________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
અવતર— પર્યાપ્તિની વ્યાખ્યા દર્શાવી. હવે એ પર્યાપ્તઓમાંથી જ પ્રાણોની નિષ્પત્તિ થાય છે, એટલે પર્યાપ્ત એ પ્રાણનું કારણ અને પ્રાણો એ કાર્ય છે. એથી આ ગાથામાં પ્રાણો કેટલા છે તે દર્શાવી, કોને કેટલા પ્રાણ છે? તે જણાવે છે.
૬૪
पण इंदिअ ति बलूसा, आउ अ दस पाण चउ छ सग अट्ठ । इग दु ति चउरिंदीणं असन्नि सन्नीण नव दस य ॥३४० ॥ સંસ્કૃત છાયા—
पञ्च इन्द्रियाणि त्रीणि बलान्युच्छवास आयुश्वदशप्राणाः चत्वारः षट् सप्तअष्टौ । एकद्वित्रिचतुरिंद्रियाणां असंज्ञि - संज्ञिनां नव दश च ॥ ३४० ॥
શબ્દાર્થ
પળ Íવિત્ર=પાંચ ઇન્દ્રિયો તિવસ્તૃતા ત્રણ બલ અને ઉચ્છ્વાસ
બાપા આયુષ્ય ઞક્ષત્રિ=અસંશી
ગાથાર્થ પાંચ ઇન્દ્રિયો, મન, વચન અને કાય આ ત્રણ બળો, ઉચ્છ્વાસ અને આયુષ્ય આ દર્શને પ્રાણો કહેવાય છે. એમાં એકેન્દ્રિયને ચાર, બેઇન્દ્રિયને છ, તેઇન્દ્રિયને સાત, ચઉરિન્દ્રિયને આઠ, અસંશીપંચેન્દ્રિયને નવ અને સંશીપંચેન્દ્રિયને દસે પ્રાણ હોય છે. ।।૩૪૦॥
વિશેષાર્થ આ ગાથા ‘પ્રાણોને’ જણાવનારી છે, એટલે પ્રથમ પ્રાણ એટલે શું? તે સમજી લઈએ. ‘* ઉપસર્ગ પૂર્વક ‘અળ’—પ્રાળને ધાતુ ઉપરથી પશુ પ્રત્યય લાગતાં ‘પ્રાળ' શબ્દનું નિર્માણ થાય છે. અને પ્રાબિતિ નીતિ અનેનેતિ પ્રાણઃ—આ વ્યુત્પત્તિથી જેના વડે જીવાય તેને ‘પ્રાણ' કહેવાય એવો સ્પષ્ટાર્થ નિષ્પન્ન થાય છે.
આ પ્રાણ એક જ પ્રકારે છે કે અનેક પ્રકારે ?
આ પ્રાણ બે પ્રકારે છે. ૧. દ્રવ્ય (પ્રાણ) અને ૨. માવ (પ્રાણ)
દ્રવ્ય પ્રાણ કોને કહેવાય ?
૧. જેના સંયોગમાં આ જીવે છે, એવી પ્રતીતિ થાય કે વહેવાર કરાય તે.
૨. અથવા જેનો વિયોગ થતાં આ મરી ગયો' એવી પ્રતીતિ કે વ્યવહાર થાય.
૩. અથવા આ જીવ છે પણ અજીવ નથી. આ જીવ છે પણ મરેલ નથી એવી પ્રતીતિ કરાવનારાં બાહ્ય લક્ષણો તે.
૪. જેના યોગે આત્માનો શરીર સાથેનો સંબંધ ટકી શકે, તેને અથવા તેના યોગને પ્રાણ કહેવાય. ઇત્યાદિ.
Jain Education International
આવા દ્રવ્યપ્રાણોની સંખ્યા દશ છે. આ પ્રાણો જીવને જ હોય છે. જીવને છોડીને અન્ય કોઈમાં હોતા નથી. આ કારણે દ્રવ્ય પ્રાણોને જીવનાં બાહ્ય લક્ષણો તરીકે પણ ઓળખાવી શકાય. જીવનાં બાહ્ય લક્ષણો કયાં ? એના જવાબમાં દશ પ્રાણો, એમ કહી શકાય. ટૂંકમાં કોઈ પણ જીવના
For Personal & Private Use Only
www.jainelibrary.org