SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ आभ्यन्तर योनिनुं विविध स्वरुप ५३६ સાત લાખ, વનસ્પતિકાયની અઠ્ઠાવીસ લાખની છે. [અહીં સૂક્ષ્મ બાદરની ભિન્ન ભિન્ન જણાવી નથી.] બેઇન્દ્રિયની સાત લાખ, તેઇન્દ્રિયની આઠ લાખ, ચઉરિન્દ્રિયની નવ લાખ છે, તિર્યંચ પંચેન્દ્રિય જીવ પૈકી જલચરજીવોની સાડાબાર લાખ, ખેચરોની બાર લાખ, ચતુષ્પદ જીવોની દશ લાખ, ઉરપરિસર્પની દશ લાખ અને ભૂજરિસર્પની નવલાખ કુલકોટી છે. તેમજ મનુષ્યની બાર લાખ, દેવતાની છવ્વીસ લાખ અને નારકીની પચ્ચીશ લાખ કુલકોટી છે. એકંદર ૐ સર્વજીવોની કુલકોટીની સર્વસંખ્યા મળીને એક ક્રોડ સાડી સત્તાણું લાખ [૧૯૭ લાખ] છે. [૩૨૧–૩૨૨] અવતર— હવે પૂર્વોક્ત [આપ્યંતર] યોનિના જ સંવૃતાદિ ભેદો કહેવાય છે. संवुडजोणि सुरेगिंदिनारया, विअड विगल गब्भूभया ॥ ३२३॥ સંસ્કૃત છાયા– संवृतयोनयः सुरैकेन्द्रियनारकाः, विवृता विकलाः गर्भजानामुभया ॥ ३२३॥ શબ્દાર્થ વિજ્ઞડ વિદ્યાજ્ઞવિસ્તૃત વિકલેન્દ્રિયની ગભૂમયાગર્ભજની ઉભય સંવુડનોનિ=સંવૃત યોનિ સુરેîિવિનાવા=દેવ-એકેન્દ્રિય નારકોની ગાથાર્થ સંવૃતયોનિ દેવ-એકેન્દ્રિય નારક જીવોની અને વિવૃતયોનિ વિકલેન્દ્રિયની અને ગર્ભજ જીવોની ઉભય [સંવૃતવિવૃત] યોનિ છે. ૫૩૨૩॥ વિશેષાર્ય સંવૃત—એટલે સારી રીતે ઢાંકેલી. વિદ્યુત ઉઘાડેલી અને સંવૃત વિવૃત એટલે પૂર્વોક્ત બન્ને પ્રકારની અર્થાત્ મિશ્ર. ચારે પ્રકારના દેવો એકેન્દ્રિયો તે પૃથ્વી અપ્તેઉવાયુ અને વનસ્પતિ તથા સાતેય નારકોની સંસ્કૃત યોનિ છે. સંવૃતયોનિ કેવી રીતે ?—દેવલોકમાં દેવો દિવ્ય શય્યાઓમાં ઉત્પન્ન થાય છે. એ શય્યાઓ દેવદૃષ્ય વસ્ત્રોથી આચ્છાદિત હોય છે. એ દેવશય્યા અને આચ્છાદિત દેવદૂષ્ય વસ્ત્ર, બન્નેના અંતરમાં દેવોનો ઉપપાત થતો હોવાથી તેઓ આચ્છાદિતપણે ઉત્પન્ન થાય છે, માટે સંવૃતયોનિ કહેવાય. એવી રીતે એકેન્દ્રિયોની સંવૃતયોનિ તો સ્પષ્ટ ઓળખાતી નથી, તેથી અસ્પષ્ટયોનિ પણ સંવૃત જ ગણાય છે. સાતેય નારકોની સંવૃતયોનિ તે ઉપરથી સારી રીતે ઢંકાયેલા ગવાક્ષની કલ્પનાથી સમજાય તેમ છે, કારણકે નારકો ગવાક્ષની અંદર જ (નરકાવાસામાં) ઉત્પન્ન થાય છે, તેથી ઉપરથી આચ્છાદિત યોનિવાળા છે. વિદ્યુતયોનિ કેવી રીતે ?—વિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય આ ત્રણની વિવૃતયોનિ છે. જલાશયાદિના સ્થાનોની પેઠે તે સ્પષ્ટ ઉઘાડી દેખાય જ છે. ૪૭૩. આ કુલકોટીની સંખ્યા બાબતમાં આચારાંગાદિ ગ્રન્થોનું કથન ભિન્ન પડે છે. વળી લોકપ્રકાશમાં પણ દેવતાની કુલ સંખ્યા બાર લાખ કહી છે, વગેરે સંખ્યા બાબતમાં મતાંતરો છે. --કુલકોટીની ઉપર જણાવેલી વ્યાખ્યાથી વધુ સંતોષજનક વ્યાખ્યા જોવા મળતી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy