SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धगति अंगेनुं दशमुं परिशिष्ट ॥ पत्तनमंडन श्रीपंचासरापार्श्वनाथाय नमः ॥ * सिद्धो, तेमनुं स्थान अने परिस्थिति अंगेनुं परिशिष्ट सं. १० * જૈન શાસ્ત્રમાન્ય ચૌદરાજપ્રમાણ વિશ્વમાં અનંતાનંત જીવાત્માઓ છે. ચૈતન્ય સ્વરૂપે તેઓ સહુ સમાન છે. અનંતા જીવોને સુગમતા માટે શાસ્ત્રકારોએ બે વિભાગે વહેંચી નાંખ્યા છે. 9 સંસારી, ૨ સિદ્ધ. એમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના દેવ, નરક, મનુષ્ય અને તિયચ આ ચાર ગતિમાં વર્તતા જીવો “સંસારી’ કહેવાય છે. દ્રવ્યબંધ અને ભાવબંધથી થતું અન્ય જન્મોનું સંસરણ–ામણ બાકી હોવાથી તેઓને “સંસારી’ તરીકે ઓળખાવાય છે. આ જીવોના પ૬૩ ભેદો છે, આ ભેદ-પ્રભેદોની ગણત્રી કેવી રીતે છે તે “જીવવિચાર' નામના પ્રકરણ ગ્રન્થથી અભ્યાસીઓને જાણવા યોગ્ય છે. બીજા પ્રકારમાં આવે છે 'સિદ્ધો.’ જેમ સંસારી, એ પણ જીવો છે તે રીતે સિદ્ધો પણ જીવો જ છે. અહીં શંકા જરૂર થઈ શકે કે, સંસારી જીવોને તો ઇન્દ્રિયાદિ દશ પ્રાણો છે પણ સિદ્ધોને તો સિદ્ધાળ નથિ હો, ન ગાઉ છ જ નોળિગો આ કથનાનુસારે તેને પ્રાણો છે જ નહિ તો પછી તેને જીવ કેમ કહેવાય ? કારણકે જીવની વ્યાખ્યા નીતિ પ્રાન થાયતીતિ નીવ: | જે પ્રાણોને ધારણ કરે તે જીવ. જ્યારે અહીં તો એકેય પ્રાણ નથી તો શું સમજવું? આનું સમાધાન એ છે કે, “પ્રાણને ધારણ કરે તે જીવ' એમાં પ્રાણ આગળ કંઈ પણ વિશેષણ મૂકવામાં નથી આવ્યું. એથી અહીં પ્રાણોથી બાહ્ય દશ પ્રાણો જ સમજવાના નથી પરંતુ પ્રાણ તો બે પ્રકારના છે : ૧દ્રવ્યપ્રાણ, ૨ ભાવપ્રાણ. પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રાણો, મનઃપ્રાણ, વચનપ્રાણ, કાયપ્રાણ, ભાષાપ્રાણ અને શ્વાસોચ્છુવાસપ્રાણ આ દશ દ્રવ્ય કે બાહ્ય પ્રાણી છે, અને જ્ઞાનપ્રાણ, દર્શનપ્રાણ અને ચારિત્રપ્રાણ આ ત્રણ ભાવપ્રાણ છે. કર્મસંગજન્ય દ્રવ્યપ્રાણો ભલે સિદ્ધોને નથી, પરંતુ કમસંગના અભાવે સંપૂર્ણપણે પ્રગટ થયેલા ભાવપ્રાણો તો જરૂર છે જ, ભાવપ્રાણ એ જ સાચું ચેતન્ય છે. આમ સંસારી અને સિદ્ધો અને પ્રાણ ધારણ કરનારા છે. હવે સિદ્ધ અથવા મોક્ષ ક્યારે અને કેવી રીતે થાય અથવા મોક્ષ કોને કહેવાય? તે માટે તેની પૂર્વભૂમિકા સમજવી જરૂરી છે. જગતમાં જીવો અનંતા છે તેથી તે જીવોની કમ–પ્રવૃત્તિઓના પ્રકારો પણ અનંતા છે. એની અસરો અસંખ્યાતી છે, પરંતુ એ અસંખ્ય અનંતની અનંત વ્યાખ્યાઓ કંઈ થોડી જ થઈ શકે ? એટલે એ તમામ પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરીને એ કર્મોને આઠ પ્રકારે વહેંચી નાંખવામાં આવ્યા છે. ૧વિશેષ–જ્ઞાન–બોધગુણનું આવરણ કરે તે જ્ઞાનાવરણકર્મ ૨ સામાન્યજ્ઞાન–બોધને આચ્છાદિત કરે તે દર્શનાવરણ, ૩ સુખ કે દુઃખનો અનુભવ કરાવનાર તે વેદનીય, ૪ આત્માને મોહ–મૂંઝવણ, વ્યથા, વિકલતાઓ ઊભી કરાવનાર તે મોહનીય, પ ભવધારણ સ્થિતિ–મર્યાદા ઊભી કરનાર તે આયુષ્ય, ૬ જુદી જુદી ગતિ, જાતિ, વિવિધ શરીર આદિનું નિર્માણ કરનાર તે નામકર્મ. ૭ ઉચ્ચ અને નીચનો વહેવાર ઉત્પન્ન કરનારું તે ગોત્રકમ. ૮ દેવા–લેવામાં, કે વસ્તુના ભોગવટામાં કે શક્તિના ઉપયોગમાં વિઘ્ન કરનારું તે અંતરાયકર્મ. આ અષ્ટકમ પૈકી જ્ઞાનાવરણ, દશનાવરણ, મોહનીય અને અંતરાય આ કર્મ ઘાતી છે, બાકીનાં ચાર અઘાતી છે. “ઘાતી' એટલે આત્માના જ્ઞાન-દર્શનચારિત્રાદિક મૂલગુણોનો ઘાત કરે તે ઘાતી અને જે મૂલગુણોનો નાશ ન કરે તે “અઘાતી'થી ઓળખાવાય છે. આઠેય કમોંમાં રાજા, સેનાપતિ કે સરદારનું સ્થાન ધરાવનારું મોહનીય કર્મ છે. સંગ્રામમાં એનો પરાજય ન થાય ત્યાં સુધી બાકીનું લશ્કર જીતી શકાતું નથી, તેમ અહીંયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy