________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૧૩. વાર્ધહીન— એટલે મહાન સ્થપતિશિલ્પી, સમગ્ર સુથારમાં શ્રેષ્ઠ, ચક્રીના મહેલો, પ્રાસાદો, ગૃહો તથા સૈન્યને માટેનાં નિવાસસ્થાનો, ગામ, નગરોને તૈયાર કરી આપનાર, ૩૯૭પૌષધશાળાને એક જ મુહૂર્તમાં વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ, યથાર્થ રીતે વ્યવસ્થિત બનાવનાર હોય છે. બાંધકામ ખાતાનો અધિષ્ઠાતા આ પુરુષ હોય છે. વળી જ્યારે ચક્રી તમિસ્રા—ખંડપ્રપાતગુફામાં જાય ત્યારે સમગ્ર સૈન્યને સુખે ઉતરવા સારું ઉન્મના તથા નિમગ્ના નામની મહાનદી વગેરે ઉપર કામય મહાન સેતુ—પૂલોને બાંધનાર.
૩૯૮
४६०
૧૪. સ્ત્રીરત્ન— તે મહાન વિદ્યાધરો તથા અન્ય નૃપતિઓના ઉત્તમ ગૃહે ઉત્પન્ન થાય છે. તેનામાં છ ખંડની નારીઓના એકત્રિત તેજપુંજ જેટલું તેજ, દિવ્યરૂપાદિક હોય છે. સામુદ્રિક શાસ્ત્રમાં કલ્પેલા સંપૂર્ણ સ્ત્રીલક્ષણો યુક્ત, માનોન્માન પ્રમાણયુક્ત, મહાદેદીપ્યમાન અને સર્વાંગસુંદર હોય છે. સદા અવસ્થિત યૌવનવાળું, રોમનખ ન વધે તેવું, ભોક્તાના બલની વૃદ્ધિ કરનારું, દેવાંગના જેવું, સ્પર્શ કરતાં સર્વ રોગને હણનારું અને કામસુખના ધામસમું મહાઅદ્ભુત હોય છે. આ સ્ત્રી (રત્ન)ને ચક્રી મૂલ શરીરે ભોગવે તો પણ કદાપિ ગર્ભોત્પત્તિ થતી નથી. ગર્ભાશયની ગરમીના કારણે ગર્ભ રહી શકતો જ નથી. ગરમીના ઉદાહરણમાં કુરુમતી નામની સ્રીરત્નનો સ્પર્શ થતાં લોહનું પૂતળું પણ દ્રવીભૂત થઈ ગયું હતું તે દાખલો પ્રસિદ્ધ છે. કૃતિ વેન્દ્રિયનાનિ
આ પ્રમાણે ૮–૧૧–૧૨–૧૩–૧૪ની સંખ્યાવાળાં સેનાપતિ આદિ પાંચ મનુષ્યરત્નો પોતપોતાના નગરને વિષે ઉત્પન્ન થાય છે અને તેઓ સ્વકાલિક ઉચિત દેહપ્રમાણવાળાં હોય છે.
આ પ્રમાણે આ સજીવ ચૌદરત્નો સદા શાશ્વતા, દરેક ચક્રીને પ્રાપ્ત થનારા, પ્રત્યેક એક એક હજાર યક્ષોથી અધિષ્ઠિત હોય છે. એટલે તેના કાર્યની સહાયમાં તેટલા મદદગાર હોય છે. તેથી જ તે રત્નો સર્વત્ર વિજય અપાવનાર અને સર્વદા મહાસુખોને આપે છે પરંતુ પાપયોગે કદાચ તે દૂર ખસી જાય તો દેવપ્રભાવરહિત એવાં તે રત્નો [સભૂમનો જેમ દેવે પકડેલું ચર્મરત્ન છોડી દેવાથી નાશ થયો હતો તેમ] હાનિકારક પણ બને છે. ચક્રવર્તી આ રત્નોને બહુમાનપૂર્વક સાચવે છે—૨ક્ષે છે—સેવે છે અને કારણ પડે યથેષ્ટ ઉપયોગમાં લે છે. જઘન્યથી જંબૂદ્વીપમાં એકીસાથે ચાર ચક્રીઓ હોઈ શકે એ દૃષ્ટિએ તે વખતે ૪×૧૪=૫૬ રત્નો અને ઉત્કૃષ્ટકાળે મહાવિદેહના ૨૮ વિજયોમાં ૨૮, ભરત—ઐરવતના એક એક એમ ૩૦ ચક્રીઓ વર્તતા હોય, ત્યારે સમકાળે ૩૦×૧૪=૪૨૦ રત્નો હોઈ શકે છે. [૨૬૭] (પ્ર. ગા. સં. ૬૪)
અવતર— હવે ચક્રીના નવ નિધિની હકીકત પ્રક્ષેપક ગાથાથી કહેવાય છે.
૩૯૭. પૌષ ધત્તે કૃતિ પૌષધઃ—જે ધર્મની પુષ્ટિ કરે તેવી ક્રિયા. તે પૌષધ’ તે ચાર પ્રકારનો હોય છે. તપ કરવો, શરીરસત્કાર ત્યાગ, બ્રહ્મચર્યપાલન અને પાપમય આચરણનો ત્યાગ, ટૂંકમાં જેમાં સાધુજીવનનો સ્વાદ અનુભવાય તે. જૈનો પર્વ દિવસોમાં ધર્મગુરુ પાસે જઈને આ આરાધના કરે છે.
૩૯૮. આ કાર્ય વાર્ધકીરત્નનું છે એવું આવશ્યકચૂર્ણિ જણાવે છે. ૩૯૯. વધુ વર્ણન જંબૂ પ્રશ૦ લોકપ્રકાશાદિકથી જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org