિશ્વસનીય બન્યાં, તેની તાલિકા રજૂ કરું તો વાચકો આભા બની જશે અને જૈનદર્શનની યથાર્થતા ઉપર વારી જશે, પરંતુ આ લેખમાં તે રજૂ થઇ શકે તેમ નથી.
જેમ એક રાજનું માન કેટલું ? તે આ લેખમાં આપણે જોઇ આવ્યા. તે વાત સામાન્ય વાચકને ગળે ન પણ ઉતરે, પરંતુ વૈજ્ઞાનિકોનો એક દાખલો આપું કે જેથી શાસ્ત્રીય સત્યની આપોઆપ પ્રતીતિ થઇ જશે. વૈજ્ઞાનિકોએ આ વિરાટ આકાશનો અભ્યાસ કર્યો. તેમાં તેમણે સૂર્યમાળાઓ જોઇ. અનેક સૂર્યો જોયા, એક સૂર્યમાળાથી બીજી સૂર્યમાળા કેટલી દૂર છે ? તે વિરાટ દૂરબીનોથી જોઇ, માપ કાઢી ગણત્રી કરીને કહ્યું કે આકાશમાં લાખો સૂર્યમાળાઓ છે. તે એકબીજાથી એટલી દૂર છે કે ત્યાં પહોંચવું હોય તો એક કલાકના એક લાખ માઇલની ઝડપે એક રોકેટ ગતિ કરે તો એક સૂર્યમાળાથી ફકત બીજી સૂર્યમાળા સુધી પહોંચતા ૮૭ કરોડ વરસ લાગે. તો પછી લાખો સૂર્યમાળા પાસે જતાં કેટલાંયે અબજો વરસો લાગે. (જુઓ-રીડર્સ ડાયજેસ્ટમાંથી ગ્રેપ્ડર્ડ એટલાસ-અમેરિકા.) જેમ એક રાજ માટે શાસ્ત્રીય દૃષ્ટાંત જોયું તેના જેવી જ આ વાત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org