________________
[ ૬૯૯ )
શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ બૃહત્સંગ્રહણીસૂત્ર ગ્રંથના પાંચ પરિશિષ્ટો
નોંધઃ–પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજે ૧૮ વર્ષની ઉંમરે કરેલું બારમી સદીમાં થએલા પૂ. આચાર્ય શ્રી ચંદ્રસૂરિજી પ્રણીત બૃહત્ સંગ્રહણી ગ્રન્થનું ગુજરાતી ભાષાંતર લગભગ ૮૦૦ પાનાં અને ૬૫ ચિત્રો સાથે પ્રસિદ્ધ થયું હતું. તે સંગ્રહણીને લગતા પાંચ પરિશિષ્ટોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો નહોતો. તે પાંચેય પરિશિષ્ટો વિ. સં. ૨૦૦૦માં એટલે કે પાંચ વરસ બાદ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તેનું જ પુનર્મુદ્રણ કરવું જરૂરી હોવાથી તેની બીજી આવૃત્તિ પણ વિ. સં. ૨૦૪૭માં પ્રસિદ્ધ કરી હતી અને આ વખતે વિ. સં. ૨૦૫૩માં બૃહત્ સંગ્રહણીની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે તેમાં જ પાંચ પરિશિષ્ટોનો પણ સમાવેશ કરી લીધો છે.
- ચૌદરાજલોક અને તેની વ્યવસ્થાનું વિસ્તૃત વર્ણન
બૃહતુસંગ્રહણી ગ્રન્થના ભાષાંતરનું પરિશિષ્ટ સંખ્યા-૧ વિI-અનંતા જીવ-અજીવ જડ કે ચેતન પદાથ ચૌદરાજના પ્રમાણવાળા તોથી ઓળખાતા આકાશક્ષેત્રમાં રહ્યા છે, ત્યારે ચૌદરાજ શું છે? તેની આકૃતિ, સ્વરુપ, પ્રમાણ કેટલા વિભાગોથી વિભક્ત છે? તથા તેમાં રહેલા પદ્રવ્યોનું સ્વરૂપ વગેરે વિગતો નીચે રજૂ કરી છે.
ચક્ષુથી દષ્ટ એવી દુનિયા, ધરતી, પેટાળ, સાગર અને આકાશ આ બધીયે વસ્તુનું જ્ઞાન અને તેનાં રહસ્યો મેળવવાને માટે માનવી હજારો વરસોથી અથાગ પ્રયત્ન કરતો રહ્યો છે, ત્યારે આકાશ, ધરતી વગેરે જે પદાર્થો અદષ્ટ છે તેનો તાગ કાઢવા માટે, રહસ્યો મેળવવા માટે માનવીની કેવી કેવી ઝંખના હશે?
સૃષ્ટિ ઉપર જન્મેલી ઈશ્વરીય વ્યક્તિઓએ, ધર્મનેતાઓએ, ધર્મગ્રંથોએ, વૈજ્ઞાનિકોએ દશ્ય જગતને તેમજ અદશ્ય જગતને પોતપોતાની રીતે જાણ્યું અને વિશ્વને વિવિધ આકાર-પ્રકારનું અને અસંખ્ય રહસ્યોથી ભરેલું વર્ણવ્યું છે.
બીજી બાજુ શક્તિશાળી માનવસ્વભાવમાં નવું નવું જાણવાની અદમ્ય વૃત્તિ બેઠી હોય છે એટલે જાતજાતનો પુરુષાર્થ કરવો, નવી નવી ખોજો કરવી તથા જાતજાતનાં રહસ્યો શોધી કાઢવા, આ માટે તે સતત મથતો હોય છે. પરિણામે તે સૃષ્ટિનાં, બ્રહ્માંડનાં, કુદરતનાં અગમ્ય રહસ્યોને તથા નવાં નવાં આવિષ્કારોને, શોધોને યથોચિત જન્મ આપતો રહ્યો છે. આ અંગેના અનેક ગ્રંથો પણ પ્રગટ થઈ ગયા છે.
વિચારવાનું એ છે કે માનવીય ખોજને સંપૂર્ણ પ્રમાણભૂત માનવી કે ત્રિકાલજ્ઞાની-સર્વજ્ઞ બનેલા આર્ષદષ્ટા મહામાનવે જ્ઞાનચક્ષુથી આત્મપ્રત્યક્ષ કરેલી વાતને પ્રમાણભૂત માનવી?
આજના વિજ્ઞાન યુગમાં માનવ મનમાં જે જેટલું નજરે દેખાય છે અને તેટલું જ સાચું આવો વિચાર જોરથી ઘર કરી ગયો છે. આવું એકાંતે માનવું એ માનવીની ટૂંકી દૃષ્ટિનું પરિણામ છે. સામાન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org