________________
नारकजीवोने अन्योन्यकृत वेदना
૨૬ વધુમાં એ (મિથ્યાદષ્ટિ) નારકોને ભવસ્વભાવે પ્રાપ્ત થતું વિર્ભાગજ્ઞાન પણ મહાદુઃખકારક છે, કે તે અશભ જાતિનું હોવાથી તે જ્ઞાનદ્વારા ચારે બાજથી આવતા. નિરંતર દખના વૈરી શસ્ત્રાદિક તભત સાધનો જુએ છે. હમણાં આવશે! આમ કરશે ! તેમ કરશે ! ઈત્યાદિ ભયથી તેઓ હંમેશાં કંપતા જ રહે છે.
આ પ્રમાણે અન્ય પ્રકારે દસ પ્રકારની ક્ષેત્રગત વેદના કહી. [૨૮] (પ્ર. ગા. સં. ૪૬-૪૭).
હિવે ‘અન્યોન્યકૃત વેદના અને પરમાધામીકૃત વેદનાનું સ્વરૂપ જો કે અહીં મૂલ ગાથાઓમાં નથી કહ્યું, તથાપિ ગ્રન્થાન્તરથી અહીં આપવામાં આવે છે.] (ગોચર વેલના-]
प्रथम अन्योन्यकृत प्रहरण-शस्त्र-वेदनाનારકો બે પ્રકારના છે. એક સમ્યગુદૃષ્ટિ અને બીજા મિથ્યાદષ્ટિ. જેઓ મિથ્યાદષ્ટિ છે તેઓની દષ્ટિ મિથ્યા હોવાથી તેમને ભેદજ્ઞાન અથવા સારાસારનું વિવેકજ્ઞાન હોતું નથી. દષ્ટિના વિપસને લીધે. વસ્તસ્વરૂપને જે રીતે જોવું જાણવું જોઈએ તે રીતે ન જાણતા–જોતાં, ઊલટું વિપરીત રીતે યા અવળી રીતે શ્રદ્ધે છે, ને તેથી તે દુઃખના મૂળ તરફ ન જોતાં વર્તમાનમાં દુઃખકત સાધનો તરફ જ તેનું લક્ષ્ય હોય છે. તેથી દુઃખનાં નિમિત્તો કે પ્રસંગોમાં–સામી વ્યક્તિ કે વસ્તુ તરફ જ તીવ્ર તીવ્રતરત્તમ ક્રોધાદિક કષાયો કરે છે. તેમજ પુનઃ પુનઃ નવો કર્મબંધ ઉત્પન્ન કર્યો જાય છે. અસત્ અને અસાર દષ્ટિના પ્રતાપે કષાયોના કટુ વિપાકો કેવાં ભોગવવાં પડશે તે ભાન ભૂલાઈ ગયું હોય છે. તેમજ એકાંત દુઃખ આપનારા તરફ જ લક્ષ્યવાળો બન્યો હોવાથી પોતાના વિરોધી બળો કે જીવો તરફ એકાએક તાડન, તર્જનાદિકનાં તોફાનોમાં રો–પચ્યો રહે છે. સ્વદોષદષ્ટિનું દર્શન થતું નથી અને પછી બંને પક્ષે કદથના જ ભોગવવાની રહે છે.
આનું નામ છે જીવની શ્વાનવૃત્તિ! શ્વાન એટલે કૂતરો–પથ્થરો ફેંકનાર કોણ છે? તે ન જોતાં, પથ્થરને જ બચકા ભરવા મંડી પડે છે પરિણામે તેથી કંઈ જ વળતું નથી; ઊલટી મુખની પીડા વધે છે અને ત્યાં બીજા પથ્થરો પડવા મંડે છે. આમ દુઃખની પરંપરા ઊભી થાય છે.
જે સમ્યગુદષ્ટિ નારકો છે, તેમની દષ્ટિ મિથ્યા મટીને સમ્ય એટલે સત સાચી સુંદર બની હોવાથી તેને ભેદજ્ઞાન–સાચો વિવેક થઈ ગયેલ હોય છે. પરિસ્થિતિ અને પ્રસંગોના યથાતથ્ય–સાચા સ્વરૂપને સારી રીતે સમજતો હોવાથી, તેનું સાધ્યબિન્દુ જાગૃત હોવાથી તે વર્તમાન દુઃખ કે તેનાં સાધનો તરફ અપ્રીતિ–અરુચિ, રોષગુસ્સો નહિ કરે, પણ તે વિચારશે કે આવા પ્રતિકૂળ સંયોગો મને કેમ મળ્યા? એકને અનુકૂળ સંયોગો ને બીજાને પ્રતિકૂલ તો આમાં કારણ શું? આમ એનાં મૂળ તરફ નજર નાંખશે. જન્માંતરમાં મેં જ મારી અશુભ અનેકવિધ પાપપ્રવૃત્તિઓ દ્વારા વાવેલાં ઝેરી બીજોનાં જ આ મહાકટુફળો આવ્યાં છે. અન્યનો શો દોષ છે? તે તો નિમિત્તમાત્ર છે. ઉપાદાન કારણ તો હું જ છું, માટે અત્યારે તારી જ અશુભ પ્રવૃત્તિઓના આ વિપાકોને શક્ય એટલા સમભાવે ભોગવી લે. જો એ રીતે તું સહનશીલતા ને સમભાવમાં ન રહેતાં વિષમભાવ ધરીને ક્રોધ કરનાર, મારનાર, ગાળો દેનાર, ભયંકર હુમલાઓ કરનાર ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org