________________
[ ૫૪ ) બીજાના ધર્મની માન્યતાને જુઠ્ઠી પાડવા અને શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા ડગમગી જાય માટે ખોટું પ્રચારવામાં આવે છે. મારી સમજ મુજબ આ માન્યતાને વહેતી મૂકવામાં અને પ્રચારવામાં મુખ્ય ફાળો આપણા એક ધર્મશ્રદ્ધાળુ પંડિતજીનો હતો. પંડિતજી કહેતા કે ક્રિશ્ચિયન લોકોનું , આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, અને આપણાં શાસ્ત્રો સામે એક ભયંકર કાવતરું છે. પંડિતજીએ ફેલાવેલી આ વાત બીલકુલ ગલત હતી. પૃથ્વી ગોળ છે એ એની ધરી ઉપર ફરે છે અને સૂર્ય-ચન્દ્ર સ્થિર છે એ માન્યતા તો (પ્રાયઃ) ઈ.સ.ની પાંચમી સદીમાં થએલા ખગોળશાસ્ત્રના પ્રથમ પંકિતના વૈજ્ઞાનિક ગણાતા એવા આર્યભટ્ટે એમના રચેલા ગ્રન્થમાં લખી છે. આર્યભટ્ટની પરંપરામાં એમની માન્યતાને વરેલા જેટલા શિષ્યો થયા તેઓએ આ માન્યતાને ખૂબ પ્રચારી હતી. કેટલાંક વરસો ગયા બાદ આર્યભટ્ટનું ખંડન કરનારો વર્ગ પણ આ દેશમાં જ ઊભો થયો. તેમને આર્યભટ્ટની માન્યતાઓને બરાબર ખંડન કર્યું. સહુ એક વાત બરાબર ધ્યાનમાં રાખો કે પૃથ્વી ગોળ છે અને ફરે છે એ માન્યતા પશ્ચિમની જ છે એવું નથી પણ ખરી રીતે ભારતની જ પુરાણી માન્યતા છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેયની શાસ્ત્ર માન્યતા વિરુદ્ધ માન્યતા ધરાવનાર વ્યક્તિ આપણા દેશની જ વ્યક્તિ હતી. પશ્ચિમની માન્યતા તો સેંકડો વરસ બાદ પંદરમી શતાબ્દીમાં ગેલેલીઓએ જાહેર કરી હતી. અરે ! ખુદ એમના મહાન ધર્મગ્રન્થ બાઇબલમાં પણ આપણી જ માન્યતા લખી છે અને આથી ખ્રિસ્તી વિજ્ઞાનીઓ પોતાનું જ ધર્મશાસ્ત્ર ખોટું પડશે કે શું તેઓ નહોતા સમજતા? પણ આ તો એક શોધની બાબત હતી. માત્ર જૈનો જ નહિ પણ વૈદિક અને બૌદ્ધો પણ પૃથ્વીને સ્થિર અને સૂર્ય-ચન્દ્રને ચર માને છે, એ ખાસ ધ્યાનમાં રાખવું ઘટે.
આ સંગ્રહણીમાં પરિશિષ્ટરૂપે ત્રણેય ધર્મની અને વૈજ્ઞાનિકોની માન્યતાનું તૈયાર કરેલું વિસ્તૃત ચર્ચા કરતું લખાણ આપવું હતું, પરંતુ ગ્રન્થનું કદ વધતું જતું હોવાથી બંધ રાખ્યું છે. સમય યારી આપશે તો ભૂગોળ ખગોળ ઉપર તટસ્થ રીતે, તાર્કિક એક લેખમાળા લખવાનું મન છે, તે વખતે તેમાં શેષ રહેલી વિગતો રજૂ કરીશ.
પ્રશ્ન :– જૈન શાસ્ત્રોમાં વર્તમાન ભૂગોળ માટે કોઇપણ જાતનો ઉલ્લેખ છે ખરો?
ઉત્તર :– આ માટેનો ઇસારા પૂરતો એક ઉલ્લેખ આચારાંગ નામના આગમસૂત્રની શીલાંકાચાર્ય કૃત ટીક, પ્રકાશક આગમોદય સમિતિ, પૃષ્ઠ ૨૬૫-૨૬૬, સૂત્ર ૧૯૯, ત્યાં મતાંતર આપતાં ટીકાકારે લખ્યું છે કે–“ભૂતિઃ શાંતિ મન-નિત્યં વનવાસ્તે, સાહિત્યનુ વ્યવસ્થિત વિ' ભૂગોળ-પૃથ્વી હંમેશા ફરતી છે અને આદિત્ય-સૂર્ય વ્યવસ્થિત–સ્થિર છે. આટલી જ નોંધ મળે છે, પણ પૃથ્વી સ્થિર છે એ વાત સાચી છે કે પૃથ્વી ફરે છે તે વાત સાચી છે? એ અંગે કશો નિર્ણય તો આપ્યો નથી પણ કંઇપણ ચર્ચા કરી નથી. ભૂગોળ વિષયમાં આ એક જ ઉલ્લેખ અત્યન્ત મહત્ત્વનો છે. સાતિશય જ્ઞાનીઓ થઈ ગયા, દેવતા પ્રસન્ન એવા આચાય પણ થઇ ગયા પરંતુ આ બાબતમાં જવાબ કેમ મેળવ્યો નહિ હોય? પરિણામે સેંકડો વરસોથી આપણી મુંઝવણ ઊભી રહી છે, અને ઉગતી યુવાન પેઢીની શ્રદ્ધાને નબળી પાડી રહી છે.
નવાઈની વાત એ છે કે શીલાંકાચાર્યજીએ પૃથ્વીને અન્ય મતે ગોળ જણાવી અટકી ગયા, જરાપણ નૂકતેચીની ન કરી. શું એમની સામે પણ એવાં કારણો હશે કે સ્પષ્ટ કંઈ લખી શકયા નહીં.
પ્રસ્તાવનાના ૫૧માં પેઇજ ઉપર ખુલાસો આ નામના મથાળા નીચે નિરંજનભાઈએ એક અંગ્રેજીમાં પુસ્તિકા બહાર પાડી એવી જે વાત લખી છે તે પુસ્તકનું નામ SUPER BLACK HOLE છે, અને ગુજરાતીમાં જે અનુવાદ બહાર પડયો છે તેનું નામ શ્યામ-ગત અવકાશી તમસ્કાય પ્રદેશ રાખ્યું છે. તેના કવર પેઈજ ઉપર ભારતીય જૈનધર્મની પ્રાગુ ઐતિહાસિક શોધ એમ છાપ્યું છે. બંને આવૃત્તિઓમાં સંગ્રહણી ગ્રન્થમાં છાપેલાં મારાં કેટલાંક ચિત્રો પણ તેમાં છાપીને મૂકયાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org