________________
१४२
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह રૂ શીતોષ. એટલે જેનો સ્પર્શ કાં ઠંડો લાગે, કાં ગરમ લાગે, કાં ઠંડો, ગરમ બંને પ્રકારનો અનુભવ કરાવે છે.
કયા પ્રકારની યોનિ ક્યાં છે? અથવા તેના અધિકારી જીવો કયા છે? તો પ્રથમની ત્રણ નરક પૃથ્વીઓમાં નારકોનાં જે ઉપપાતક્ષેત્રો છે તે શીત યોનિ વાળા છે. બાકીનાં ક્ષેત્રો ઉષ્ણસ્પર્શે છે. જેથી શીત યોનિ જ નારકોને ઉષ્ણક્ષેત્રમાં આવે ત્યારે ત્યાંની ઉષ્ણવેદનાનો કટુ અનુભવ થાય છે. જેમ યુરોપ જેવા ઠંડા પ્રદેશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યને ઉષ્ણકટીબંધ જેવા દેશની ગરમી અસહ્ય લાગે તેમ. ચોથી પંકપ્રભાના ઉપરના ભાગમાં ઘણા ઉણ વેદનાવાળા નરકાવાસાઓની શીતયોનિ અને થોડા શીતવેદનાવાળા જીવોની ઉણયોનિ, આ પૃથ્વીમાં ઉપપાત ક્ષેત્રો સિવાયનાં સ્થળો બંને પ્રકારનાં (શીત–ઉષ્ણ) સ્પર્શવાળા હોવાથી બંને પ્રકારની વેદનાનો અનુભવ હોય છે. પાંચમી પૃથ્વીમાં ઘણા શીતવેદનાવાળા આવાસોની ઉણયોનિ, થોડા ઉષ્ણવેદનાવાળા આવાસોની શીત, એટલે છઠ્ઠી તથા સાતમી આ બને નરક પૃથ્વીઓમાં શીતવેદનાનો અનુભવ કરનારા નારકોની ઉષ્ણુયોનિ છે અને આ શીત યોનિ વાળા નારકોની વેદના અત્યન્ત દુઃસહ છે; અને ઉષ્ણુયોનિની વેદનાનો અનુભવ કરનારા નારકોની શીતયોનિ છે. આ નારકો તીવ્ર-અસહ્ય ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે.
અહીંયા પ્રતિકૂલ કમદયે યોનિના પ્રકારથી ઉલટો જ વેદનો ક્રમ સમજાવ્યો છે.
કેટલાક આચાય આદ્યની ત્રણ પૃથ્વીમાં ઉષ્ણુયોનિ, ચોથીમાં શીત અને ઉષ્ણ છે અને છેલ્લી ત્રણેમાં એક શીત યોનિ કહે છે. એ મતને ઉપેક્ષણીય ગણ્યો છે.
વળી તમામ દેવોની તથા ગર્ભજ તિર્યચપચેન્દ્રિય અને મનુષ્યોની મિશ્ર એટલે “શીતોષ્ણરૂપ સ્વભાવવાળી યોનિ છે, કારણ કે તેમનાં ઉપપાતક્ષેત્રો તેવાં જ સ્પર્શવાળાં છે. તેઉકાયની કેવળ ઉષ્ણયોનિ સ્પષ્ટ છે. શેષ પૃથ્વી, અપ, વાયુ, વનસ્પતિ, વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ તિર્યંચપંચેન્દ્રિય તથા મનુષ્યોની ત્રણ પ્રકારની છે એટલે તેમાં અમુક શીતયોનિ, અમુક ઉષ્ણ અને અમુક મિશ્રયોનિઓ છે. [૩૨૪]
અવતરણ – હવે મનુષ્યની સ્ત્રીની યોનિનો બાહ્ય (ઉપરનો) આકાર ભિન્ન ભિન્ન જીવાશ્રયી કેવો કેવો હોય છે તે કહે છે
हयगब्भ संखवत्ता, जोणी कुम्मुनयाइ जायंति । अरिहहरिचक्किरामा, वंसीपत्ताइ सेसनरा ॥३२५॥
સંસ્કૃત છાયાहतगर्भा शङ्कावर्ता योनिः कूर्मोन्नतायां जायन्ते । ઈ-—િજિરામ:, વંશીપત્રાયાં શેષના: //રૂરફા.
શબ્દાર્થ હયા બહતગભ
સંવત્તા=શંખાવત ૪૭૫. દિગમ્બર તત્ત્વાર્થ રાજવાતિકના મતે કેટલાક દેવોની શીત અને કેટલાકની ઉષ્ણ છે.
બનાવલિંકના મતે આ કોના માતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org