________________
श्रुतज्ञानंनुं विवेचन
६६१
૬૧૩
શ્રુતજ્ઞાનના અનંત પ્રકારો પડે છે. પણ એ બધાયનું વર્ગીકરણ કરીને ચૌદ કે વીસ
ભેદોમાં સમાવેશ કરાય છે. એ ઉપરથી અવાંતર પ્રકારો ચિત્રવિચિત્ર કેવા હોઈ શકે તેનો ખ્યાલ સ્વયં કરી લેવો.
શ્રુતજ્ઞાનનો વ્યાપક ખ્યાલ મંદ—તીવ્ર બુદ્ધિવાળાઓને મળે તો તેની વિવિધ કક્ષા અને સ્થાનનું જ્ઞાન પુષ્ટ થાય, તેથી તેના પ્રકારો અને તેનો અર્થ ગ્રન્થાન્તરથી જાણી લેવો. છતાં અહીંઆ શરૂઆતના શ્રુતજ્ઞાનના અક્ષર, અને અનક્ષર નામના જરૂરી બે ભેદનો અર્થ સમજાવી બાકીના પ્રકારોનાં નામ માત્ર જણાવાશે.
૬૧૪
૧. અક્ષરશ્રુત— આ ત્રણ પ્રકારનું છે. ૧. સંજ્ઞાક્ષર. ૨. વ્યંજનાક્ષર. ૩. લધ્યક્ષ. સંજ્ઞાથી દુનિયાની તમામ લિપિઓ અથવા કોઈપણ લિપિના અક્ષરરૂપ આકારો સમજવા. આ આકારોમાં તે તે વર્ણની સંજ્ઞાનો સંકેત હોય છે, અને તેનાથી બોધ થાય છે. એટલે આકારો શ્રુતના સાધનરૂપ હોવાથી સંશાક્ષર શ્રુત કહેવાય છે. અક્ષર અને પદાર્થને વાચ્યવાચક સંબંધ છે. શબ્દ વાચક કહેવાય. તેનું જ્ઞાન તે મતિજ્ઞાન અને તે નિમિત્તે થતું વાચ્યનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય.
વ્યંજનાક્ષર— ૧ થી ૪ સુધીના અથવા જે જે ભાષામાં જે જે વર્ણો હોય, તે બધા મુખેથી ઉચ્ચાર કરવામાં ઉપયોગી હોવાથી તે વ્યંજનાક્ષ૨.
૬૧૫
લબ્યક્ષર— અક્ષરનું જ્ઞાન તે. શબ્દ શ્રવણ વગેરે દ્વારા થતી અર્થપ્રતીતિની સાથે તે તે અર્થાનુરૂપ અક્ષર જ્ઞાનની પ્રાપ્તિ તે. આમાં બીજાના ઉપદેશની જરૂ૨ નથી હોતી.
બીજી રીતે ટૂંકમાં કહીએ તો લખાતા અક્ષરો તે સંશાક્ષર, બોલાતા અક્ષરો તે વ્યંજનાક્ષર અને મનમાં વિચારાતા કે આત્માના બોધરૂપ મનમાં થતી અવ્યક્ત અક્ષરરચના તે લબ્બક્ષર.
૨. અનક્ષરશ્રુત—શ્વાસોચ્છ્વાસની ક્રિયા, થૂંકવું, ઉધરસ, છીંક ખાવી, ચપટી-તાલી વગાડવી, સીસોટી મારવી વગેરે. અવાજવાળી ચેષ્ટાઓને તથા અન્ય મતે અવાજ વિનાની પણ બોધક ક્રિયાઓ—માથું હલાવવા દ્વારા, હાથપગની ચેષ્ટાઓ દ્વારા, કે આંખના ઇસારાઓ દ્વારા બોધ કે સમજ પ્રાપ્ત થાય તે.
આ બંને ભેદમાં જ સમગ્ર શ્રુતના પ્રકારો સમાઇ શકે છે, છતાં અભ્યાસીઓની દૃષ્ટિ–સમજને વિશદ બનાવવા ચૌદ કે વીશ પ્રકારો પાડી બતાવ્યા છે. અહીં તો બાકીના ૧૨ અને પ્રકારાંતરે પાડેલા વીસ ભેદોની વ્યાખ્યા વિના નામ માત્ર જણાવાય છે.
૬૧૨. જો કે સન્મતિકારે અને ઉપા૦ શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનબિન્દુમાં શ્રુતજ્ઞાન એ એક પ્રકારનું મતિજ્ઞાન જ છે એમ પુરવાર કર્યું છે.
૬૧૩. શ્રુતના પ્રત્યેક અક્ષર અને તેનો સંયોગ વિચારીએ તો અનુનાસિક, અનનુનાસિક, વ, દીર્ઘ, પ્લુત, ઉદાત્તાદિ ભેદો દ્વારા અનંતા ભેદો પડે.
૬૧૪. તત્ત્વદૃષ્ટિથી વિચારીએ તો ‘શબ્દ’ સાંભળીને તે હેયરૂપ હોય તો હેયરૂપે અને ઉપાદેયરૂપે હોય તો ઉપાદેયરૂપે અર્થગ્રહણ કરવું તે અક્ષરશ્રુત છે.
૬૧૫. આનો એક અર્થ—જેનો નાશ ન થાય તેવી ક્ષાયોપશમિક શક્તિ' પણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org