________________
४५८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વાવેલા ધાન્ય–શાકાદિકને તરત જ ઉગાડનારું, શીધ્ર પ્રયોજન હોય તો વાવેલા ધાન્ય–શાકાદિકને સાંજે ને સાંજે જ લણી લેવા યોગ્ય કરનારું અને વૈતાઢ્ય પર્વતની ઉત્તર દિશાએ વસેલા મ્લેચ્છ રાજાઓ સાથે યુદ્ધ થતાં, ચક્રીને પરાસ્ત કરવા મ્લેચ્છો પોતાથી આરાધિત કરાયેલા મેઘકુમાર અસુરો પાસે મેઘવૃષ્ટિ કરાવે છે તે પ્રસંગે એ વૃષ્ટિથી બચવા ઉપરના ભાગે ઢાંકણ સમું છત્ર રત્ન અને નીચે “ચર્મરત્ન વિસ્તારી તે ચર્મરત્ન ઉપર ચક્રીની મહાસેનાને સ્થાપી, ચારે બાજુથી સંપૂટ બનાવી દેવાય છે, પછી પ્રસ્તુત છત્ર રત્નની સાથે વચમાં મણિરત્ન બાંધવામાં આવે, જેથી ૧૨ યોજનના સંપૂટમાં સર્વત્ર સૂર્યવત્ પ્રકાશ પડે છે, જેથી સંપૂટમાં ગમનાગમન સુખરૂપ થઈ શકે છે. આમ એક વિરાટ તંબુ જેવો દેખાવ થઈ જાય છે.
૬. ત્રિ-તલવાર જેવું આ રત્ન પણ આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. યુદ્ધમાં અપ્રતિહત શક્તિવાળું છે. તીક્ષ્ણ ધારવાળું, શ્યામવર્ણનું, પર્વત–વજાદિક જેવી દુર્ભેદ્ય વસ્તુને, ચર કે સ્થિર જાતના પદાર્થને ભેદનારું, અદ્ભુત વૈડૂયદિરનૂલતાથી શોભતું, સુગંધીમય તેજસ્વી હોય છે.
૬. વિજળી ત્ર-આ રત્ન ખડકોને પણ ભેદી શકે તેવું ચક્રીના કોશ-લક્ષમીભંડારમાં ઉદ્દભવે છે. તે વિષહર, અષ્ટજાતિ સુવર્ણોનું બનેલું છે., છ દિશાએ છ તલોવાળું તેથી જ પાસાની જેમ સમચતુરસ્ત્રાકાર, ૧૨ હાંસ ને ૮ કર્ણિકાવાળું, ૮–૩–૬ ઈત્યાદિ અનિયમિત તોલા ભાર પ્રમાણનું, સોનીની એરણ જેવું હોય છે. ચંદ્રી દિવિજય કરવા જાય ત્યારે ઉત્તર ભારતમાં જવા આવવામાં આડા પડેલા વૈતાઢ્ય પર્વતની ગુફાઓમાં સૂર્યચન્દ્રના પ્રકાશના પ્રવેશ વિનાની,ઘોર અંધકારમય ગુફાના માર્ગને સદાકાળ પ્રકાશમય કરવા મહાગુફાઓની પૂર્વ-પશ્ચિમ બન્ને બાજુની ભીંતો ઉપર વૃત્ત અથવા ગોમૂત્રાકારે આ કાકિણીરત્નની અણીથી ૪૯ મંડળો આલેખવામાં આ રત્નનો ઉપયોગ થાય છે. આ રત્નથી ઓળખેલા (કોતરેલા) મંડળો દિવ્ય પ્રભાવથી પ્રકાશમય થયા થકાં ચક્રવર્તીની હયાતિ પર્યત અવસ્થિત પ્રકાશ આપનારાં બને છે, જેથી લોકોને ગમનાગમનનો માર્ગ સુખરૂપ થાય છે. વળી ચક્રીના સ્કન્ધાવાર–છાવણીમાં રહ્યું થયું, તેના હસ્ત–સ્પર્શથી ૧૨ યોજન સુધી પ્રકાશ આપી રાત્રિને પણ દિવસ બનાવી દે છે. વધુમાં સર્વ તોલા [માપવાના કાટલા] ઉપરનો વજનમાનનો આલેખ કાકિણીથી કરવામાં આવે છે, ત્યારે જ તે પ્રમાણભૂત ગણાય છે.
૭. માત્ર—આ પણ કોશાગારરૂપ લક્ષ્મીભંડારમાં ઉત્પન્ન થનારું, નિરુપમ કાન્તિયુક્ત, વિશ્વમાં અદ્ભુત, વૈડૂર્યમણિની જાતિમાં સર્વોત્તમ, સર્વપ્રિય, મધ્યમાં વૃત્ત અને ઉન્નત છ ખૂણાવાળું, દૂર સુધી પ્રકાશ દેનારું, શોભતું હોય છે. આનો ઉપયોગ જ્યારે સૈન્યરક્ષણ કરવા ચર્મરત્ન અને છત્રરત્નનો સંપૂટ બનાવવાનો હોય ત્યારે સંપૂટમાં ઉદ્યોત કરવા માટે છત્રરત્નના તુમ્બ સાથે બાંધવામાં આવે છે. અથવા તમિસ્ત્રાગુફામાં પ્રવેશ કરતી વખતે હસ્તિ ઉપર બેઠેલો ચકી, હસ્તિના દક્ષિણ કુંભસ્થલે દેવદુર્લભ એવા મણિરત્નને રાખીને પ્રકાશને ૧૨ યોજન સુધી પાથરતો, પોતાની આગળ
૩૯૫. આ રત્ન પૃથ્વીકાયમય છે, તો પણ તે ચર્મચામડાના જેવા મજબૂત તલીયાવાળું અને જોનારને જાણે ચામડું જ પાથર્યું હોય તેવો આભાસ ઉત્પન્ન કરનારું હોવાથી તેનો વર્ણ શબ્દથી વ્યપદેશ કરાય છે. બાકી સાચી રીતે ચામડું નથી, ચામડું એ તો પંચેન્દ્રિય જીવનું સંભવે, જ્યારે આ રત્નો એકેન્દ્રિય છે. એ જ પ્રમાણે દેડરત્ન માટે સમજવું. સાતેય રત્નો પાર્થિવ સ્વરૂપે સમજવાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org