________________
[ 0 ] જાણ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો. બાર વર્ષના બાળકને વાલીની સંમતિ વિના દીક્ષા આપવી એ ગુનો છે એમ ફેંસલો આવ્યો અને મુનિરાજને મોટાભાઈ નગીનભાઈને હવાલે કરવામાં આવ્યા. પરંતુ જીવણલાલની ભાવનામાં જરાય ઓટ આવી નહીં. છ મહિના ઘેર રહીને વળી ભાગ્યા. પૂ. ગુરુદેવને ખંભાતમાં મળ્યા. ત્યાંથી ગુરુદેવ સાથે વિહાર કરીને પાલીતાણા આવ્યા અને સંસારીપણામાં ગુરુદેવ સાથે રણશી દેવરાજની. ધર્મશાળામાં ચોમાસું રહ્યા. પૂ. ગુરુદેવ પાસે ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો. ત્રણ દિવસમાં ૩૫૦ ગાથાનું પફખીસૂત્ર કંઠસ્થ કર્યું. દશ દિવસમાં મોટી સંગ્રહણીની ૩૪૮ ગાથા કંઠસ્થ કરી. હજુ દીક્ષા માટે અનુકૂળતા મળતી ન હતી.
અન્ત સં. ૧૯૮૭ના વૈશાખ સુદિ ત્રીજ અક્ષયતૃતીયાના મંગલ દિવસે શત્રુંજય ગિરિરાજ ઉપર દાદાના દર્શન કરી, રોહીશાળે ઉતરી ઘોડાગાડી દ્વારા કદમ્બગિરિ પહોંચ્યા. ગુરુદેવ શ્રી ધર્મવિજયજી મહારાજ પણ કદમ્બગિરિ પહોંચ્યા. તીર્થની તળેટીમાં વાવ પાસે આજુ બાજુના ગામના આગેવાન શ્રાવકોની હાજરીમાં મુનિશ્રી ધર્મ વિજયજી મહારાજે બંને વડીલ ગુરુદેવોના આશીર્વાદ સાથે જીવણભાઇને ભાગવતી દીક્ષા આપી અને પૂ. આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજના પટ્ટશિષ્ય ઉપાધ્યાય શ્રી પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ધર્મ વિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી યશોવિજયજી નામે જાહેર કર્યા. આમ તેઓશ્રીને બીજી વાર દીક્ષા લેવી પડી પણ પંદર વર્ષની કુમળી વયે બીજી વાર દીક્ષા લેવા સુધીના અડગ નિશ્ચયનો અંતે વિજય થયો એ નોંધપાત્ર ઘટના છે.
દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી પૂ. ગુરુદેવની નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ અને ક્રિયાઓમાં નિપુણતા પ્રાપ્ત કરવા લાગ્યા. પ્રકરણ ગ્રન્થો, આગમ, વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ સર્વ ક્ષેત્રોમાં અપૂર્વ સંપ્રાપ્તિ કરીને વિદ્વાન તરીકે પંકાવા લાગ્યા. અવિરામ અને અવિરત પુરુષાર્થ વિજયશ્રીને વરાવે છે. મુનિશ્રી યશોવિજયજીમાં અપૂર્વ પ્રતિભા તો હતી જ, એમાં અપ્રતિમ સાધના-આરાધનાનો ઉમેરો થયો. પરિણામે પૂજયશ્રીમાં સર્જનાત્મક અને ચિંતનાત્મક શક્તિઓ વિકસવા માંડી. થોડા સમયમાં જ સાહિત્યક્ષેત્રે કુમકુમ પગલીઓ પાડી દીધી. સંગ્રહણીસૂત્ર જેવા સુપ્રસિદ્ધ મહાન અને દળદાર ગ્રન્થનો અનુવાદ આપીને પોતાની વિદ્વત્તાનો પુરાવો આપ્યો. દીક્ષા લીધી તેના ત્રીજા વરસે યુવાનોના આગ્રહથી વેરાવળમાં જાહેર વ્યાખ્યાન કર્યું હતું અને તે વ્યાખ્યાન મુદ્રિત કરીને ભારતભરમાં મોકલવામાં આવ્યું હતું જે ખૂબ આદરને પાત્ર થયું હતું.
આગળ જતાં પૂજ્યશ્રી જૈન સાહિત્ય ઉપરાંત શિલ્પ, જ્યોતિષ. સ્થાપત્ય, ઇતિહાસ, મંત્ર શાસ્ત્ર, યોગ આદિના ઉત્કૃષ્ટ અભ્યાસી બન્યા. તેઓશ્રીની વિદ્વત્તા સર્વતોમુખી બની રહી અને અનેક જૈન-જૈનેતર વિદ્વાનો, કલાકારો, કાર્યકર્તાઓ, રાજકારણીઓમાં આદરણીય અને આકર્ષણનું કેન્દ્ર બની ગયા. દીક્ષા લીધા પછી સાત વર્ષે એટલે કે માત્ર બાવીસ વર્ષની ઉમ્મરે તેઓશ્રીની વિદ્વત્તાથી પ્રભાવિત થઇ પાલીતાણાના ઠાકોર સાહેબ શ્રી બહાદુરસિંહજી તથા દીવાન શ્રી માનસિંહજીએ પૂજ્યશ્રીને હવામહેલમાં પગલાં કરવા નિમંત્ર્યા હતા. ત્યારપછી સં. ૧૯૯૪માં રાજકોટના ચાતુર્માસ દરમિયાન ગોંડલ યુવરાજ, બીલખા નરેશ, જેતપુર–સાયલાના રાજવી, થાણાદેવળીના દરબાર, રાજકોટ નરેશ વીરાવાળા વગેરેએ પૂ. મુનિજીના દર્શન કરી, વાતચીત કરી વાસક્ષેપ લીધો હતો. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીએ પોતાની કોશ-કચેરીનું નિરીક્ષણ કરવા નિમંત્રણ આપ્યું હતું. કોશની વ્યાપક પ્રવૃત્તિમાં જૈનધર્મ વિષેની માહિતી ઉમેરવાની વિનંતી કરતા. ‘ભાગવત–ગોમંડળ' માટે મુનિશ્રીએ લખેલા ૮૦૦ પાનાં અને ચિતરેલાં ૬૦ ચિત્રો તાત્કાલિક ઉપલબ્ધ કરી આપ્યાં હતાં. આ સમયે મુનિશ્રીની વય માત્ર બાવીસ વર્ષની હતી. ત્યારપછી વડોદરા નરેશ શ્રી પ્રતાપસિંહરાવ ગાયકવાડના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org