________________
५६०
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
श्री भीडभंजनपार्श्वनाथाय नमः पर्याप्ति सम्बन्धी स्पष्ट तारवणी - परिशिष्ट नं. १२
નોંધ : પર્યાપ્તિના વિષયમાં ઘણું વિશદ વિવેચન અપાઈ ગયું છે. પરંતુ તેની તારવણી કરીને સ્પષ્ટતાપૂર્વક અને સરલ કરીને અપાય તો આ વિષયને સમજવાનું વધુ સુગમ થઈ પડે, એટલે છૂટક છૂટક મુદ્દાઓ દ્વારા તે અહીં રજૂ કર્યું છે. પર્યાપ્ત* અને નામકર્મની પ્રકૃતિઓનો શો સંબંધ છે તે પણ સમજાશે.
*
કોઈપણ જીવ એક ભવમાંથી ચ્યવી એકેન્દ્રિય, બેઇન્દ્રિય યાવત્ સંશી પંચેન્દ્રિયના ભવ પૈકી કોઈપણ ભવમાં ઉત્પન્ન થાય એટલે તરત તે તે ભવપ્રાયોગ્ય આહા૨૫ર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ, શ્વાસોચ્છ્વાસપર્યાપ્ત, ભાષાપર્યાપ્તિ અને મન:પર્યાપ્તિ આ છએ પર્યાપ્તિઓનો અથવા જે ભવમાં જેટલી પર્યાપ્તિઓ હોય તેટલી પર્યાપ્તિઓનો ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી જ તે જીવને પ્રારંભ થાય છે. આત્મા ઉત્પત્તિસ્થાને જે ક્ષણે આવે છે તે જ ક્ષણથી કયા કયા પુદ્ગલોનું કેવાં કેવાં કારણે તેને ગ્રહણ થાય છે અને ગ્રહણ થયા બાદ એ પુદ્ગલોમાં કેવી કેવી–જીવન પર્યન્ત જેનાથી જીવી શકાય અને જીવનો કાર્ય વ્યવહાર ચાલી શકે એવી જીવનશક્તિઓ—પર્યાપ્તિઓ પ્રગટ થાય છે તે બાબતનો વ્યવસ્થિત ક્રમ આ પ્રમાણે છે.
આ ક્રમના નિરૂપણનો પ્રારંભ થાય તે પહેલાં કેટલીક મુદ્દામ હકીકતો જણાવવામાં આવે તો ક્રમનું નિરૂપણ સમજવામાં ઘણી સુલભતા થાય.
૧. કોઈપણ સંસારી જીવાત્મા કોઈપણ ગતિમાંથી આવીને આયુષ્યકર્મ તેમજ ગતિકર્મના બંધને અનુસારે નિશ્ચિત થયેલ ઉત્પત્તિસ્થાને ઋજુગતિથી અથવા વક્રગતિથી જે ક્ષણે આવે છે તે ક્ષણે તે આત્માને કાર્મણ કાયયોગ અવશ્ય હોય છે. કોઈપણ પ્રકારનો યોગ જો ન જ હોય તો આત્મા અક્રિય ગણાય. અને અક્રિય આત્મા કોઈપણ પ્રકારનાં પુદ્ગલો ગ્રહણ કરે નહિ. કાર્પણ કાયયોગ અથવા ઔદારિક કાયયોગ વગેરે કોઈપણ કાયયોગ હોય તો જ આત્મપ્રદેશો ચલિત અવસ્થાવાળા હોય છે અને એવી ચલિત અવસ્થાના કારણે જ આત્મા શરીરાદિ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે.
૨. ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી જ પ્રત્યેક જીવને તે તે ભવપ્રાયોગ્ય ઔદારિકશરીર‘લબ્ધિ, દવ—નારકીને વૈક્રિયશરી૨લબ્ધિ) ઇન્દ્રિયલબ્ધિ, શ્વાસોચ્છ્વાસલબ્ધિ, (બેઇન્દ્રિયથી અસંશી પંચેન્દ્રિય સુધી) ભાષાલબ્ધિ અને (સંશી પંચેન્દ્રિયને) મનોલબ્ધિ હોવા સાથે એ લબ્ધિના કારણભૂત ઔદારિકશરીર નામકર્મ, વૈક્રિયશરીર નામકર્મ, શ્વાસોચ્છ્વાસ નામકર્મ, મતિજ્ઞાનાવરણ—શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ વિશેષપણે અવશ્ય હોય છે.
૩. આહા૨૫ર્યાપ્તિનું કાર્ય ગ્રહણ કરાતાં શરીર યોગ્ય પુદ્ગલોને બલ અને રસના વિભાગમાં વહેંચવાનું છે. રસરૂપે વર્તતાં પુદ્ગલોને સાત ધાતુમય શરીરપણે પરિણમાવવા, એ શરીર૫પ્તિનું કાર્ય છે. સાત ધાતુરૂપે
Jain Education International
* શરીરપર્યાપ્તિ, કાયયોગ, કાયબલ, શરીરનામકર્મ એ ચારેય શું છે? તેનો પરસ્પર શું સંબંધ છે ? કાર્યકારણભાવ છે કે ભિન્ન ભિન્ન કાર્યના વાચક છે ? એ જ પ્રમાણે શ્વાસોચ્છ્વાસ પર્યાપ્ત, શ્વાસોચ્છ્વાસ પ્રાણ અને શ્વાસોચ્છ્વાસ નામકર્મ એ શું શું છે ? ઇત્યાદિ બાબતો પણ સમજવી જરૂરી છે.
+ યોગ્યતા.
For Personal & Private Use Only
www.jainelibrary.org