________________
१५मुं उपयोगद्वार કયારે કયારે હોય છે? તે પ્રસ્થાન્તરથી જાણવું.
આ ત્રણેય યોગો શુભાશુભ કર્મના બંધમાં પ્રબળ ભાગ ભજવનાર છે. એના ઉપર જ સુખદુઃખનો સદ્ગતિ દુર્ગતિનો યાવત્ મુક્તિનો આધાર રહેલો છે.
| માટે જો સુખશાંતિ સદ્ગતિ અને મુક્તિ તરફ વધવું હોય તો પ્રસ્તુત ત્રણેય યોગોને શુભ માર્ગમાં પ્રવર્તાવવા સતત જાગૃતશીલ બનીએ જેથી નવું કર્મબંધન અટકશે અને જૂનું ક્ષય થતું જશે. પુણ્યબળ વધશે. સંવર અને નિર્જરાનો ઉદ્ગમ થશે અને અંતે ઈષ્ટ લક્ષ્ય પહોંચાશે. અને જો ત્રણેયને અશુભ માર્ગમાં પ્રવર્તાવશો તો ચિંતા, દુઃખ, વેદના, વ્યાધિ, અશાંતિ છેવટે દુર્ગતિ અને બંધનના દુઃખો તમારી સામે ખડેપગે હાજર થઈને સત્કાર કરશે !
મારા વહાલા વાચકો! તમને કયો માર્ગ પસંદ છે? તે તમારી જાત પાસેથી જ નક્કી કરી લો! અને પછી એ માર્ગે પ્રયાણ કરવાનો પુરુષાર્થ કરો. સોપુ વિ દુલા!
૧૬. હવા [પયોગ-વસ્તુ સ્વરૂપના જાણપણામાં જે ઉપયોગી થાય, અથવા જેના વડે–પદાર્થનું સ્વરૂપ સમજાય, અથવા પદાર્થના જ્ઞાનમાં આત્મા જેનાથી જોડાય છે. આ બધી ‘ઉપયોગની વ્યાખ્યાઓ છે. વળી જ્ઞાન, સંવેદન, પ્રત્યય આદિ શબ્દો જ્ઞાનના પર્યાયો છે.
આ ઉપયોગ એ જીવનું જ લક્ષણ છે. અને એથી તે જીવ દ્રવ્યમાં જ હોય છે. જીવને છોડીને બીજા કોઈ દ્રવ્યમાં તે હોતું નથી. અને જીવ ચેતનદ્રવ્ય જડદ્રવ્યથી બધી રીતે સર્વથા ભિન્ન દ્રવ્ય છે. એ જીવના ઉપયોગરૂપ અસાધારણ લક્ષણથી સિદ્ધ થાય છે.
આ ઉપયોગ બે પ્રકારનો છે. ૧. સાકારોપયોગ. ૨. અનાકારોપયોગ. વસ્તુના આકાર વગેરે વિશેષ સ્વરૂપ ઉપર ઉપયોગ વર્તતો હોય ત્યારે તે ઉપયોગને જ્ઞાન શબ્દ જોડીને. “જ્ઞાનોપયોગ કહેવાય અથવા સાકારોપયોગ’ કહેવાય છે. અને જ્યારે તે વસ્તુના આકાર વિનાના ચૂલ–સામાન્ય ધર્મ તરફ હોય. ત્યારે તે દર્શન' સંજ્ઞાથી યુક્ત ‘દર્શનોપયોગ’ કહેવાય, જેને બીજા શબ્દોમાં નિરાકારોપયોગ’ કહેવાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાન સાકારોપયોગ સ્વરૂપ છે અને દર્શન નિરાકારોપયોગ સ્વરૂપ છે.
સાકારોપયોગરૂપ જ્ઞાન આઠ પ્રકારનું અને નિરાકારોપયોગરૂપ દર્શન ચાર ભેદવાળું છે. જ્ઞાનના આઠ ભેદમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ આ પાંચ પ્રકાર છે. અને ત્રણ અજ્ઞાનમાં ૧. મતિ અજ્ઞાન, ૨. શ્રુત અજ્ઞાન, અને ત્રીજું (અવધિની જગ્યાએ અવધિ અજ્ઞાન બોલાતું નથી પણ) વિર્ભાગજ્ઞાન. આમ આઠ પ્રકારો છે. આ ભેદોની સાથે અંતમાં ઉપયોગ’ શબ્દ લગાવી દેવો
૬૩૯. જુઓ–“ઉપયોગી તલામ્ ! [ત. અ. ૨.] નાખi‘વંvr'વૈવ, વરિત્ત તવો તહીં, વીજિં ૩વો'ય પર્વ નીસ નવરdi In [નવતત્ત્વ મૂલ.] ૬૪૦. અનેક પદાર્થોમાંથી કોઈ એક અલગ પાડનારા હેતુને ‘લક્ષણ’ કહેવાય.
૬૪૧. આકારથી અહીં માત્ર લંબાઈ, પહોળાઈ વગેરે અભિપ્રેત નથી. પણ જે પદાર્થ જે પ્રકારે હોય તે પદાર્થ તે પ્રકારે તેના જ્ઞાનમાં ભાસમાન થાય તે રીતે સમજવું.
૮૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org