________________
मनुष्यगति अंगेर्नु परिशिष्ट सेरिसामंडन श्रीलोढण (सेरिसा) पार्श्वनाथाय नमः ।
॥ मनुष्यगतिना अधिकार प्रसंगे परिशिष्ट सं-६ ॥ આ ગ્રન્થમાં દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ આ ચાર ગતિ અને પંચમગતિ મોક્ષનું અને તેને અંગે ઉપયોગી અનેક વિષયોનું વર્ણન કરાયું છે, તેમાં સહુથી પ્રથમ ઊર્ધ્વ અધોસ્થાને રહેલા દેવલોકનું વર્ણન કર્યું. જેમાં પ્રાસંગિક ખગોળ સંબંધી હકીકત પણ જણાવી. ત્યારબાદ અધોવર્તી દેવલોકની સાથે જ શરૂ થયેલી નરકગતિનું વર્ણન પણ કર્યું. હવે તિલોકવર્તી રહેલી મનુષ્યગતિની કેટલીક હકીકતોનું સંક્ષિપ્ત વર્ણન કરવાનું છે. મનુષ્યગતિમાંથી જ કોઈપણ જીવનું મુક્તિગમન થતું હોવાથી આ મનુષ્યગતિ વર્ણન પ્રસંગમાં સાથે સાથે સિદ્ધશિલા અને મુક્તાત્મા સંબંધી હકીકતને પણ દશમા પરિશિષ્ટ દ્વારા કહેશે.
જો કે મનુષ્યગતિ સંબંધી હકીકત જીવવિચાર, દંડક પ્રકરણમાં આવી જ ગઈ છે અને આ ગ્રન્થનું અધ્યયન એ ગ્રન્થો ભણ્યા પછી જ (પ્રાયઃ) થતું હોઈ તે હકીકતને પુનઃ જણાવવાની બહુ અગત્ય નથી, પણ કદાચ કોઈ સીધે સીધી જ આ ગ્રન્થના અભ્યાસી થતી એવી જૈન-જૈનેતર વ્યક્તિઓ માટે તેનું પુનરાવલોકન કરવું સમુચિત માનીને ટૂંકી જરૂરી સમાલોચના કરી લઈએ.
પ્રથમ તો ચૌદરાજલોકપ્રમાણ ગણાતી વિરાટ દુનિયામાં સહુથી ઓછામાં ઓછું વસવાટ ક્ષેત્ર મનુષ્યોનું
તિ તેઓ તિચ્છલોક ઉપર રહેલા અસંખ્ય દ્વીપસમદ્ર પૈકી માત્ર અઢીદ્વિીપ ક્ષેત્રમાં જ રહેલા છે, જેની અંદર આપણે પણ રહીએ છીએ તે જંબૂદ્વીપ, (લવણસમુદ્ર પછીનો) બીજો ધાતકીખંડ દ્વીપ અને ત્યારપછી (કાલોદધિ સમુદ્ર પછી આવેલા પુષ્કરવરદ્વીપનો અર્ધભાગ હોવાથી) અર્ધપુષ્કરદ્વીપ આ પ્રમાણે અઢીદ્વીપ જેટલી જ જગ્યા મનુષ્યોને રહેવાની છે. જંબૂદ્વીપ ૧ લાખ યોજનાનો ને ત્યારપછીના એક એક સમુદ્ર–પો દ્વિગુણ–દ્વિગુણ પ્રમાણવાળા છે.
આ અઢી દ્વીપમાં વસતા મનુષ્યો બે પ્રકારના છે. ૧ આર્ય અને ૨ સ્વેચ્છ. આ કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે અને અનાર્યો અકર્મભૂમિ અને અન્તર્કંપમાં ઉત્પન્ન થાય છે.
મિ-એટલે જ્યાં કર્મ કહેતાં ક્રિયા-વ્યાપારો વર્તતા હોય, અસિ, મસી, કૃષિ એટલે શસ્ત્રો, વિદ્યા, કળા, શિલ્પ, ખેતી વગેરેની અનેક પ્રવૃત્તિઓ ચાલતી હોય, તેમજ જ્ઞાન અને ચારિત્રની જ્યાં ઉપાસનાઓ થતી હોય છે. આવી ભૂમિઓ કુલ પંદર છે. જેમાં પાંચ ભરત ક્ષેત્રો, પાંચ ઐરાવત ક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રોનો સમાવેશ છે. જંબુદ્વીપમાં એક ભરત, ઐરાવત અને એક જ મહાવિદેહ છે. જ્યારે ધાતકીખંડ અને અર્ધપુષ્કર, આ દ્વીપો તો વલયાકાર હોવાથી બંને બાજુએ તે ક્ષેત્રોનું સ્થાન હોવાથી, એક જ નામના બંને બાજુના થઈને બબે ક્ષેત્રો રહેલાં છે.
કર્મભૂમિ કોને કહેવાય?-કર્મભૂમિથી વિપરીત એટલે જ્યાં અસિ, મસી, કૃષિ આદિ કોઈપણ પ્રકારની ક્રિયા કે વ્યાપારો સર્વથા નથી, વળી શ્રત અને ચારિત્ર ધર્મની પણ પ્રાપ્તિ નથી, આવી ખૂબ આશ્ચર્ય પમાડે તેવી આ અકર્મભૂમિ હોય છે. આ ભૂમિમાં ઉત્પન થનારાઓ યુગલિકો જ હોય છે. તેથી તે ભોગભૂમિ અથવા યુગલિક (જુગલીઆ) ક્ષેત્રો તરીકે ઓળખાય છે. યુગલિક એટલે યુગલપણે જે જન્મે, ને તભૂમિયોગ્ય વહેવાર કરે છે. એ ભૂમિની સ્ત્રીઓ મૃત્યુ આડા છ માસ બાકી રહે ત્યારે એક જ વખત પ્રસૂતા બને છે, ને તે વખતે નર-નારીનું એક જ જોડલું પ્રસરે છે, ને તે જ મોટા થતાં પતિ-પત્ની બને છે. આ ભૂમિનો આવો જ પરાપૂર્વથી વહેવાર પ્રવર્તે છે. એ ભૂમિમાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષો છે. અને તે વૃક્ષો જ યુગલિકોની ઈચ્છા મુજબ પહેરવા-ઓઢવા, ખાવા-પીવા, સુવા-બેસવા, પ્રકાશ-સંગીત આદિ ભોગ-ઉપભોગ માટેનાં તમામ સાધનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org