________________
४३४
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
વેશ્યા જેવી સ્ત્રીઓ તથા તેને ત્યાં ગમન કરનારા પુરુષાદિ પ્રમુખોનો આમાં સમાવેશ થઈ શકે.
પાપવિ— પાપની જ રુચિવાળો હોય, પુન્યના કાર્યોમાં જેને પ્રેમ જ થતો ન હોય, તે કાર્યોને દેખીને બળી મરતો હોય, જેને ધર્મનાં કાર્યો જોવા કે સાંભળવાં પણ ગમતાં ન હોય, જ્યાં ત્યાં પાપનાં જ કાર્યો કરતાં હોય ને તેવા નવરા બેઠા નખ્ખોદ વાળે એવા ઘણા હોય છે, એમાં ઉદાહરણની જરૂર નથી, ઢગલાબંધ જોવા મળે છે.
રીવ્રતનાની— રૌદ્ર એટલે મહાખરાબ પરિણામી. અંતરમાં હિંસાનુબંધી વગેરે રૌદ્રધ્યાન ચાલતું જ હોય. આમાં ગીરોલી બિલાડી તંદુલીય મત્સ્યાદિક પ્રાણીઓ તથા મનુષ્યો, જેમની આખો દિવસ અશુભ વિચારધારાઓ જ ચાલતી હોય, અનેકનું અહિત જ કરતા હોય, ઘોર પ્રાણીવધ તથા માંસાહારાદિકને કરનારા હોય તેવાઓને ગણાવી શકાય.
આવા જીવો અશુભપરિણિતના યોગે અતિક્રૂર-દુર્ધ્યાનમાં દાખલ થઈ, નરકાયુષ્યને બાંધે છે અને નરકમાં ઉત્પન્ન થાય છે. દુઃખમાં ને દુઃખમાં રીબાઈ મરે છે. અહોનિશ દુઃખમાં ડૂબેલા નારકોને (અમુક કાળ સિવાય) નરકમાં એક નિમેષ માત્ર પણ સુખનો સમય નથી. દુઃખની પરંપરાઓની શ્રેણી ઉપરાઉપરી ચાલુ જ હોય છે.
ત્યારે સુખ ક્યારે હોય ?
'उववाएण व सायं, नेरइओ 'देवकम्मुणा वावि । 'अज्झवसाणनिमित्तं, अहवा कम्माणुभावेणं 11911
માત્ર કદાચિત્ નીચે જણાવતા જન્મકાલ વગેરે પ્રસંગે કંઈક સુખ થાય છે પણ તે સ્વલ્પ માત્ર અને સ્વલ્પકાળ ટકવાવાળું હોય છે.
જે જીવે પૂર્વભવમાં અગ્નિસ્નાન (બળી મરવું) કર્યું હોય અથવા તેનું કોઈએ ખૂન કર્યું હોય, છેદ કર્યો હોય એવા જીવો નરકાયુષ્ય બાંધીને કંઈક ઓછા સંકિલષ્ટ પરિણામરૂપે ઉત્પન્ન થાય છે. તેવા જીવોને ઉપપાત સમયે જન્માન્તરનું બાંધેલું અશાતાકર્મ ઉદયમાં આવતું નથી તેમજ તે વખતે ક્ષેત્રકૃત, પરમાધાર્મિકકૃત કે અન્યોન્યકૃત અશાતા પણ વિદ્યમાન નથી હોતી તેથી તે વખતે શાતાનો અનુભવ કરે છે.
બીજું કોઈ મિત્ર દેવની સહાયથી, જેમ નરકમાં દુઃખી થતા કૃષ્ણને દેવલોકમાં ગયેલા બલરામે જોઈને પૂર્વના પ્રેમને લઈને તેમની પીડા ઉપશમાવી હતી, એવી રીતે કોઈ મિત્રદેવ પીડા શમાવી શાતા સમર્પે, પણ એ પીડાની શાન્તિ અલ્પકાલીન જ હોય છે, વધુ સમય ટકતી નથી; કારણકે એક તો તે દેવો અતિ બીભત્સ ને અશુભ સ્થાનમાં વધુ સમય ટકતા નથી. એ શાતા પૂરી થતાં તત્રવર્તી પીડાઓનો પુનઃ પ્રાદુર્ભૂત થાય છે.
ત્રીજું કેટલાક હળુકર્મી નારકો તથાવિધ શુભ નિમિત્તને પામીને જ્યારે સમ્યક્ત્વને પામે છે ત્યારે તેઓને પૂર્વભવમાં ક્ષાયિકસમ્યક્ત્વાદિ વિશિષ્ટ ગુણ સાથે લઈને આવ્યા હોય તેવાઓને જિનેશ્વરદેવ આદિ વિશિષ્ટ પુરુષોના ગુણની અનુમોદનાથી શુભ અધ્યવસાય થતાં, મહાનુભાવ જિનેશ્વરદેવના જન્મ, દીક્ષાદિક પાંચે કલ્યાણકોના પ્રસંગે, અને શાતાકર્મના ઉદયથી પણ આ નારકો જાતિઅંધને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org