________________
सिद्धगति अंगेनुं दसमुं परिशिष्ट
૪૪૭ આટલી હદે પહોંચ્યા છતાં પણ હજુ જીવનો મોક્ષ નથી થયો, કારણકે આઠ પૈકી ચાર ઘાતીકમ નષ્ટ થયાં પણ વેદનીય, આયુ, નામ, ગોત્ર, આ ચાર કમનો ઉદય ચાલું છે અને “મોક્ષ' તો સંપૂર્ણ કર્મના ક્ષયને જ કહેવાય છે જેને આત્મત્તિક કર્મક્ષય કહેવો છે. સામાન્ય રીતે તો પ્રતિસમયે સમયે નવાં નવાં કર્મનો ૮ અને બદ્ધકર્મનો અનેકશઃ ક્ષય તો થયા જ કરે છે. પણ નવીન કર્મબંધને અટકાવ્યા વિના અનુદાયમાન સત્તાગત પડેલાં પુરાણાં કમનો સર્વથા ક્ષય, અશક્ય હોઈ, આત્મત્તિક ક્ષય માટેની યોગ્યતા હજુ ઊભી જ થઈ નથી અને મોક્ષ પ્રાપ્તિ તો કૃત્નકર્મ ક્ષય વિના શક્ય જ નથી. એટલે કે ઉદયમાન, અનુદયમાન કર્મની નિર્જરા અને નવા કર્મ બાંધવાની યોગ્યતાનો અભાવ થવો જોઈએ. અહીં સર્વજ્ઞત્વ અને વીતરાગ– બંને વર્તે છે તેમ છતાં ચાર પંગ અઘાતી કર્મો જેનાથી આત્મા દેહ દ્વારા અન્યાન્ય પ્રવૃત્તિઓ કરી શકે છે તે તો વિદ્યમાન છે તેથી તે કર્મોનો પણ આત્મત્તિક ક્ષય કરી નાંખે છે એટલે આઠેય કમ આત્મપ્રદેશોમાંથી સર્વથા ક્ષીણ થઈ જાય ત્યારે જ “સંપૂર્ણ કર્મક્ષય થયો કહેવાય. હવે પછી કોઈ કાળે નવું કર્મબંધન થવાનું નથી, કર્મ નથી એટલે સંસાર નથી, સંસાર નથી એટલે “પુન નનનું પુનરપિ મળ'ની ઘટમાળ પણ નથી.
જેમ બીજ બળી જતાં અંકુરો ઊગતો નથી તે રીતે કર્મબીજ બળી જતાં જન્માકુર ઊગતો નથી, જેમ દગ્ધ કાષ્ટનો અગ્નિ ઉપાદાન કારણરૂપ કાષ્ઠસમૂહના અભાવે સ્વયમેવ નિવસિ પામે છે, તેવી રીતે સર્વ કર્મના ક્ષયથી કમરૂપ કાષ્ઠસમૂહના અભાવે તે આત્મા સ્વયમેવ નિવણ (મુક્તિ) પામે છે.
| સર્વ કર્મથી મુક્ત થતા આત્માનું અન્તિમ સમયનું કર્મ જે વખતે ક્ષય થાય, તે સાથે જ તે દેહમાંથી આત્મા નીકળી જાય છે. અન્તિમ પ્રસ્તુત શરીરનો ત્યાગ કરે છે. જે આકાપ્રદેશ પર રહીને મૃત્યુ થયું તે પ્રદેશોની સમશ્રેણીએ જ સીધો જ ચૌદ રાજલોકના ઊધ્વભાગે અન્તિમ સ્થળે વર્તતી સિદ્ધશિલા ઉપર જ્યાં અનંતાનંત સિદ્ધાત્માઓ રહે છે ત્યાં ઉત્પન્ન થઈ જાય છે અને ત્યાં સદાય અદાય—અચલ અવ્યાબાધ અનંત સુખનો ભોક્તા બની જાય છે.
આત્મા ગતજન્મના મૃત્યુસ્થાનથી ઊર્ધ્વલોકાન્ત જ્યારે ગતિ કરે છે ત્યારે એકીસાથે એક જ સમયે ત્રણ કાર્ય થાય છે. ૧ શરીરનો વિયોગ. ૨ સિદ્ધયમાનગતિ અને ૩ લોકાન્તપ્રાપ્તિ. આ એક અસાધારણ ઘટના છે; ને તે ચિંતન માગી લે તેવી વૈજ્ઞાનિક રહસ્યપૂર્ણ છે.
ઔદારિક શરીરનો વિયોગ થતાં આત્મા વિદેહી–અદેહી બને છે, એથી અનાદિકાળના અનર્થકારક દેહસંગથી છૂટતાં સદાયને માટે દુઃખમુક્ત બને છે.
આ ઊર્ધ્વગતિને સિદ્ધયમાનગતિ કહેલ છે. આ ગતિ ઊર્ધ્વ જ કેમ થાય ? તે માટે શા હેતુઓ છે તે દષ્ટાંત સાથે શાસ્ત્રમાં આપ્યાં છે. સિક્યમાનગતિના ચાર હેતુઓ–
૧ પૂર્વપ્રયોગહેતુ, ૨ અસંગહેતુ ૩ બન્ધ છેદહેતુ. ૪ ઊર્ધ્વગીરવહેતું.
9 પૂર્વપ્રથા-દ્રષ્ટાંત-પૂર્વબદ્ધ કર્મ છૂટી ગયા બાદ પણ, તે કર્મ છૂટતાં આવેલો વેગ આવેશ; અથવા પછીના કાર્યમાં સહાયક થનારી પૂર્વની ક્રિયા છે. અહીંઆ આ સમજવા કુંભકારના ચક્રનું દષ્ટાંત ઉપયોગી છે. જેમ કુંભાર હાથમાં લાકડીથી ચાક-ચક્ર ફેરવે છે અને પછી તે લાકડી અને હાથ બંને ઉઠાવી લે છે. પણ આ પૂર્વ ક્રિયા–પ્રયત્નથી જે વેગ આવેલ છે તેના બળથી ચાક જેમ સ્વતઃ ફરે છે, તેમ સર્વથા કર્મમુક્ત બનેલો જીવ પણ પૂર્વકર્મ-સંસ્કારજનિત આવેગને લીધે સ્વસ્વભાવનુસાર ઊર્ધ્વગતિ જ કરે છે અને તે ગતિનું કાર્ય લોકાત્તે પહોંચતાં જ પુરું થાય છે. કારણકે તેથી આગળ અલોક છે, અને ત્યાં ધમસ્તિકાયના અભાવે જીવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org