________________
उपपात व्यवनसंख्या तथा निगोदना गोलानु स्वरूप વિશેષાર્થઅહીં ગ્રન્થકારના “લિય’ શબ્દ વ્યવહારથી પાંચ પ્રકારના એકેન્દ્રિયમાંથી પ્રથમના ચારનું ગ્રહણ કરવું. જેથી પૃથ્વી, અ, તેલ, વાઉકાયના જીવો, સામાન્યતઃ સમયે સમયે અસંખ્યાતા ઉપજે છે અને અસંખ્યાતા અવે છે, પરંતુ ક્યારેય પણ એક, બે કે સંખ્યાતાની સંખ્યા હોતી નથી.
વનસ્પતિકાયના જીવો તો સદાએ સ્વસ્થાનની અપેક્ષાએ અનન્તા ઉત્પન્ન થાય છે અને અનન્તા ઔવે છે. પિરસ્થાનની અપેક્ષા લઈએ તો અસંખ્ય જીવોનું ઉપજવું અવવું થાય છે. કારણ કે સૂક્ષ્મ કે બાદર) નિગોદ વર્જીને શેષ ચારે નિકાય તથા ત્રસકાયના જીવોની સંખ્યા જ અસંખ્યાતી છે.]
હવે સ્વસ્થાનની અપેક્ષાએ અનન્તા કેમ ઉત્પન્ન થાય છે? તેનું સમાધાન એ છે કે એક એક નિગોદમાં વિવક્ષિત સમયે જે અનંત જીવો છે, તેમાંથી એક જ એટલે નિશ્ચિત કરેલા સમયે (સૂક્ષ્મ કે બાદર) નિગોદનો (અનંતજીવાત્મક) અસંખ્યાતમો ભાગ જ એક એક સમયમાં આવે છે. (મરણ પામે છે.) અને પુનઃ તે જ સમયે, અનંત જીવાત્મક એક અસંખ્યાતમો ભાગ પરભવમાંથી આવી ઉત્પન્ન થાય છે. એક નિગોદમાં અનન્તા જીવો અવન–ઉત્પત્તિમાં પ્રાપ્ત થાય છે તો સર્વ નિગોદોની વાત કરીએ તો તો પૂછવું જ શું?] એ પ્રમાણે પ્રતિસમય એકએક અસંખ્યાશ ઘટતાં ઘટતાં વિવક્ષિત નિગોદના સર્વ જીવો માત્ર અન્તર્મુહૂર્તમાં જ પરાવર્તન પામે છે, જેથી અન્તર્મુહૂર્ત વ્યતીત થતાં બીજે સમયે જોઈએ તો વિવક્ષિત નિગોદોમાં સર્વ જીવો નવા જ આવેલા હોય છે અને પૂર્વમાંનો એક પણ જીવ વિદ્યમાન હોય નહીં, એ રીતે જેમ એક નિગોદ અન્તર્મુહૂર્ત માત્રમાં સર્વથા પરાવર્તન પામે તેમ જગતની દરેક નિગોદ પણ અન્તર્મુહૂર્ત માત્રમાં પરાવર્તન પામે છે, એ પ્રમાણે સદાકાળ નિગોદો પ્રત્યેક અન્તર્મુહૂર્ત, સર્વથા નવી નવી ઉત્પન્ન થાય છે. પરંતુ તે નિગોદ કદી પણ જીવરહિત થતી નથી અને એથી જ આ જીવોનો જન્મ-મરણનો વિરહકાળ પણ હોતો નથી. [૨૯૯–૩૦૦].
અવતાર–નિગોદ ગોળકરૂપ છે, તો તે ગોળાની સંખ્યા કેટલી ? વગેરે સ્વરૂપને કહે છે. गोला य असंखिजा, अस्संखनिगोअओहवइ गोलो । एकेकम्मि निगोए, अणंत जीवा मुणेयव्वा ॥३०१॥
સંસ્કૃત છાયાगोलाच असंख्येयाः, असंख्यनिगोदकः भवति गोलः । एकैकस्मिन्निगोदे, अनन्तजीवा ज्ञातव्याः ॥३०१।।
| શબ્દાર્થ સુગમ છે. ગાથા –ગોલા અસંખ્યાતા છે, અસંખ્ય–અસંખ્ય નિગોદનો ગોલો એક થાય છે અને એકએક નિગોદમાં અનંતા જીવો જાણવા. li૩૦૧
વિશેષાર્થ- સમગ્ર લોકાકાશમાં ગોળાઓ ભરેલા હોવાથી નિગોદના સર્વ ગોળા અસંખ્યાત છે. એક એક નિગોદના ગોળામાં નિગોદીયા જીવના સાધારણ શરીરો અસંખ્ય અસંખ્ય છે, સિમાવગાહી
૪૭. પાંનિનોયોગો ળિો |
บ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org