________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વકાગતિ કેવી રીતે બને છે?
ઊર્ધ્વલોકની કોઈ પણ દિશામાંથી અધોલોકની ઊલટી દિશામાં, અધોલોકની દિશામાંથી ઊર્ધ્વલોકની વિરુદ્ધ દિશામાં અથવા વિદિશામાંથી દિશામાં કે દિશામાંથી વિદિશામાં કોઈ પણ ભાગમાં ઉત્પન્ન થવા જવાનું હોય ત્યારે વળાંકો થાય છે ને તેથી વક્રાગતિ બને છે. એકવકા કેવી રીતે?
એક જીવ ઊર્ધ્વલોકમાં પૂર્વ દિશામાં મૃત્યુ પામ્યો, ઉત્પન્ન થવાનું સ્થાન અપોલોકમાં (ઊલટી) પશ્ચિમ દિશામાં છે, તો પ્રથમ પૂર્વમાંથી સીધે સીધો મૃત્યપ્રદેશની સમશ્રેણીએ અધોલોકમાં ઉતરી આવે, એ ક્યાં સુધી ઉતરે? તો અધોલોકમાં પશ્ચિમદિશામાં જે શ્રેણી પ્રદેશ ઉપર ઉત્પન્ન થવું છે તે શ્રેણી પૂર્વમાં જ્યાં સુધી જતી હોય ત્યાં સુધી, અહીં સુધી તો સીધો આવ્યો. હવે અહીં પૂર્વમાંથી વળાંક ખાઈને, સીધી જ શ્રેણીએ પશ્ચિમ દિશામાં ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. અહીં ઉપરથી નીચે પશ્ચિમ દિશાના ઉત્પત્તિ સ્થાનનું અનુસંધાન કરનારી શ્રેણી (અથવા સમશ્રેણી સપાટી) સ્થાને આવ્યો તેનો એક સમય અને ત્યાંથી વળાંક ખાઈ ઉત્પત્તિ સ્થાને પહોંચ્યો તે બીજો સમય આમ બે સમયવાળી એકવિગ્રહ વક્રી બને છે. દ્વિવકા કેવી રીતે?
આ ગતિ ત્રણ સમયની છે. એક જીવ ત્રસનાડીગત ઊર્ધ્વલોકની વિદિશા–અગ્નિખૂણામાં મૃત્યુ પામ્યો, એને ઉત્પન્ન થવાનું સ્થાન અપોલોકની વિદિશા–વાયવ્ય ખૂણામાં છે. એટલે વિદિશામાંથી મૃત્યુ પામી વિદિશામાં જ ઉત્પન્ન થવાનું છે. જીવ સમશ્રેણીએ જ ગતિ કરવાવાળો છે. તે સિદ્ધાંત પ્રમાણે, અગ્નિ ખૂણામાં જે શ્રેણી ઉપર છે તે જ શ્રેણીના પ્રદેશોની લાઈનને સ્પર્શ કરતો સીધો પૂર્વ દિશામાં પ્રથમ સમયમાં આવી ગયો. બીજા સમયમાં વળાંક લઈને પૂર્વમાંથી સીધો જ નીચે અધોલોકની પશ્ચિમ દિશામાં, અગ્નિ દિશામાંના ઉત્પત્તિ સ્થાનની જે શ્રેણી તે જ શ્રેણી ઉપર આવ્યો અને ત્યાંથી ત્રીજા સમયે વળાંક-કાટખૂણો થઈને ત્રસનાડીની જ અગ્નિદિશાના ઉત્પત્તિ સ્થાને પહોંચી ગયો. આમ અગ્નિથી પૂર્વમાં એક સમય, પૂર્વથી પશ્ચિમમાં નીચે ઉતરતા એકવઝા થઈ ને ત્યાં બીજો સમય થયો અને પશ્ચિમથી અગ્નિમાં જતાં બીજો વળાંક ને ત્રીજો સમય થયો. આ રીતે ત્રણ સમયની દ્વિવક્રાગતિ સમજવી.
આ ત્રસનાડીવર્તી જે ત્રસજીવો મરીને પુનઃ ત્રસ થનારા છે તે જીવોને વક્રામાં એક વક્રા અને દ્વિવક્રા આ બે જ ગતિ હોય છે. પછીની બે વક્રી હોતી જ નથી, કારણ કે ત્રસનાડીમાં મૃત્યુ પામેલા અને પુનઃ ત્રસનાડીમાં જન્મ લેનારા ત્રસ જીવોમાં વધુ વક્રા–વળાંકો કરવાનું હોતું જ નથી માટે એને ઋજુગતિ તો છે જ.
જે સ્થાવર જીવો છે, જે મરીને પુનઃ સ્થાવર થવાના હોય તેને ઋજુગતિ ઉપરાંત ચારેય વક્રાગતિ હોય છે. તેઓને તમામ ગતિઓ પ્રાપ્ત થાય છે. આ સ્થાવરોને ત્રિચક્ર અને ચતુર્વક્રા બે વધુ કહી તો કેવી કીતે? ત્રિવકા કેવી રીતે?
સ્થાવર જીવો તો ચૌદ રાજલોકમાં સર્વત્ર ઠાંસીઠાંસીને વ્યાપીને ભરેલા છે. તે ત્રસનાડીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org