________________
केटली आवलिकाओधी एक मुहूर्त कालमान थाय ? ते
६८३
ઉત્પન્ન થયો. ત્યાંથી વિશ્વભરની વનસ્પતિઓ રૂપે દેહો ધારણ કર્યા, એમ કરતાં કરતાં અકામ નિર્જરાના યોગે હ્રાયવસ્તુ પૃથ્વી, પાણી, તેઉ, વાયુકાયના ભવોમાં પરિભ્રમણ કર્યું. ત્યાંથી વળી ઉંચે ચઢવાનો યોગ બનતાં ક્રમશઃ તિર્યંચવતુ એટલે કે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંશી—અસંશી તિર્યંચપંચેન્દ્રિયો પશુ–પક્ષી વગેરેના ભવો ધારણ કર્યા, પછી મનુષ્યવસ્તુમાં એટલે કે અકર્મભૂમિ, કર્મભૂમિ અને ૫૬ અંતર્દીપમાં મનુષ્યપણે જન્મો ગ્રહણ કર્યા; આટલું વિચાર્યા પછી પોતે મૂલ વાત ઉપર આવે કે, હાલમાં હું સંશીપંચેન્દ્રિય મનુષ્ય તરીકે આ ભવમાં છું. અત્યારે મારામાં બુદ્ધિ, શક્તિ, વિવેક, સમજણ, બધું યથાયોગ્ય છે; તો પછી હવે મારાં શું શું કર્તવ્યો છે ? ઇત્યાદિ વિચારવું. આટલો ઉંચે આવ્યા પછી હવે મારે કેવી રીતે જીવન જીવી જાણવું જોઈએ, તે વિચારવું. શ્રીતીર્થંકર દેવોએ જે પ્રમાણે જીવન જીવવાનું કહ્યું છે. એ રીતનું ત્યાગ, વૈરાગ્યમય જીવન જો નહીં જીવું તો મારૂં શું થશે ? આટલો ઉંચે ચઢ્યા પછી, આટલી વિકસિત દશા મળ્યા પછી, ફરી પાછો જો તું નીચે પટકાઈ જઈશ, તો પુનઃ તદ્દન અવિકસિત દશાવાળા ભવમાં પાછો ચાલ્યો જઈશ. માટે ચેતન ! આરંભ, સમારંભો, પાપની પ્રવૃત્તિઓ છોડી દે! નિર્મળ ને પવિત્ર જીવન ગાળતાં શીખ! સર્વથા ચારિત્ર ન લઈ શકે તો દેશિવરતિ ચારિત્રનો સ્વીકાર કર; એટલો એક નિયમ કર કે ઓછામાં ઓછી હિંસાથી જીવન નિર્વાહ થઈ શકે તો વધુ હિંસા ન કરવી. અને ઓછામાં ઓછી જરૂરિયાતથી ચાલી શકે તો વધુ જરૂરિયાતો કદી ન રાખવી, આ બે, સામાન્ય નિયમો હશે તો પણ જીવન ખૂબ ઉન્નત, સુખ, શાન્નિમય, અને ધર્મમય બની જશે! જીવનમાં અહિંસા, સંયમ અને તપનો પ્રકાશ ફેલાશે. પરિણામે ઉત્તરોત્તર અનેક માનસિક, વાચિક, કાયિક દુઃખો અને કલેશોનો અન્ન થતો જશે અને જીવન ધન્ય બની જશે. જીવનમુક્ત દશાના પંથે તું દોડતો થઈ જઈશ અને પરંપરાએ અનંતસુખના સ્થાનરૂપ મુક્તિસુખનો અધિકારી બની જઈશ. [૩૪૬] (પ્ર. ગા. સં. ૭૩)
અવતર ્— અહીં અપ્રસ્તુત ગાથા અપાય છે. આ ગાથા કેટલી આવલિકાઓથી એક મુહૂર્તકાળ માન થાય ? તે વાતને કહે છે.
एगाकोडी सतसठ्ठी - लक्खा सत्तहत्तरी सहस्सा य ।
दोय सया सोलहिआ, आवलिया इगमुहुत्तम्मि ॥३४७॥
संस्कृत छाया
एकाकोटि : सप्तषष्ठिलक्षाणि, सप्तसप्ततिः सहस्त्राणि च ।
द्वे च शते षोडशाधिके, आवलिका एकस्मिन्मुहूर्ते ॥ ३४७ ||
શબ્દાર્થ સુગમ છે.
પાર્થ— એકક્રોડ સડસઠ લાખ સિત્યોતેર હજાર, બસોને સોળ [૧૬૭૭૭૨૧૬] આવલિકાઓ એક મુહૂર્તમાં થાય છે. અર્થાત્ તેટલી આવિલકાઓનું એક મુહૂર્ત કાળમાન થાય છે. ।।૩૪ના
વિશેષાર્ય ભારતીય અન્ય સંસકૃતિઓમાં કાળમાન વાચક મુહૂર્ત, ઘટી (ઘટી), પત્ત, વિપત્ત,
Jain Education International
[×. 7. K. ૭૪]
For Personal & Private Use Only
www.jainelibrary.org