________________
६६६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह થયો કે તેના માટે ગ્રહણ કરીને સંસ્કારિત કરેલા પુદ્ગલોને તે તજી દે છે. અને એ પુદ્ગલો પાછા વાતાવરણમાં ભળી જાય છે. બીજો વિચાર કરવો હોય ત્યારે ફરી પાછા એ જ રીતે પુદ્ગલગ્રહણ પરિણમનાદિની ક્રિયા કરવી પડે છે. અને આત્મા પ્રસ્તુત મન દ્વારા વિચાર કરવા સમર્થ બને છે.
પુદ્ગલગ્રહણ, પરિણમન, આલંબન, વિસર્જન આદિ પ્રક્રિયા જન્મજાત મેળવેલા મનઃપયપ્તિ (કાયયોગસહ) ના બળે થાય છે.
• હવે પુદ્ગલના લખેલા અક્ષરોની જેમ કોઈ તથા પ્રકારના આકારોને જોઈને જે ભાવ સમજાય તેને ભાવમન કહેવાય છે. આ મનન વ્યાપાર રૂપ ભાવ મન તે મન:પર્યવજ્ઞાની પ્રત્યક્ષ જોઈ જાણી શકતા નથી. એનો અર્થ એટલો જ કે ભાવમન તો તે જ્ઞાન રૂપે છે. અને જ્ઞાન અમૂર્ત અરૂપી છે અને તેનો સાક્ષાત્કાર છદ્મસ્થને થતો જ નથી. માત્ર કેવલીને જ થઈ શકે છે.
દ્રવ્યમન અને ભાવમનની વ્યાખ્યા પૂરી થઈ. હવે જે જ્ઞાનની વાત ચાલે છે તે “મનપર્યવજ્ઞાનનું કાર્ય કે ફળ શું છે? તે જોઈએ.
ઉપર જાણી આવ્યા કે જીવો સ્વ સ્વ વિચારને માટે તે તે વિચારોને અનુરૂપ આકારમાં વિચિત્ર રીતે પ્રતિબિંબિત થયેલા ગૃહીત યુગલોને જોઈને તેઓ અમુક અમુક વિચારો કરી રહ્યા છે, તેની સાથે ભૂતકાળમાં તેણે શું વિચાર્યું છે અને ભવિષ્યમાં તે શું વિચારશે ? એવું જે જ્ઞાનના બળ દ્વારા જોઈ અને જાણી શકે અને બીજાને કહી પણ શકે એવું જે જ્ઞાન તેને મન પર્યવ જ્ઞાન કહેવાય.
એક સામાન્ય માણસ પણ બીજાના મુખ, આંખ વગેરેના ભાવ ઉપરથી તેના વિચારોને જેમ સમજી જાય છે, તેવી રીતે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરેલા મુનિઓ અક્ષરોની જેમ ગોઠવાયેલા મનના વિચાર સ્વરૂપ આકારોને જોઈને, કોણ શું શું વિચારો કરે છે તેને જાણી શકે છે.
આ જ્ઞાન મનુષ્યોમાં જ છે. બીજી ગતિમાં હોતું નથી. મનુષ્યમાં એ સાતમા ગુણસ્થાનક–અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલા ઋદ્ધિપ્રાપ્ત દીક્ષિત થયેલા નિરતિચારપણે અત્યન્ત ઉચ્ચચારિત્રનું પાલન કરનાર સુવિશુદ્ધપરિણામી મુનિઓને જ પ્રાપ્ત થઈ શકે છે.
આ જ્ઞાન બે પ્રકારનું છે.૧૦ ૧. ઋજુમતિ. ૨. વિપુલમતિ. અંતરની શુદ્ધિ કંઈક ઓછી હોય તેને ‘જુમતિ મન:પર્યવ પ્રાપ્ત થાય અને વિશુદ્ધિ તેથી વધુ હોય તો વિપુલમતિ મન:પર્યવ’ પ્રાપ્ત થાય છે. ઋજુમતિ વિચારને અને તેની અવસ્થાઓને મર્યાદિત પ્રમાણમાં જાણે છે, જ્યારે વિપુલમતિ વિચારોને અને તેની કક્ષાઓને વિપુલ–વિસ્તૃત પ્રમાણમાં જાણે છે. આગળ એ જ વાત કહે છે.
જુમતિ-ઋજુ નો અર્થ અહીં સરલ ન કરતાં સામાન્ય કરવાનો છે. અને મતિનો અર્થ મનનચિન્તન કે સંવેદન કરવાનો છે. એટલે સામાન્ય વિચારગ્રાહિણી શક્તિ છે. આ જ્ઞાન પ્રાપ્તમુનિ દ્રવ્યગત વર્તતા આકારોને જોઈને, અમુક માણસે ઘડો ચિન્તવ્યો છે, તે અમુક રંગનો છે, અમુક પ્રકારનો ઇચ્છે છે કે વિચારે છે, એમ વસ્તુ અને વસ્તુની અલ્પ અવસ્થાઓ માત્રને જાણી શકે છે.
૬૩૦. સંજમ ચારિત્રના પરિણામની પ્રતિપાત અને અપ્રતિપાત અવસ્થાના કારણે બે ભેદ પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org