________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે કે, અંગુલમાપ આપણી આંગળીની પહોળાઈનું જ સમજવાનું છે. વહેવારમાં પણ ચાર–છ આંગળ પ્રમાણ લુગડું ભરવાનું હોય છે ત્યારે આંગળીની પહોળાઈથી જ મપાય છે. આથી જેઓ ઉત્સધાંગુલ ઊભી આંગળીના પહેલા વેઢા સુધી હોવાનું સમજે છે તે તેમનો ભ્રમ જ સૂચવે છે. અને અંગુલ ગણત્રી સાથે વેઢાનો કશો જ સંબંધ નથી અને એ માપ વહેવારુ પણ બની ન શકે, છતાં ઊભી આંગળી માપીને ઉત્સધાંગુલ’ નક્કી જ કરવું હોય તો આડા આઠ જવ મૂકીને તેની વચલી જાડાઈની શ્રેણીએ ખુશીથી કરી શકાય છે.
અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે “પ્રમાણાંગુલીના માપમાં લંબાઈ સાથે પહોળાઈની ગણત્રી પણ બતાવી છે, જ્યારે ઉત્સધાંગુલ અને આત્માંગુલમાં એ નથી બતાવી. એટલે આ બન્ને અંગુલો સૂચી શ્રેણીની જેમ, એક જ દીર્ઘ માપે સમજવામાં અને તે રીતે જ માપવાનાં છે.
છ ઉત્સધાંગુલે એક પાદ [પગનું માપ] થાય, બે પાદે એક વેંત, બે વેંત [વિસસ્તિ એક હાથ, ચાર હાથે એક ધનુષ્ય, બે હજાર ધનુષ્ય એક કોશ–ગાઉ, ચાર કોશે એક યોજન થાય છે. અત્યારે આ દેશમાં આ જ માપનો વહેવાર ચાલે છે.
પરમાણુની વ્યાખ્યા કહેવાઈ ગઈ છે. હવે ઉશ્લષ્ણશ્લેક્સિક, શ્લષ્ણશ્લણિકા તે પણ અત્યન્ત સૂક્ષ્મ થાય છે પરંતુ પરમાણુની અપેક્ષાએ ઉત્તરોત્તર અધિક માનવાળું માપ કહેવાય. ત્યારબાદ ઉર્ધ્વરyતે સ્વતઃ અથવા પરવાયુ આદિના પ્રયોગે ઊર્ધ્વ અધઃ અને તિર્યંગુ ગતિ કરતો અથવા જાળીયા, છાપરાનાં છિદ્રમાં સૂર્યનાં કિરણોમાં ઉડતી દેખાતી રજમાંનો એક કણ [રજકણ] તે. ત્રોને પરપ્રયોગે એટલે કે નગરાદિકના વાયુપ્રયોગે ગતિ કરનારો રજકણ. ર –રથ ચાલવાથી તેના પૈડાથી ઉડતી ધૂળની રજકણ તે. આ રજકણ કંઈક વધુ સ્કૂલ છે. [૩૧૬–૩૧૭]
અવતરણ– ઉત્સધાંગુલમાનને બતાવી, મૂલ ગાથાદ્વારા પ્રમાણાંગુલની વ્યાખ્યા કરે છે. चउसयगुणं पमाणं-गुलमुस्सेहंगुलाउ बोधव्वं । उस्सेहंगुल दुगुणं, वीरस्सायंगुलं भणियं ॥३१८॥
સંસ્કૃત છાયાचतुःशतगुणं प्रमाणांगुलमुत्सेधांगुलतो बोद्धव्यम् । उत्सेधागुलं द्विगुणं वीरस्यात्मागुलं भणितम् ॥३१८॥
શબ્દાર્થ૨૩યગુચારસોગણું
પHIMાતંત્રપ્રમાણાંગુલ ૪૬૯. અનુયોગદ્વારમાં–‘પાદ’ પછી અંગુલની સંખ્યાને દ્વિગુણ દ્વારા અન્ય માપો પણ દશવ્યિાં છે પણ શૈલીભેદ છે. પણ તત્ત્વથી તે એક જ છે. “ભરતનાટ્યમાં નીચે મુજબ પ્રકાર છે. अणवः अष्टौ रजः प्रोक्ती तान्यष्टौ बाल उच्यते । बालास्त्वष्टौ भवेल्लिक्षा यूकालिक्षाष्टकं भवेत् ॥ यूकास्त्वष्टौ यवः प्रोक्तः यवास्त्वष्टौ तथाङ्गुलम् । अगुलानि तथा हस्तश्चतुर्विंशतिरुच्यते ॥
ભિરતનાટય ૨,૧૪-૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org