________________
६८१
एक मुहूर्तकालमां जीव केटला भवो करी शके ? ते એક મિનિટમાં છ કરોડ ફોટાઓ પડે તેવો કેમેરો શોધાયો છે.” વગેરે. જો આ જ વાત શાસ્ત્રના પાને લખી હોત તો આજનો માનવી હમ્બગ, અશકય વગેરે શબ્દોથી હસી નાંખત, પણ વૈજ્ઞાનિકોએ કહી છે, એટલે વિના શંકાએ તક માનવા તૈયાર ! આપણા શાસ્ત્રમાં આંખ મીંચીને ઉઘાડીએ એટલા એક નિમેષ માત્રમાં (આંખનો એક જ પલકારો) અસંખ્ય સમય પસાર થાય છે. થોડા સમય બાદ આજનું વિજ્ઞાન આ જ વાતને સબળ ટેકો આપનારી કોઈ જાહેરાત કરશે. ,
વહાલા વાચકો ! જડવિજ્ઞાન સેકંડના અબજોમા ભાગને શોધી શકતું હોય અને પદાર્થના એક ઈચના દશ કરોડ કે તેથી પણ વધુ ભાગને માપી–બતાવી શકતું હોય તો પછી, આત્માનું જે ચૈતન્યવિજ્ઞાન પદાર્થના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુને અને કાલના સમયને બતાવે એમાં શું આશ્ચર્ય પામવાનું રહે છે? [૩૪] (પ્ર. ગા. સં. ૭૪).
અવતાર– હવે પૂર્વોક્ત આવલિકાઓના કાળમાં અથવા એક મુહૂર્તકાળમાં જીવ વધુમાં વધુ કેટલા ભવો કરી શકે ? તે કહે છે.
पणसठि सहस पणसय, छत्तीसा इगमुहुत्तखुहुभवा । दोय सया छप्पना, आवलिआ एगखुहुभवा ॥३४८॥ [प्र. गा. सं. ७५]
संस्कृत छायापञ्चषष्टिः सहस्त्राणि, पञ्च शतानि षट्त्रिंशत् एकमुहूर्तक्षुद्रभवाः । द्वे शते षट्पञ्चाशत्, आवलिका एकक्षुद्रभवे ॥३४८।।
શબ્દાર્થ સુગમ છે. ભાવાર્ય—એક મુહૂર્તમાં અથવા ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકાઓ જેટલા સમયમાં જીવ (નિગોદાવસ્થામાં) ૬૫૫૩૬ ક્ષુદ્ર નાના નાના ભવો કરે છે. આથી એક ક્ષુલ્લક ભવ ૨૫૬ આવલિકા પ્રમાણનો થયો. ll૩૪૮
વિરોાર્ય ચાર ગતિ અને તેની ૮૪ લાખ જીવાયોનિમાં જેમ સાગરોપમ જેવડા બૃહક્કાળ પ્રમાણના ભવો છે. તેમ વર્ષો, દિવસો, મુહૂર્તી કે ઘડી આદિ માનવાળા પણ ભવો છે. પરંતુ સહુથી સૂક્ષ્મ ઓછામાં ઓછા માનવાળો ભવ કયો? એમ જો કોઈ પૂછે તો તેનો જવાબ એક જ કે ૨૫૬ આવલિકાનો. અને એથી જ તેને ક્ષુલ્લક ભવથી ઓળખાવાય છે. એથી ઓછી આવલિકાનો ભવ કદી હોતો જ નથી. આ જીવનો નાનામાં નાનો સંસાર ૨૫૬ આવલિકાનો છે.
મહાનુભાવો! સંસારની વિષમ વિચિત્રતા અને આયુષ્યની ક્ષણભંગુરતાનો વિચાર કરો ! આપણે પણ આવા ટૂંકા માનવાળા ભવોમાં અનંતીવાર જન્મ મરણ કરી ચૂક્યા છીએ. ફરી ત્યાંની મહાદુઃખદ મુસાફરીમાં પહોંચી ન જવાય માટે સહુએ આરંભ સમારંભો અને પાપાચરણો છોડી, પવિત્ર અહિંસામય ધમચિરણમાં ખૂબ આગળ વધવા પ્રયત્નશીલ બનવું જોઈએ? [૩૪૮] (પ્ર. ગા. સં. ૭૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org