SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ दश संज्ञाओनुं वर्णन ६१५ ૫૪૭ સ્વપાંખોના વાયુથી ગર્ભ રહે છે. કર્ણ કાનમાંથી જન્મ્યો. અગસ્ત્ય ઋષિ સમગ્ર સમુદ્રનું પાન કરી ગયા.” આવી આવી અનેક માન્યતાઓ—સંજ્ઞાઓને, જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ અને મોહનીયના ઉદયવાળા લોકો ઊભી કરે છે અને પ્રચારે છે. ૫૪૮આ દશે સંજ્ઞાઓ સમ્યગ્દૃષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ બંને પ્રકારના જીવોને હોય છે અને ચારેય ગતિના જીવમાત્રમાં હોય છે. ચારે ગતિ આશ્રયી મૌલિક ચાર (આહાર, ભય, મૈથુન, પરિગ્રહ) સંજ્ઞાઓના સ્વામીની સંખ્યાનો સ્થૂલ વિચાર કરીએ તો, નરકગતિમાં મૈથુનસંજ્ઞાવાળા જીવો અલ્પ, તિર્યંચમાં પરિગ્રહસંજ્ઞાવાળા અલ્પ, મનુષ્યોમાં ભયસંજ્ઞાવાળા અલ્પ અને દેવોમાં આહા૨સંજ્ઞાવાળા અલ્પ છે. કઈ સંજ્ઞાનું કયાં પ્રાધાન્ય ? એનો પણ સ્થૂલ વિચાર કરીએ તો, દેવોમાં લોભસંજ્ઞાનું પ્રાધાન્ય, મનુષ્યોમાં માનદશાનું, તિર્યંચોમાં માયાનું અને નારકોમાં ક્રોધકષાયનું પ્રાધાન્ય છે. વર્તમાનમાં પરિગ્રહસંશાનું પ્રાબલ્ય વધુ દેખાય છે. અને આના જોરે અન્ય સંજ્ઞાઓનું પ્રાબલ્ય વધે છે. ચારે ય સંજ્ઞાઓ સંસારવર્ધક છે. એનાથી અનેક અનિષ્ટો, દુઃખ—ક્લેશો અને અશાંતિની આગો સળગે છે. આ ચારેય આગોને બુઝાવવી હોય ને સંસારનો નાશ કરવો હોય તો, તેના પ્રતિપક્ષી સ્વરૂપ દાન, શીલ, તપ અને ભાવ આ ચારેય ધર્મનું નિતાન્ત સેવન કરવું જોઈએ. દાનધર્મના સેવનથી પરિગ્રહ સંજ્ઞાનો નાશ, શીલથી મૈથુનવાસના સંજ્ઞાનો, તપથી આહાર સંજ્ઞાનો અને ભાવથી મનની ચંચળતાનો ઘટાડો થાય છે. આમ ચારેય ભાવનાઓ અનાદિકાળથી ઊભી થયેલી બીમારીને દૂર કરવાનો રામબાણ ઉપાય છે. સંસારવર્ધક આ ચારેય સંજ્ઞાઓને તોડવા, મોક્ષપ્રાપક ચારેય ધર્મનું ૫૪૭. બીજી માન્યતા એ પણ છે કે મયૂરના આંસુનું બિન્દુ મયૂરી ચાખે તો પણ તેને ગર્ભ રહે છે. ૫૪૮. શું એકેન્દ્રિય જીવોમાં દશ સંજ્ઞાઓ ઘટી શકે ખરી ? ૧. વૃક્ષોનું જલાહરણ તે બાહાર સંજ્ઞાને સૂચિત કરે છે. ૨. લજ્જાતંતી આદિ વનસ્પતિને સ્પર્શ કરવા જતાં ભયથી સંકોચાય છે તે ભય સંજ્ઞા. ૩. વેલડીઓ વૃક્ષને ફરતી વીંટાય છે. તે પરિગ્રહ સંજ્ઞા. ૪. સ્ત્રીનું આલિંગન કે તેનાં શ્રૃંગારિકવચનોથી કુરબક આદિ વૃક્ષનું ફળદ્રુપ થવું, તેમ જ શ્રૃંગારસજ્જ ને જોઈને કુવામાંના પૃથ્વીકાયિક પારો હર્ષાવેશમાં આવીને ઉછાળા મારે તે મૈથુન સંજ્ઞા. ૫. કોકનદ નામનો રકતકમલનો કંદ, કોઈ તેની નજીક જાય ત્યારે અણગમાથી હુંકારો કરે તે ોધ સંજ્ઞા. ૬. સોના સિદ્ધિ માટે વપરાતી રૂદન્તી નામની વેલ રસને જે ઝર્યા કરે છે, તે એમ જાહેર કરે છે કે ‘હું જીવતી જાગતી આ સૃષ્ટિ ઉપર બેઠી છું, છતાં શા માટે આ જગત મારો ઉપયોગ કરીને રિદ્રતા દૂર કરતું નથી.' આ માનસંજ્ઞા. ૭. વેલડીઓ—લતાઓ પોતાનાં જ ફળોને પત્રાદિકથી ઢાંકીને છુપાવી દે છે. આ જ માયા સંજ્ઞા. ૮. બિલ્લ–પલાશાદિ વૃક્ષો પોતાનાં મૂલિયાં પૃથ્વીમાં જે સ્થળે નિધાન હોય તેના ઉપર જ પાથરે છે. આ નોમ સંજ્ઞા. ૯. રાત્રિ પડતાં કમલાદિ પુષ્પો બીડાઈ જાય છે, સંકોચાય છે. આ તો સંજ્ઞા. ૧૦. વેલડીઓ ફેલાતી ફેલાતી સ્વયં વૃક્ષ કે ભીંતનો આશ્રય મેળવી લે છે ને તે ઉપર ચઢવા માંડે છે. આ ગોપ સંજ્ઞા છે. અહીં સ્થૂલ સંજ્ઞાઓ કહી પણ ક્ષુદ્રજંતુ, પક્ષી, પશુ ને યાવત્ મનુષ્યનો પણ શિકાર કરતી હિંસક વનસ્પતિઓ પણ આ સૃષ્ટિ ઉપર વિદ્યમાન છે. જુદા જુદા સંગીતના નાદથી પ્રસન્ન બનતી અનેક પ્રકારના આકારો, વિચિત્રતાઓ, જાતજાતની ખાસીયતો અને ચમત્કારોના સ્વભાવોવાળી હજારો વનસ્પતિઓ છે. આ વનસ્પતિનું પણ એક મહાવિજ્ઞાન છે. એનો અભ્યાસ કરનારને અનેક જીંદગીઓ ઓછી પડે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy