SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ ઉત્સધાંગુલની વૃદ્ધિની શરૂઆત પરમાણુથી થાય છે. એ પરમાણુ બે પ્રકારનો છે, એક સૂક્ષ્મ પરમાણુ અને બીજો વ્યવહારિક પરમાણુ. તેમાં સૂક્ષ્મ પરમાણુની વ્યાખ્યા જણાવતાં જ્ઞાની મહર્ષિઓ કહે છે કે સૂક્ષ્મ પરમાણુ એક આકાશપ્રદેશ જેટલા પ્રમાણવાળો, જે પ્રમાણના બે વિભાગો કેવલજ્ઞાની પણ બુદ્ધિથી કરી શકે નહિ એવો અવિભાજ્ય, વળી અપ્રદેશી અને સર્વથી સૂક્ષ્મ છે. આવા સૂક્ષ્મ અનન્ત પરમાણુઓ એકઠા મળે ત્યારે [નિશ્ચયનયથી અનંત સૂક્ષ્મ પરમાણુઓનો બનેલો સૂક્ષ્મસ્કંધ થાય અને વ્યવહારનયથી] એક વ્યવહાર કે વ્યાવહારિક પરમાણુ બન્યો કહેવાય. અતિ તીક્ષ્ણ એવા ખગાદિ શસ્ત્રથી જે અણને છેદવાને, છિદ્ર પાડવાને કે ભેદવાને માટે અથત બે ભાગ કરવાને માટે કોઈ પણ શક્તિમાન નથી. તે અણુને પરમાણુ [ઘટાદિની અપેક્ષાએ સૂક્ષ્મઅણુ કહેવાય, એમ સિદ્ધ-સર્વજ્ઞ પુરુષો પોતાના જ્ઞાનચક્ષથી ખાત્રીપૂર્વક આપણને કહે છે, અને તેને સર્વ પ્રમાણોનો આદિભૂત અંશ કહે છે. સૂક્ષ્મપરમાણુની અપેક્ષાએ વ્યવહારિક પરમાણુના પણ બુદ્ધિથી જ્ઞાનીઓ અનંતા ભાગો પાડે છે અને વ્યવહારિક પરમાણુ પણ અનંતપ્રદેશી હોય છે. [૩૧૫] અવતર–હવે પરમાણુથી શરૂઆત કરીને ઉત્સધાંગુલનું માપ બતાવે છે. परमाणू तसरेणू, रहरेणू वालअग्ग लिक्खा य । जूअ जवो अट्ठगुणो, कमेण उस्सेहअंगुलयं ॥३१६॥ अंगुलछक्कं पाओ, सो दुगुण विहत्थी सा दुगुण हत्थो । चउहत्थं धणु दुसहस, कोसो ते जोअणं चउरो ॥३१७॥ સંસ્કૃત છાયાपरमाणुस्त्रसरेणू, रथरेणूलाग्रो लिक्षा च । यूका यवोऽष्टगुणो क्रमेण उत्सेधामुलकम् ॥३१६।। अगुलषट्कं पादो स द्विगुणो वितस्तिः सा द्विगुणा हस्तः । चतुर्हस्ता धनुः, द्विसहस्त्राणि क्रोशः ते योजनं चत्वारः ॥३१७।। શબ્દાર્થ – પરમાણૂપરમ અણુ-પરમાણુ ગૂગ –નવો જૂચવ તસંપૂત્રસ હિલતાચાલતો] રેણુ માણો આઠગુણા રહપૂ=રથરેણુ ડોદઅંગુનયં-ઉત્સધાંગુલ એક થાય વાનરવાલાઝ ગુનછ પાણોછ (ઉત્સધ) અંગુલે પગ તિવાલીખ સો ટુ વિદથી તે દુગુણ થતાં વેંત ૪૬૨. અનંતા સૂક્ષ્મ પરમાણુ વિસસા પરિણામથી સંઘાતવિશેષને જ્યારે પામે ત્યારે તેનો એક ‘વ્યવહારિક પરમાણુ' બન્યો કહેવાય.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy