________________
Jain Education International
સંપાદકીય
સંગ્રહણીની આ ત્રીજી આવૃત્તિ કોમ્પુટર પદ્ધતિએ તૈયાર કરવામાં આવી છે. અત્યારે વિ.સં. ૨૦૫૪ની સાલ ચાલે છે. વિ.સં.૧૯૮૮ ની સાલમાં મેં મારા હાથે કરેલાં ચિત્રો લીથો પ્રેસની પદ્ધતિએ તૈયાર કરાવ્યા હતા. પણ તે વખતે લીથો પ્રેસનું કામ જોઈએ તેવું સંતોષકારક થતું ન હતું. એટલે પછી અમારા એક ચિત્રકાર પાસે અમોએ આ ચિત્રો વિ.સં. ૨૦૦૩ માં બહુ સુંદર રીતે પદ્ધતિસર
નવા કરાવરાવ્યા.
પછી તે ચિત્રોનાં બ્લોકોનું કામ વિ.સં. ૨૦૧૭ માં મુંબઈમાં કરાવરાવ્યું એ બ્લોકોનું પ્રીન્ટ સંગ્રહણીની બીજી આવૃત્તિમાં મુકવા માટે કરાવરાવ્યું.
ત્યાર પછી કોમ્પુટર ટાઈપથી સુંદર રીતે સંગ્રહણી તૈયાર થઈ ત્યારે સૌને એમ થયું કે ચિત્રોને ઓફસેટ પદ્ધતિથી થોડા નવા સ્વરૂપમાં છપાવાય તો સારૂં. એટલે આ ત્રીજી આવૃત્તિમાં સંપૂર્ણ રીતે નહી પણ થોડી ઘણી રીતે ઓફસેટ પદ્ધતિએ થોડું ચિત્રોનું કામ કરાવ્યું છે. વાચકોને તે જરૂર ગમશે જ.
બીજી વાત ખાસ એ જણાવવાની કે લાખો-કરોડો કે અબજો માઈલની વસ્તુને એક નાનકડી સાઈઝમાં બતાવવી એ કોઈ રીતે જરા પણ શક્ય નથી જ. એમ છતાં વસ્તુનો કાંઈક સામાન્ય ખ્યાલ આપવા માટે નાની સાઈઝમાં ચિત્રો અહી આપવાનું ક્યું છે.
વિદ્યાર્થીઓને, સંગ્રહણીના પ્રશંસકોને થોડીઘણી પણ આછી ઝાંખી થાય એ માટે બાલચેષ્ટા જેવો પ્રયત્ન ર્યો છે.
આ જાતનાં પણ ચિત્રો આજ સુધીનાં સેંકડો વરસોમાં કોઈએ ર્યાં નથી. અમારા ક્ષયોપશમ પ્રમાણે પહેલી જ વાર ત્રણેય આવૃત્તિમાં પ્રગટ ર્યા છે.
આ ચિત્રોને કલરફુલ બનાવવામાં મુનિ શ્રી જયભદ્ર વિજયજીએ તથા ઉષા આર્ટના શ્રી અમીષ કાપડીયાએ પુરો સાથ અને સહકાર આપ્યો છે. તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
ચિત્રાલેખનમાં જે કાઈ ક્ષતિઓ, ડીઝાયનની કે રંગની લાગે તો તે માટે અમને ક્ષમ્ય કરે.
For Personal & Private Use Only
સંપાદકવિજય યશોદેવસૂરિ
www.jainelibrary.org