________________
३६८
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
गगनञ्च प्रतिष्ठानं विंशतिसहस्त्राणि घनोदधिपिण्डः । घनतनुवाताकाशाः, असंख्ययोजनयुताः पिण्डे ॥२१३||
શબ્દાર્થ
ગસીફ એંશી અડવીસ અઠ્ઠાવીસ
બસહતા=આઠ હજાર
નવન્તુ લાખ ઉપર
ગાથાર્થ ગાથામાં કહેલું ‘હ્રવ્રુત્તિ’ પદ પ્રથમ લીટીમાં કહેલી સર્વ સંખ્યાઓની આગળ જોડવાનું છે અને પ્રથમ લીટીનું છેલ્લું ‘સહતા' પદ દરેક સંખ્યાના અંતમાં જોડવાનું છે, જેથી ક્રમશઃ પૃથ્વીપિંડ પ્રમાણ આવે. આથી પ્રથમ પૃથ્વીનું પિંડપ્રમાણ એક લાખ ઉપર એંશી હજાર યોજન, બીજીનું એક લાખ બત્રીસ હજાર, ત્રીજીનું પિંડપ્રમાણ એક લાખ અઠ્ઠાવીશ હજાર, ચોથીનું એક લાખ વીશ હજાર, પાંચમીનું એક લાખ અઢાર હજાર, છઠ્ઠીનું એક લાખ સોળ હજાર, સાતમીનું એક લાખ આઠ હજારનું પિંડપ્રમાણ જાણવું. ૨૧૨॥
T=આકાશ
પઠ્ઠામાં સ્થિતિ
ખુયાયુક્ત પંડે પેંડ
પ્રત્યેક પૃથ્વીપિંડ ઘનોદધિ—ઘનવાતતનુવાત અને આકાશ એ ચારેથી પ્રતિષ્ઠિત (ચારે બાજુ) છે. તેમા ધનોદધિપિંડ (મધ્ય) વીશ હજાર યોજનનો અને ઘનવાત, તનુવાત અને આકાશ એ ત્રણે અસંખ્યયોજનયુક્ત પિંડવાળા છે. ૨૧ા
વિશેષાર્થ— પહેલી રત્નપ્રભાપૃથ્વીનું પિંડબાહલ્ય—જાડપણું એક લાખ એંસી હજાર યોજનનું, બીજી શર્કરાપ્રભાનું એક લાખ ઉપર બત્રીશ હજાર યોજનનું, ત્રીજી વાલુકાપ્રભાનું એક લાખ અઠ્ઠાવીશ હજા૨ યોજનનું, ચોથી પંકપ્રભાનું એક લાખ વીસ હજાર યોજનનું, પાંચમી ધૂમપ્રભાનું એક લાખ અઢાર હજાર યોજનનું, છઠ્ઠી તમઃપ્રભાનું એક લાખ સોળ હજાર યોજનનું અને સાતમી તમસ્તમઃપ્રભાનું એક લાખ આઠ હજાર યોજનનું જાણવું. આ બધું પૃથ્વીપ્રમાણ પ્રમાણાગુંલે જાણવું.
આવશે.
પ્રત્યેક પૃથ્વી ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અને આકાશ એ ચારેના આધારે રહેલી છે, એટલે પ્રત્યેક પૃથ્વીનું બાહત્ય પૂરું થતાં નીચે પ્રથમ ઘોદધિ, પછી ઘનવાતાદિ, તે ક્રમશઃ ચક્રવાલ એટલે ચારે બાજુ ગોલાકારે પ્યાલામાં પ્યાલાઓની જેમ પ્રતિષ્ઠિત છે.
Jain Education International
એમાં ઘનોદધિના પિંડની જાડાઈ વીશ હજાર યોજનની છે, ઘનવાતની અસંખ્ય યોજનની, તનુવાતની તેથી અધિક પ્રમાણવાળા અસંખ્ય યોજનની, અને આકાશની પણ તનુવાતથી પણ અધિક પ્રમાણ અસંખ્ય યોજનની છે.
અહીં ઘનોદધિ એટલે નક્કર (બરફ જેવું જામેલું) પાણી. આ પાણી તથાવિધ જગત્ સ્વભાવે હાલતું ચાલતું નથી તેમજ તેમાં પૃથ્વીઓ કદાપિ ડૂબતી પણ નથી, એ તો સદા શાશ્વત છે. ઘનવાત એટલે નક્કર (ઘટ્ટ) વાયુ, તનુવાત—પાતળો વાયુ, ત્યારબાદ આકાશ એટલે કેવળ પોલાણ, તે તો ૩૬૧. આપણા ઉત્સેધાંગુલના માપથી ચારસોગણું અથવા હજારગણું મોટું માપ, જેની વ્યાખ્યા આગળ આપવામાં
For Personal & Private Use Only
www.jainelibrary.org