________________
आत्मांगुल अटले शुं? तेना प्रकारो
५२७ માથાર્થ– આત્માગુંલથી વસ્તુ [એટલે કૂપ-તલાવાદિ, ઉત્સધાંગુલથી જીવોનાં શરીરો, અને પ્રમાણાંગુલથી પર્વત, પૃથ્વી, વિમાનાદિ મપાય છે. [૩૧૪||
વિશેષાર્થ- પ્રથમ આત્માગુલ એટલે શું? તો આત્માગુલનો શબ્દાર્થ–પોતાનું, અંગુલ છે. પોતાનું એટલે કોનું? તો જે જે કાળે (તે તે સમયની અપેક્ષાએ) શાસ્ત્રમાન્ય ઊંચાઈથી જે જે પુરુષો પ્રમાણોપેત ગણાતા હોય, તેઓનું આત્મીય–પોતાનું જે અંગુલ તેને જ અહીં આત્માગુલ સમજવું. અને તે ઉત્તમ પુરુષોના અંગુલના માપથી નિર્ણયભૂત થતી વસ્તુઓ આત્માગુલના પ્રમાણવાળી ગણાય.
જેમ ભરત–સગરચક્રના વારે ભરત તેમજ સગરના આત્માંગુલવડે આગળ કહેવાતી જે જે વસ્તુઓ મપાય તે, આત્માગુલ પ્રમાણવાળી ગણાય; કારણ કે તે સમયે ઉચિત માનવાળા તેઓ ગણાય છે. એ પ્રમાણે શ્રી વીરભગવાનના સમયમાં તે કાલોચિત પરમાત્મા શ્રીમહાવીરદેવના આત્માંગુલ વડે તે તે વસ્તુ મપાય.
આ આત્માગુલ તે તે કાલના પુરુષોના આત્મીય અંગુલાધીન હોવાથી, કાલાદિ ભેદ વડે અનવસ્થિત હોવાથી આ માપ અનિયત છે.
આત્માગુલ વડે કઈ કઈ વસ્તુ મપાય? આત્માગુલ વડે વસ્તુ માપવાનું કહ્યું તે વસ્તુ ત્રણ પ્રકારે છે. (૧) ખાત (૨) ઉસ્કૃિત અને (૩) ઉભય પ્રકારનું. એમાં વાતિ એટલે ખોદીને તૈયાર થતાં કૂવા, ભોંયરા, તળાવ વગેરે. આંતિ એટલે ઊંચાઈવાળા પદાર્થો તે ઘરો–પ્રાસાદાદિ ધવલગૃહો.
=એટલે ખાત અને ઉચ્છિત બંને જાતની વસ્તુ જેમાં હોય છે, તેવી વસ્તુમાં ભોંયરા સહિતનાં પ્રાસાદો, ગૃહો સમજવાં.
વધુ સ્પષ્ટતાથી કહીએ તો નગરો તથા જંગલનાં સર્વ જાતનાં જલાશયો, કૂવાઓ, જાતજાતની વાવડીઓ, સરોવરો, તળાવો, નદીઓ, સમુદ્રો, દ્રહો, ગુફાઓ, અશાશ્વતા પર્વતો, ખાઈઓ, વૃક્ષો, ઉદ્યાનો, ઉપવનો, નગરમાગું, રાજભવનો, લોકગૃહો, દુકાનો, વાહનો, પશુઓ, શરીરાદિકનાં માનો ઇત્યાદિ વસ્તુઓ તે તે કાલમાં શ્રેષ્ઠ ગણાતા પુરુષનાં અંગુલથી મપાય તેનું માપ નિશ્ચિત થાય છે, એમ જણાય છે.
પણ એટલો વિવેક સમજવો ઠીક લાગે છે કે, આત્માગુલ વડે મપાતી વસ્તુઓ અશાશ્વતી અને પ્રમાણાંગુલે મપાતી વસ્તુઓ શાશ્વતી સમજવી. ઉપર બતાવેલી વસ્તુઓ આત્માંગુલથી એટલા માટે માપવાની છે કે, એ વસ્તુઓ તે તે કાલના લોકોના શરીરાનુસારી માપ સાથે મેળ ખાતી જ હોવી જોઈએ. જો એમ ન કરે તો ઉત્સધાંગુલ કે પ્રમાણાંગુલની ગણત્રીથી માપો દર્શાવાય તો તે માટે ગોટાળા કે ભ્રમો ઊભા થાય ને વહેવાર ચાલવો મુશ્કેલ થઈ પડે.
૪૫૮. જે કાળને વિષે જે પુરુષો પોતાના અંગુલ પ્રમાણથી ૧૦૮ અંગુલ ઊંચા હોય તેઓનું અંગુલ તે જ આત્માગુલ કહેવાય. પરંતુ એથી જૂનાધિકપ્રમાણવાળાં પુરુષોનું જે અંગુલ તે આત્માગુલ નહીં પણ આત્માંગુલભાસ કહેવાય, એમ પ્રવચનસારોદ્ધારવૃત્તિ કહે છે. અને પ્રજ્ઞાપનાવૃત્તિકાર કહે છે કે જે કાળમાં જે મનુષ્યો હોય તેઓનાં અંગુલનું જે પ્રમાણ હોય તે અહીં આત્માગુલ સમજવું. આ રીતે બન્ને વચ્ચે ફરક રહે છે, કારણ કે પ્રવચનસારોદ્ધાર વૃત્તિકાર ૧૦૮ અંગુલની ઊંચાઈનું નિયમન કરે છે જ્યારે પ્રજ્ઞાપનાવૃત્તિકાર તેવું નિયમન કરતા નથી. તેથી જ તેઓ આ અંગુલને અનિયત ગણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org