________________
( ૫૯ ] # ભેગાભેગી બીજી ખાસ જાણી લેવા જેવી વાત પણ જાણી લઈએ જ | અમારા પ્રિય વાચકો તમો જૈનધર્મની પાયાની ટૂંકી ટૂંકી અને જાડી જાડી વાતો થોડી થોડી જાણી લેશો તો તમારી દષ્ટિનું ફલક થોડું વિસ્તૃત થશે અને શાસ્ત્રોની કે સંગ્રહણીની કેટલીક વાતોને સમજવામાં પણ બળ મળશે.
અત્યારે જૈન સિદ્ધાન્તની જૈન તત્ત્વજ્ઞાનની ચાર બાબતોને રજૂ કરું છું. જૈનો ૧. આત્મા ૨. કર્મ ૩. પરલોક અને ૪. મોક્ષ આ ચારને માને છે.
આત્મા– આત્મા એક શાશ્વત સનાતન દ્રવ્ય છે. તે અસંખ્ય પ્રદેશ (-પરમાણુઓ) થી યુક્ત છે. તે જડ નથી પણ ચૈતન્યમય છે. સંપૂર્ણ જ્ઞાનમય છે પણ અનાદિકાળથી કમને પરાધીન હોવાથી તૈજસ અને કામણ આ બે જાતના શરીરથી યુક્ત છે, એટલે આત્માનો મૂળભૂત સ્વભાવ શુદ્ધ, અશરીરી, નિર્મળ અને સંપૂર્ણ રીતે જ્ઞાનમય-ચૈતન્યમય છે પણ એ જ્ઞાનના પ્રકાશ ઉપર મિથ્યા બુદ્ધિ, અજ્ઞાન, અસંયમ, કષાયભાવો, પ્રમાદ, મોહ, માયા, મમતા વગેરે દૂષણો અને પ્રદૂષણોને કારણે પ્રથમ તો આત્મામાં રહેલા જ્ઞાનના મહાન જ્ઞાનપ્રકાશ ઉપર અનેક હિમાલયો જેવડા આવરણો ચઢી જવાથી તેનો જ્ઞાનપ્રકાશ ઢંકાઈ જાય છે. શરીરધારી હોવાથી તેની સ્વાભાવિક શક્તિઓ અને સ્વાતંત્ર્ય વગેરે ખતમ થઈ ગયું છે.
આ આત્મા અખંડ દ્રવ્ય છે. કોઈ પૂછે કે આત્મા કેવડો છે? તો આપણી એક આંગળીની પહોળાઈના અસંખ્યાતમાં ભાગ જેટલો છે. પોતે કરેલા પુણ્ય-પાપના કર્મબંધના કારણે તે તે ગતિની યોનિમાં સરકતો રહીને વિવિધ શરીરો દ્વારા ભિન્ન ભિન્ન આકૃતિવાળો થતો રહે છે. સર્વજ્ઞ સિવાય આત્માને કોઈ જોઈ શકતું નથી. પરન્તુ એના ચૈતન્ય કે એની ક્રિયાઓથી એનું અસ્તિત્વ છે એવો પ્રાયઃ સહુને અનુભવ થાય છે. નાસ્તિકો ભલે આત્માને ન માને પણ તે છે ને છે જ. આત્માની ટૂંકમાં ઓળખાણ કર્યા પછી કર્મની વાત ટૂંકમાં સમજીએ.
કર્મ – કર્મનો અર્થ અહીંયા ઉદ્યમ, પુરુષાર્થ કે ક્રિયા નથી કરવાનો. કમ એ પણ એક પગલ દ્રવ્ય છે. આ કર્મોના પ્રકારો અસંખ્ય હોય છે, પરન્તુ તેનું વર્ગીકરણ કરીને ફક્ત આઠ પ્રકારનાં કર્મ નક્કી કર્યો છે. એનું વર્ણન સંગ્રહણીમાં પાછળના ભાગમાં નમૂના રૂપે આપ્યું છે. આ કર્મ એક પ્રકારના સૂક્ષ્મ મુગલ પરમાણુઓ રૂપે છે. વિશિષ્ટ જ્ઞાની સિવાય એ યુગલને કોઇ જોઇ શકતું નથી. આ કર્મના અણુ-પરમાણુઓ કે એના જથ્થાઓ-સ્કંધો ચૌદરાજલોકરૂપ આકાશમાં સર્વત્ર ઠાંસી ઠાંસીને ભય છે. વિશ્વમાં રહેલા આ પરમાણુઓમાં સુખ દુઃખ આપવાની સ્વયં શક્તિ નથી, પરંતુ કોઇપણ જીવ સારા-નરસા વિચારો કરતો રહ્યો હોય તે વખતે શરીરની અંદર રહેલો આત્મા અદશ્ય રીતે આજુબાજુમાં વર્તતા પુગલ પરમાણુઓને આકર્ષે છે-ખેંચે છે, અને આત્માના પ્રદેશોની સાથે તેનું જોડાણ થાય છે. એ જોડાણની સાથે સાથે એ કર્મ પરમાણુઓમાં સુખદુઃખ આપવાની શક્તિ પેદા થાય છે, અને બંધાએલાં કર્મો તે તે કાળે ઉદયમાં આવે ત્યારે જીવને સુખદુઃખનો અનુભવ કરાવે છે.
પરલોક – જેનો પરલોકને પણ માને છે. મનુષ્યની દષ્ટિએ પરલોક એટલે બીજું સ્થાન એટલે કે દેવગતિ, નરકગતિ, તિર્યંચગતિ એ ત્રણે ગતિઓ. સાપેક્ષ દષ્ટિએ મનુષ્ય અને તિર્યંચ એને પણ પરલોક કહી શકાય. કેટલાક દર્શનકારો આત્માને માનતા નથી, કર્મને માનતા નથી અને પરલોકને પણ માનતા નથી. પણ ભારતીય જૈન, વૈદિક અને બુદ્ધ ત્રણેય ધર્મો પરલોકને માને છે. પરલોક છે છે અને છે જ. એક ગતિમાંથી બીજી ગતિમાં જો જવાનું ન હોય તો સારા નરસાં કર્મોનો ભોગવટો મર્યા પછી કયાં જઈને કરે ? છેલ્લાં ઘણાં વરસોથી જાતિસ્મરણ એટલે ગયા જન્મની ઘટનાઓના સેંકડો દાખલાઓ અખબારોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org