________________
तिबल-त्रण बलनी व्याख्या .
६०१ (અંતરાય નામનો ઘાતી કર્મનો ભેદ) અશુભ કર્મના ઉદયે દબાયેલું છે. એ કમનો જેટલો જેટલો ક્ષયોપશમ થતો જાય એટલે તેટલે અંશે આત્માનું સામર્થ્ય પ્રગટ થતું જાય, અને તેનો સર્વથા વિનાશ થાય એટલે કે આત્મપ્રદેશોથી છૂટું પડી જાય ત્યારે આત્માની અનંત શક્તિ પ્રગટ થઈ જાય. પછી એવા આત્માઓ કેવલી અથવા સિદ્ધ કહેવાય છે અને પછી તેઓને અન્ય પૌદ્ગલિક શક્તિ-સહાયની કોઈ જ જરૂર નથી રહેતી.
પરંતુ જેઓ સંસારમાં હજુ છે, એવા આત્માઓનું સામર્થ્ય કમસત્તા દ્વારા ચૂનાધિકપણે દબાયેલું હોય છે, એવા આત્માઓ કર્મથી પરાધીન હોવાથી નબળા છે, પાંગળા છે અને નબળા મનના માનવીને ચાલવાની શક્તિ છતાં, ચાલવાને માટે લાકડી વગેરેના ટેકા કે ઓથની જરૂર રહે છે. એમ આત્મા અમુક કોટિએ ન પહોંચ્યો હોય ત્યાં સુધી પોતાની શક્તિ પ્રગટ કરવા માટે તેને મન, વચન, કાયાના પુદ્ગલોનું આલંબન લેવું પડે છે. એના ટેકા વિના તે કોઈ વ્યાપાર કે શક્તિનું પ્રવર્તન કરી શકતો નથી, એવો સામાન્ય સિદ્ધાંત છે. સંસારી જીવોના સર્વ વ્યાપારો પુગલોના આલંબનથી જ થઈ શકે છે.
આપણે જે વિચાર કરીએ છીએ તે કંઈ એમને એમ નથી કરી શકતા. આપણે જે બોલીએ છીએ તે પણ એમને એમ બોલી નથી શકતા. આપણે જે હાલીએ ચાલીએ બેસીએ કે ઉઠીએ એ
| ક્રિયાઓ પણ આત્મા સ્વયં નથી કરી શકતો. પણ એ બધાયની પાછળ આત્મા તેને લાયક પદગલ પરમાણઓના સ્કંધ-જથ્થાઓના ગ્રહણની એક ક્રિયા કરે છે. એ ગ્રહણ કરેલા પગલોના ટેકા કે બળ દ્વારા ત્રણેય બળની ક્રિયાઓનું યોગ-વ્યાપાર પ્રવર્તન થઈ શકે છે. અલબત્ત આ પુદ્ગલ ગ્રહણ પરિણમનાદિ ક્રિયાઓને પ્રત્યક્ષ જોઈ શકવાની આપણી જ્ઞાન શક્તિના અભાવે જોઈ નથી શકતા પણ જ્ઞાનીઓ તેને અવશ્ય જોઈ શકે છે. વિશ્વ ઉપર કેટલાક પ્રાણીઓ એવા છે કે જે શરીર સાથે બોલવાનું તથા વિચારવાનું બળ ધરાવે છે. જ્યારે કેટલાક શરીરબળ સાથે બોલવાનું બળ ધરાવતા નથી અને કેટલાક વિચારબળ પણ ધરાવતા નથી. અસ્તુ!
(૧) મનોબળ–ભૂત ભાવિનો યથોચિત વિચાર કરી શકે તેવી શક્તિ. હવે એ બળનો ઉપયોગ શી રીતે થાય છે તે જોઈએ. જ્યારે વિચાર, મનન કે ચિંતન કરવું હોય ત્યારે આત્મા, કાયયોગ (જેને જે શરીર હોય તે શરીરના સમગ્ર ભાગ)ના આલંબન પ્રયત્ન દ્વારા આકાશમાં સ્વાત્મ પ્રદેશોને અવગાહીને રહેલા, મનન ચિંતનમાં ઉપયોગી (શાસ્ત્રીય ભાષામાં મનોવણાના) પુદ્ગલ પરમાણુઓના સ્કંધો-જથ્થાઓને ખેંચે, પછી જેવો વિચાર કરવો હોય તેવા વિચારરૂપે તેને પરિણમવેગોઠવે, એટલે તે પુગલોના આલંબન દ્વારા જીવ ઇષ્ટ વિચાર કરે, જેને મનોયોગ કહેવાય છે. હવે કરેલો એક વિચાર પૂર્ણ થયો કે તરત જ તે પુગલોને આત્મા કાયયોગ દ્વારા જ, પુનઃ છોડી દે છે, અને બીજા વિચારો માટે પુનઃ પૂર્વોક્ત પ્રકારનાં નવાં પુદ્ગલોને પૂર્વોક્ત રીતે ગ્રહણ કરે છે. છોડી દીધેલા એ પુદ્ગલ પરમાણુઓ વહેલા મોડા પાછા વિશ્વના વાતાવરણમાં ફેલાઈ જાય છે.
અહીંયા કાયયોગ દ્વારા પુદ્ગલ ગ્રહણ થાય છે અને મનોયોગ દ્વારા મનના પુદ્ગલોનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org