________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નવાવ---ઉપરના ચારેય પ્રશ્નોનો જવાબ એક જ છે અને તે એ કે ગુનાના પ્રમાણમાં જો સજા ન થાય તો
સજા ન્યાયી કેમ જ ગણાય? અને ગુનેગારો હોવા છતાં સજા ન થાય તો તે પણ કેમ ચાલે ? ભલે રાજસત્તામાં ગમે તેમ બને પણ ‘કર્મસત્તા’ નામની એક અદશ્ય મહાસત્તા બેઠી છે કે જ્યાં આગળ પુન્ય–પાપ સહુનો અદલ ઇન્સાફ અવશ્ય તોળાવાનો જ છે. એમાંથી આ દુનિયાનો કોઈ જ માનવી છટકી શકે તેમ નથી. અસ્તુ.
ત્યારે માનવજાત પાસે તો માત્ર છેલ્લામાં છેલ્લી કોટિની સજા જો કોઈ પણ હોય તો દેહાંતદંડ કે ફાંસીની જ. તેથી વધુ છે નહિ. એક વાર ફાંસી થઈ પછીએ દેહનું ચૈતન્ય નષ્ટ થઈ જાય છે. અંદર રહેલો સજાને ભોગવનારો જીવ અન્ય યોનિમાં જન્મ લેવા દોડી જાય છે. કારણકે માનવ અને પશ) જાત ઔદારિક જાતના અણુઓનું બનેલું છે અને આ અણુઓ એક વખત ચૈતન્ય વિહીન બન્યા કે પછી તે દેહના અણુઓ ત્યાં ચૈતન્યવાળા બનતા નથી કે જેથી ફરી પાછી ફાંસીની સજા થઈ શકે. એ સ્થિતિ તો નરકના દેહની જ છે, માટે જ ત્યાં પૂરતી સજાને પાત્ર બની શકે છે. ત્યારે પુનઃ પ્રશ્ન એ થાય છે કે આવા ભયંકર પાપોની શિક્ષા છે જ નહીં? એનો જવાબ એ છે કે શિક્ષા છે. જરૂર છે. જો ન હોય તો આ સૃષ્ટિ ભયંકર પાપો અને ભયંકર માનવીઓથી ખદબદી જાય ને યાવત ઉજ્જડ બની જાય. ત્યારે શિક્ષા ક્યાં ને
છે? તો એનો જવાબ ભારતની સંસ્કૃતિના મોટાભાગનાં ધર્મશાસ્ત્રો એક જ આપે છે કે શિક્ષાના ભોગવટા માટે એક સ્થાન જરૂર છે. ભલે તે દેશ્ય નજરથી અદશ્ય હોય, પણ તે છે જ અને તે ભૂગર્ભ-પાતાળમાં જ છે, જે સ્થાનને “નર' શબ્દથી ઓળખાવાય છે. પાપી માણસોનાં પાપોનો ભાર જ તેને સ્વયે ત્યાં ખેંચી જાય છે અથતિ કમસત્તા તેઓને નરકની જેલોમાં સીધા જ હડસેલી દે છે. આવી જેલો એક નહીં પણ સાત છે. દરેક જેલની સગવડ–વ્યવસ્થા ભિન્ન ભિન્ન છે. પ્રથમ નરક કરતાં બીજી ભયંકર, બીજી કરતાં ત્રીજી ભયંકર,
ત્યાં વધુ દુઃખ, કષ્ટ, ત્રાસ, યાતનાઓ ભોગવવાની. આમ ઉત્તરોત્તર સાતે ય નરકો-જેલો વધુ ભયંકર ને ત્રાસદાયક છે. આ સાતેય નરકોને ભૂગર્ભ–જેલો' તરીકે ઓળખાવી શકાય.
પ્રથમની ત્રણ જેલોમાંની ઉત્પન્ન થવાની કોટડીઓ ભયંકર દુઃખદ, વળી ત્યાં પરમાધામી અસુરો’ જેલરો તરીકે હોય છે, તેઓ ભયંકર સ્વરૂપો ધારણ કરે છે. નરકના જીવોને અગાઉ જણાવ્યા પ્રમાણે કરેલા ગુનાઓની ભયંકર શિક્ષાઓ કરે છે. ક્ષણે ક્ષણે અપાઈ રહેલાં દુઃખો, ત્રાસ–વેદનાઓ, તેઓની ભયંકર ચીસો, અપાર યાતનાઓ સાંભળતાં કંપારી છૂટે તેવી છે. ભલે આ સૃષ્ટિ ઉપરના ભયંકર ગુનાઓને કદાચ કોઈ ન જાણે, ભલે તેની શિક્ષાઓ ન થાય, અથવા થાય તો ઓછી પણ થાય, ભલે અહીં તેથી કદાચ, છૂટી શકાય પરંતુ ગુનાની પૂરતી શિક્ષા ભોગવવા આ ભૂગર્ભ જેલોમાં ગયા વિના કદિ ચાલવાનું નથી. કુદરતના ઘરનો ઈન્સાફ અટલ અને અદલ હોય છે, તે હિસાબ પૂરેપૂરો ચૂકતે કરે છે. ત્યાં વિનવણીઓ, આંસુઓ કે લાંચ-રૂશ્વત કશું જ ચાલતું નથી.
બાકીની ચાર નરક જેલોમાં પરમાધામીકૃત વેદના નથી પણ પરસ્પર શસ્ત્રજન્ય, અન્યોન્ય ખૂનામરકી કરવારૂપ તથા સ્થાનજન્ય વેદનાઓ અકથ્ય અને અનન્ત છે. જે વર્ણન અગાઉ કહેવાઈ ગયું છે.
આ જેલની સજાની મર્યાદા હજારો-લાખો, કરોડો નહિ બલ્ક અબજો વરસોની છે.
માટે માનવજાત સ્વયં સુજ્ઞ બનીને પાપનાં ફળો અવશ્ય ભોગવવા જ પડે છે, એમ માનીને પાપમાર્ગેથી પાછી વળે ! મહા આરંભ–સમારંભોને એક નાનકડી જીંદગી ખાતર, વેંત જેવડો પેટનો ખાડો પૂરવા ખાતર છોડે! અશુભ પ્રવૃત્તિઓને તજે યા સંયમ રાખે ! માનવ કે પશુની સજીવ સૃષ્ટિ ઉપર દયા રાખે, તેની દયા પાળે, સહુનું રક્ષણ કરે, સહુનું ભલું કરે, મૂચ્છમમત્વના ભાવોને મર્યાદિત કરે અને ધર્મથી પરિપૂત જીવન જીવે, તો અતિદુઃખદ નરકગતિનો ભોગ થવાનું ન બને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org