________________
दसणद्वारनुं विवेचन
૬૭ ૧૨. હંસા [2] આ શબ્દના સમ્યકત્વ, શ્રદ્ધાન, ચારિત્ર, અભિપ્રાય, ઉપદેશ, સામાન્ય બોધગ્રહણ, નિરાકાર બોધ વગેરે અનેક અર્થો, શાસ્ત્રો, અને તેના અંગોપાંગોમાં બતાવ્યા છે. પરંતુ અહીંયા તો ‘દર્શન’ શબ્દ માત્ર સામાન્ય કે નિરાકાર બોધના અર્થમાં સમજવાનો છે.
• વસ્તુમાત્ર સામાન્ય અને વિશેષ બંને પ્રકારના ધર્મ કે સ્વરૂપવાળી હોય છે. અથવા વસ્તુના બોધમાં તમને ખ્યાલ આવે યા ન આવે પણ બંને પ્રક્રિયાનો ઉપયોગ (સમયાન્તરે) થતો જ હોય છે.
સામાન્ય ધર્મના સામાન્ય રૂ૫, સામાન્ય બોધ, નિરાકાર દર્શન, નિર્વિકલ્પ દર્શન, સામાન્યાર્થગ્રહણ વગેરે પયયવાચક શબ્દો છે. અને વિશેષ ધર્મના વિશેષ સ્વરૂપ, વિશિષ્ટ બોધ, સાકારદર્શન, સવિકલ્પદર્શન, વિશેષાર્થગ્રહણ વગેરે પર્યાયવાચક શબ્દો છે.
જો કે વાસ્તવિક રીતે ઉંડાણથી વિચારીએ તો “દર્શન’ એ પણ એક પ્રકારનું જ્ઞાન જ છે. અને એથી જ્ઞાનના બે પ્રકાર પાડી શકાય છે. એક તો સાકારોપયોગ રૂપ જ્ઞાન અને બીજું નિરાકારોપયોગ રૂપ જ્ઞાન. આ બીજું જ્ઞાન તેને જ દર્શન' કહેવાય છે. વળી બીજી વાત એ પણ છે કે “આ ઘટ છે' આટલું સામાન્યજ્ઞાન તત્ત્વથી તો સાકાર સ્વરૂપ હોવાથી જ્ઞાન જ છે. પણ આગળ થનારા વિશેષ જ્ઞાનોની અપેક્ષાએ સામાન્ય સ્વરૂપવાળું હોવાથી જ્ઞાનમાં દર્શનનો ઉપચાર કર્યો છે. આ દર્શન એ જ્ઞાનગુણરૂપે હોવા છતાં વિવિધ પ્રકારનો બોધ વગેરે કરાવવા માટે તેને જુદું પાડવામાં આવ્યું છે.
ઉદાહરણ જોઈએ ઘટને જોતાં ‘આ ઘટ છે (પણ પટ નથી) આટલો જ જે બોધ તેને ' કહેવાય. આ પહેલી જ નજરે થતો બોધ કહેવાય. પછી ઘડાને અંગે જે આગળ વિચારણા કરે તો તે વિચારણા વિશેષ (વિશેષણો) રૂપે વિવિધ પર્યાયો રૂપે થતી હોવાથી તે જ્ઞાનની કક્ષામાં જાય. તે કેવી રીતે ? તો ઘડાને જોયા બાદ દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવથી વિચારો ચાલે છે. એટલે ઘડો જોયા બાદ તે ઘડો શેનો બનેલો છે ? દ્રવ્યથી માટીનો. તો માટી કઈ જાતની ? ધાતુ. તો કયા પ્રકારની ? વગેરે વગેરે તે દ્રવ્યથી વિચારણા થઈ. ક્ષેત્રથી-આ ઘડો છે તે પાટણનો છે, અમદાવાદી છે કે કાશમીરી છે ? તે ક્ષેત્ર' (સ્થળ)થી વિચારણા થઈ. કાળથી તે કઈ ઋતુમાં ઉપયોગી છે, કઈ
તમાં કે કયા વખતે બનેલો ? તે “કાળ' વિચારણા થઈ અને હવે ભાવથી-ઘડો આકારથી કેવો છે, રંગથી કેવો છે, લાંબો છે, ટૂંકો છે, ગોળ છે, કે લંબગોળ છે? વગેરે “ભાવ” વિચારણા થઈ.
આ બધા વિશેષો (વિશેષણો)નું જાણપણું તેને જ્ઞાન કહેવાય છે. દર્શન’ નો સ્પષ્ટાર્થ સમજાવવા માટે અહીંઆ જ્ઞાનને સમજાવ્યું.
આ દર્શનના ચાર ભેદો છે. ૧. ચક્ષુ, ૨. અચક્ષુ, ૩. અવધિ, અને ૪. કેવલ.
૧. ચક્ષુદર્શન એટલે નેત્રવાળા પ્રાણીઓને ચક્ષુવડે પદાર્થનું જે નિરાકાર કે સામાન્ય દર્શન થાય તે.
પ૯૨, આમાં વ્યવહાર અને નિશ્ચય નયની વિવિધ અપેક્ષાઓ છે. જે પ્રસ્થાન્તરથી જોવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org