SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ बने गतिमां परभवायुष्यनो उदय अने आहार क्यारे ? વધુ સ્પષ્ટતા સાથે કેટલીક નવી સમજ પણ જાણવી જરૂરી છે. જીવ પુનર્જન્મ લેવા કે અપુનર્જન્મ (મોક્ષ) અવસ્થા મેળવવા જાય ત્યારે તેને બે ગતિ દ્વારા જવું પડે છે. એક ઋજુ અને બીજી વક્રા. ५५३ ઋજુગતિ તો તેના શબ્દના જ અર્થથી સમજાય છે કે તે સરલગતિ છે. મોક્ષે જનારો જીવ સર્વકર્મથી મુક્ત હોવાથી તેનું મૃત્યુ અને ઉત્પત્તિ બંને સ્થાન સીધી સમશ્રેણીએ જ હોય છે, જેથી તે મુક્તાત્મા એક જ સમયે સ્થૂલ કે સૂક્ષ્મ બંને પ્રકારના દેહનો ત્યાગ કરીને સીધો જ, એક જ સમયમાં પ્રાપ્ય સ્થાનપ્રદેશ ઉપર પહોંચી જાય છે, તેથી તેને એક જ સમયવાળી, ઇષ્ટ સ્થાને પહોંચાડનારી ઋજુગતિ જ હોય છે. પણ સંસારી જીવો તો દેહધારી છે તેથી તેને ઋજુ ઉપરાંત વક્રાતિ પણ હોય છે તેથી વક્રાના પ્રકારો, તેનો કાળ, આ અંતરાલ ગતિમાં આહારની વ્યવસ્થા વગેરે બાબતો અહીં કહેવાય છે. વગતિ— નામમાં જ વક્ર શબ્દ પડ્યો છે, તેથી તેની વ્યાખ્યા પણ અટપટી જ છે. ગતગાથામાં કહ્યું તેમ જીવને વક્રાગતિએ ઉત્પન્ન થવાનું હોય તો તેને સ્વકર્મોદયે વળાંકો એટલે માર્ગમાં કાટખૂણો કરીને ધપવું પડે છે. આવા વળાંકો કે કાટખૂણાઓ વધુમાં વધુ ચાર સુધી કરવાના પ્રસંગો બને છે તેથી એક પણ વળાંક વધુ હોતો નથી, ચોથો વળાંક પૂર્ણ થતાં સ્થૂલ દેહધારી બનવા ૫૨જન્મ ધારણ કરી જ લે છે. આથી એ થયું કે જે સંસારી જીવને વા તિથી ઉત્પન્ન થવાનું સર્જાયું હોય તે એક વળાંક ખાઈને ઉત્પન્ન થઈ જાય. દ્વિવાવાળાને બે વળાંક—કાટખૂણા કરવા પડે, ત્રિવાવાળાને ત્રણ અને ચતુર્વાવાળાને ચાર વળાંક થાય છે. આ વક્રાઓમાં કેટલા સમય જાય તો દરેક વક્રામાં એક સંખ્યા વધારીને કહેવું, એટલે એકવક્રામાં બે સમય, દ્વિવક્રામાં ત્રણ, ત્રિવક્રામાં ચાર અને ચારવક્રામાં પાંચ સમય મૃત્યુથી ઉત્પન્ન થવા વચ્ચે થાય છે. Jain Education International બે ગતિની જરૂર ખરી ? હા. ચેતન અને જડ કહો, અથવા જીવ અને પુદ્ગલ કહો, આ પદાર્થો ગતિશીલ છે. આ ગતિશીલ પદાર્થો સ્વાભાવિક રીતે જ ચોક્કસ નિયમપૂર્વક જ ગતિ કરનારા છે, અને એની સ્વાભાવિક ગતિ તો આકાશપ્રદેશની સમશ્રેણીને અનુસારે જ થાય છે (જે આકાશપ્રદેશ શ્રેણીને આપણે તો જોઈ શકતા જ નથી) અર્થાત્ દિશાઓની સમાનાન્તર થાય છે. એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊર્ધ્વ, અધો આ છમાંથી ગમે તે દિશામાં સમશ્રેણીએ થાય છે. પણ દિશાથી વિદિશામાં કે વિદિશામાંથી દિશામાં સીધે સીધી નથી હોતી. એટલે વિશ્રેણીગમન થતું નથી. પણ બધા જીવો માટે સમશ્રેણી ગતિ સંભવિત પણ નથી. એથી જે જીવો એ કર્મવશવર્તી છે તેમને તો વિશ્રેણીએ પણ ગતિ કરવી પડે છે, જેને આપણે વક્રાતિ કહેવી છે. ત્યારે વળાંક જ્યાં આવ્યો એટલે ગતિમાં એક સમયનો કાળ વધારે જવાનો જ એટલે જ ઉપર કહી આવ્યા કે એકવક્રાને સમય બે વક્રાને બે સમય જાય વગેરે. खे から For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy