________________
नारक जीवोने भोगववी पडती परमाधामी वेदना
बीजी अन्योन्यकृत शरीरवेदना
બાકીની છઠ્ઠી તથા સાતમી નારકીમાં શરીરકૃત અન્યોન્યવેદના છે એટલે ત્યાં રહેતાં નારકીઓ પોતે, વજમય મુખવાળા લાલ વર્ણના કુંથુઓ અને ગોમય કીડાઓ આદિને (શરીરસંબદ્ધ) વિકુર્તીને એક બીજાના શરીરને તેનાવડે કોતરાવતા અને શેરડીના કૃમીની જેમ શરીરને ચાલણી જેવું આરપાર કરતા, તેમજ શરીરની અંદર પ્રવેશતા પ્રવેશતા મહાગાઢ વેદનાઓને પરસ્પર ભોગવે છે.
આ પ્રમાણે અન્યોન્યકૃત વેદના જણાવી.
हवे शरुनी त्रण नरकमां 'परमाधार्मिक' वेदना जणावे छे—
३६३
સંક્લિષ્ટ અધ્યવસાયવાળા પરમાધાર્મિક જાતિના દેવો પંદર પ્રકારના છે. ૐ અમ્બ, અમ્બરિષ, શ્યામ, શબલ, રુદ્ર, ઉપરુદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુ, કુમ્મી, વાલુક, વૈતરણી, ખરસ્વર અને મહાઘોષ. એઓ સાન્વર્થ નામવાળા છે. તેઓ નરકાત્માઓને ઘોર દુઃખો ઉત્પન્ન કરી આયુષ્ય પૂર્ણ થયે મહાપાપકર્મને વશ થઈ અંડગોલિકપણે ઉત્પન્ન થાય છે. તેઓનાથી નારકોને કેવી વેદનાઓ વેદવી પડે છે તે કહે છે.
૩૫૮. પ્રથમ 'અમ્બ' નામના પરમાધામીઓ નારકોને ઊંચે ઉછાળી પછાડે, બીજો ભઠ્ઠીમાં પકાવી શકાય એવા ટુકડા કરે, ત્રીજો આંતરડા—હૃદયને ભેદે, ચોથો તેઓને કાપકૂપ કરે, પાંચમો ભાલામાં પરોવે, છઠ્ઠો અંગોપાંગને ભાંગી નાંખે, સાતમો તલવારની ધાર જેવા તીક્ષ્ણ પાંદડાનું વન બનાવી નારકોને તેમાં ફેરવે, ૮મો ધનુષ્યમાંથી છોડેલા અર્ધચન્દ્રાકાર બાણોવડે વીંધે, ૯મો કુમ્મીમાં પકાવે, ૧૦મો પોચા માંસના ટુકડાઓને ખાંડે, ૧૧મો કુંડમાં પકાવે, ૧૨મો ઉકળતાં રુધિર—પરુથી ભરેલી વૈતરણી નદી બનાવી તેમાં નાંખે, ૧૩મો કદમ્બપુષ્પ આદિના આકારવાળી વેલુમાં પકાવે, ૧૪મો દુઃખથી આમતેમ ભાગી જતા નારકોને મોટા હાકોટા–બૂમો મારીને, ગભરાવીને તેને રોકે અને ૧૫મો વજ્રના કાંટાવાળા શાલ્મલીવૃક્ષ ઉપર ચઢાવીને તેને આલોટાવે છે. એ પ્રમાણે તેઓ નારકોને ફક્ત મોજની ખાતર દુઃખ આપી પોતે અનન્તા પાપકર્મોને સંચિત કરી, અત્યન્ત દુખમાં મૃત્યુ પામીને અંડગોલિકપણે ઉત્પન્ન થાય છે.
પરમાધામીઓ મરીને અંડગોલિકપણે ઉત્પન્ન થઈ કેવી રીતે પકડાય તે સંબંધી
વર્ણન નીચે પ્રમાણે
જ્યાં સિન્ધુ નદી લવણસમુદ્રને મળે છે તે સ્થાનની દક્ષિણ બાજુ પંચાવન યોજન દૂર રહેલી જંબૂવેદિકાથી સાડાબાર યોજન દૂર એક ભયાનક સ્થળ છે, ત્યાં આગળ ા યોજનની સમુદ્રની ઊંડાઈ છે અને ત્યાં આગળ ૪૭ અંધકારમય ગુફાઓ છે એની અંદર વજ્રઋષભનારાચસંઘયણવાળા મહાપરાક્રમી, મઘ-માંસ અને સ્ત્રીઓના તો મહાલોલુપી એવા જલચર મનુષ્યો રહે છે. એમનો વર્ણ અશુભ અને અપ્રિય તેમજ દૃષ્ટિ ઘોર ભયાનક છે. તેઓ સાડાબાર હાથની કાયાવાળા અને સંખ્યાતા વર્ષાયુષી હોય છે.
Jain Education International
આ સત્તાપદાયક સ્થાનથી ૩૧ યોજન દૂર સમુદ્ર મધ્યે અનેક મનુષ્યોની વસ્તીવાળો રત્નદ્વીપ નામનો દ્વીપ (અત્યારે ત્યાં જઈ શકાતું નથી) છે. ત્યાંના મનુષ્યો પાસે વજ્ર (કઠિન પત્થર)ની બનાવેલી મહાન ઘંટીઓ હોય છે, એ ઘંટીઓને એ માનવો મઘમાંસવડે ખૂબ ખૂબ લીંપે છે અને એ ઘંટીના મધ્યમાં ખૂબ મદ્યમાંસ ભરે છે ત્યારબાદ તે મનુષ્યો મદ્ય–માંસથી ભરેલાં તુંબડાઓથી વહાણો ભરીને સમુદ્રમાં જાય છે અને એ તુંબડાઓને સમુદ્રમાં નાંખી જલચર મનુષ્યોને ખૂબ લોભાવે છે. લુબ્ધ એવા જલમનુષ્યો એ તુંબડાને ખાતા ખાતા ક્રમશઃ તે ઘંટી પાસે આવતા લુબ્ધ થઈને તેમાં પડે છે, ત્યાં તેઓ અગ્નિમાં પકાવેલા માંસના તથા જીર્ણ મધુર મને બે-ત્રણ દિવસ સુધી તો સુખપૂર્વક ખાતા રહે, એવામાં લાગ જોઈને રત્નદ્વીપવાસી શસ્ત્રસજ્જ સુભટો યન્ત્રથી ઘંટી ઉપરના પડને સંપૂટ કરી દઈને પછી તે ઘંટીઓને
૭.
For Personal & Private Use Only
www.jainelibrary.org