________________
पर्याप्ति संबंधी विशेष स्वरूप વર્ગણાના અને આહારકને આહારક વર્ગણાના હોય છે. પ્રથમ સમયે ગ્રહણ કરાતા આહાર પયાપ્તિનાં પુદ્ગલોમાં ત્રણેય વગણાઓમાંના હોય છે. આહારક શરીર અને મનઃપયપ્તિના પગલો શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. ઉશ્વાસ–ભાષા પયાપ્તિના પુદ્ગલોનું સ્થાન અકથ્ય છે. ઇન્દ્રિય પર્યાપ્તિનું સ્થાન શરીરના નિયત કરેલા (શરીરની ઉપર અને અંદર) ભાગમાં છે. વિશેષમાં જીભ-જિલ્લાઇન્દ્રિયના પુદ્ગલો બાહ્યાકારે દેખાતી જીભના સ્થાનવર્તી જ હોય છે. પણ સમગ્ર શરીરમાં નથી
છએ પર્યાણિ પુદ્ગલ સ્વરૂપ છે તે પયપ્તિ એ પુદ્ગલ સ્વરૂપ છે, અને તે કતત્માને કરણ–સાધનરૂપ છે. તથા તે કરણથી, સંસારી આત્માને આહાર ગ્રહણાદિ સામર્થ્ય–શક્તિ પેદા થાય છે અને તે કરણ–શક્તિ જે પુગલો દ્વારા રચાય છે તે આત્માએ ગ્રહણ કરેલા પુદ્ગલો જે તથાવિધ પરિણતિવાળા છે [કાણ કાર્યભાવથી] તેને જ પર્યાપ્ત શબ્દવડે બોલાય છે અને એ હેતુથી જ આ બધી જીવશક્તિઓ પુગલોનન્ય છે. કારણ કે જીવના સર્વ કંઈ પૌદ્ગલિક વ્યાપારો તે પુદ્ગલ સમૂહને અવલંબીને જ છે. જીવની જો કે સ્વયં શક્તિ અપાર અને અવાચ્ય છે, પરંતુ તે સિદ્ધાવસ્થામાં છે, જ્યારે સંસારીમાં તે શક્તિ પુદ્ગલ દ્વારા પ્રાપ્ત થતી હોવાથી તે પૌદ્ગલિક છે. “નિમિતે દિ સંસારીનાં વીમુપજાયતે” આ પ્રમાણથી.
પ્રાણનું કારણ પર્યાપ્તિ–પુનઃ આ પયપ્તિઓની રચના થતાં તેમાંથી આગલી ગાથામાં કહેવાતા જીવના દશ પ્રાણો ઉત્પન્ન થાય છે, માટે કારણરૂપ એવી પયપ્તિનું કાર્ય પ્રાણ જ છે. આ પ્રમાણે પયાપ્તિઓ અને તે સમ્બન્ધિત બાબતોનું વર્ણન પુરૂં થયું.
પર્યાપ્તિના અનુસંધાનમાં કંઈક કહેવા જેવું દેશ્ય અદશ્ય અખિલ (ચૌદરાજ લોકરૂ૫) વિશ્વમાં બે પ્રકારના જીવો છે. એક સિદ્ધ અને બીજા સંસારી. સિદ્ધાત્મા આ સંસારથી દવ, મનુષ્ય, નરક, તિર્યંચ, ગતિરૂપ) સર્વથા મુક્ત થયા હોય છે. હવે તેઓ ફરીને પુનઃ જન્મ ક્યારેય લેતા નથી, એવા આત્માઓને સિદ્ધાત્માઓ કે મુક્તિગામી આત્માઓ કહેવાય છે.
આ જીવોનું સ્થાન ક્યાં છે? એના સમાધાનમાં જણાવવાનું કે આ જીવો જે મોક્ષ પામી સિદ્ધ બની ગયા તેઓ આ બ્રહ્માંડમાં ચૌદરાજ લોકમાં અસંખ્ય આકાશ વીંધીને ઊધ્વતિઊર્ધ્વ–ન કલ્પી શકાય તેટલું દૂર સુદૂર જાવ (શાસ્ત્ર દષ્ટિએ સાતરાજ દૂર) ત્યારે અખિલ વિશ્વના ટોચ ભાગે પથ્થરની બનેલી ૪૫ લાખ યોજનની ગોળાકાર વિરાટ શિલા આકાશમાં અદ્ધર રહેલી છે. તેની ઉપર અનંતાનંત. સદાને માટે વિદેહી દેહરહિત અસંખ્ય પ્રદેશ૩૫ પ્રમાણવાળા. વિવિધ આકારના. આત્માઓ અનંતકાળ સુધી એક જ સ્થાને રહેનારા બની રહે છે. ત્યાં પહોંચેલાઓને ક્યારેય કોઈ કાળે ત્યાંથી જન્મ લેવા આ સંસારમાં અવતરવાનું નથી હોતું. શરીર છે ત્યાં સુધી જ સંસાર છે. - બધાય બંધનો અને દુઃખો છે. સંસાર છે એટલે કર્મો છે, કર્મો છે ત્યાં ચારેય ગતિઓ સ્થાનો–દેવ, મનુષ્ય, નરક, તિર્યંચમાં પરિભ્રમણ છે. અને ત્યાં સુધી બંધનો અને વિવિધ દુઃખોની પ્રાપ્તિ છે. આત્મા સત્રયત્નો સત્કર્મો દ્વારા જે ભવમાં–જન્મમાં કર્મનો સર્વથા અંત લાવી દે ત્યારે તે સીધો મોક્ષે પહોંચી જાય છે. અને સિદ્ધશિલા ઉપર, શિલાથી થોડે દૂર રહેલા આકાશવર્તી સ્થાનમાં જ્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org