________________
५६८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह છે. એમાંય સ્ત્રી કરતાં પુરુષનું પ્રમાણ વધુ હોય છે. સ્ત્રી કરતાં પુરુષનું મન આવી બાબતમાં વધુ ઉર્મિશીલ, આવેશી, ઉતાવળીયું અને રાગ જાગે ત્યારે વિચાર અને વિવેકશૂન્ય બની જાય છે. પોતે કોણ છે તે દશાને, અને જે સ્થાનને કે જે સ્થિતિમાં છું ત્યાં તે શક્ય છે કે કેમ? તેનું સાનભાન વિસરી જાય છે. આ વિષયમાં એક ઘટના જોઈએ.
(૧) રાગદશાથી જલદી થતાં મૃત્યુ વિષે એક દાખલો જેમકે—કોઈ યુવાન પુરુષને કોઈ યુવતી ઉપર ખેંચાણ થતાં રાગ જન્મ્યો, પછી એ રાગમાં વાસનાની વિકૃતિ ભળી, અનાદિકાળજન્ય સંસ્કારને લઈને કામાગ્નિ પ્રજ્વલિત થયો. પાછા વળવાની કોઈ શક્યતા ન રહી, એટલે અગ્નિએ દાવાનળનું રૂપ લીધું. ઉંઘ, ભૂખ, તરસ, આનંદ બધું ખતમ થયું. પેલી સ્ત્રી કોઈ પણ સંજોગોમાં મળે તેમ ન હતી. છેવટે તેને યાદ કરી કરી, તેને અનુલક્ષીને જાતજાતના મનોરથોના મહેલો બાંધતો જ રહ્યો. એમાં એને નિષ્ફળતા મળવાથી એકદમ હતાશ થતાં મનથી ભાંગી ગયો, આવી વ્યક્તિ ટી. બી., ક્ષય, હાફિલ કે પછી આપઘાતને નોંતરે છે, અને બાંધેલી મૃત્યુની આયુષ્યકમની મર્યાદાને ટૂંકાવી નાંખે છે. કામશાસ્ત્રાદિકમાં કામીજનની દશ દશાઓ9 બતાવી છે તેમાં પણ અન્તમાં મૃત્યુ જ નોંધ્યું છે.
એ રીતે કોઈ યુવતીને કોઈ યુવાન પ્રત્યે રાગ થઈ ગયો. આ દેશની નારી જાત માટે યુવાન મેળવવો એ તો અતિ અશક્ય બાબત હોય છે. પછી તે કામવિહ્વળ નારી કામાગ્નિમાં જલતી મૃત્યુને કિનારે પહોંચે છે. આ રીતે બંને દષ્ટાંતો ઘટાવી લેવા.
લોકો દ્વારા કે છાપાઓ દ્વારા તમને પ્રેમમાં નિષ્ફળ જતાં કેટલાએ યુવાન-યુવતીઓના આપઘાતના કિસ્સાઓ વાંચો–સાંભળો છે. શાણા અને સમજુ જીવોએ તો શરૂઆતથી જ એ દિશા તરફ મનને દોડવા જ ન દેવું. કદાચ દોડી ગયું હોય તો મનની લગામને ખેંચીને પૂર્વવત્ જોરથી સ્થિર કરી દેવું અને સામી વ્યક્તિને એકદમ ભૂલી જવી, યાદ જ ન કરવી. એ તરફ પરામુખ બની જવું. એ આ ઘટનાનો બોધપાઠ છે. ધર્મોપદેશ અને સદ્વિચારોનો સહારો લઈ શકાય. વિદ્યાર્થી અપેક્ષા રાખે કે એકાદ નાનો દાખલો આપોને? તો વાંચો–
રાગ ઉપર પાણીની પરબવાળી સ્ત્રીનો બીજો દાખલો કોઈ ઠેકાણે યુવાન પહેલ કરે તો ક્યાંક યુવતી પહેલ કરે. પણ અહીં જે દષ્ટાંત નોંધું છું તે એકપક્ષીય એટલે એકતરફી જન્મેલી રાગદશાનું છે.
ઉનાળાની ઋતુમાં પ્રવાસ કરતો એક ફુટકડો, સુંદર, સશક્ત યુવાન માર્ગ ઉપર પાણીની ४८७. चिंतइ दुछ मिच्छइ, दीहं निससह तह जरे दाहे | भत्त अरोयण-मुर्छा-उम्माय-नयाणई मरणं ||१||
પ્રથમ રાગવાળી વ્યક્તિ માટે સતત ચિંતા–ધ્યાન, પછી રાગીને જોવાની ઇચ્છા, તે ન મળે એટલે દઈ નિસાસા, પછી તનમનના આ શ્રમમાંથી તાવનો પ્રારંભ થાય, પછી દાહ થાય, એટલે જઠરાગ્નિ મંદ પડે એટલે ભોજન પર અરૂચિ થાય, ખાવું ન ભાવે, પછી અશક્તિ આવે એટલે હિસ્ટોરિઆ ચક્કર, મૂચ્છ જન્મ, પછી ઉન્માદ થાય. પછી શરીર ધીમે ધીમે ઘસાતા અન્ને મરણને શરણ બની જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org