________________
प्रथम नारकीना दरेक प्रतरमा रहेल नारकजीवोनी उत्कृष्ट जघन्यस्थिति
अथ नरकगतिप्रसंगे प्रथम स्थितिद्वार
અવતર– એ પ્રમાણે ચારે નિકાયગત દેવોના સ્થિતિ, ભવન, અવગાહના, ઉપપાતવિરહ, અવનવિરહ, એકસમયઉપપતસંખ્યા, એકસમયચ્યવનસંખ્યા, તેમની ગતિ, આગતિ એમ નવે દ્વારોનું વર્ણન કર્યું. સાથે સાથે અન્ય પ્રકીર્ણક સ્વરૂપ તથા ગ્રન્થાન્તરથી કંઈક વિશેષ સ્વરૂપ પણ જણાવ્યું. એ દેવાધિકારને સમાપ્ત કરીને હવે નરકગતિ સંબંધી સ્થિતિ પ્રમુખ નવે દ્વારોને પૂર્વોક્તક્રમે વર્ણવતાં, દેવનિકાયની જેમ જ પ્રથમ દ્વારમાં પ્રત્યેક નરકગત વર્તતા નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે.
इअ देवाणं भणियं, ठिइपमुहं नारयाण वुच्छामि । इग तिनि सत्त-दस-सत्तर, अयर बावीस-तित्तीसा ॥२०१॥
સંસ્કૃત છાયા इति देवानां भणितं, स्थितिप्रमुखं नारकाणां वक्ष्यामि । एक-त्रि-सप्त–दश सप्तदशाऽतराणि द्वाविंशतिस्त्रयस्त्रिंशत् ॥२०१॥
શબ્દાર્થ – રૂ એ પ્રમાણે
પિમુહં સ્થિતિ પ્રમુખ
ગુચ્છામિ કહીશ ગાથાર્થ— વિશેષાવત્. /૨૦૧૫
વિરોષાર્થ– અધોલોકે સાત નરકમૃથ્વી છે, જેનાં નામ–ગોત્રાદિ આગળ કહેવાશે. અહીંયાં તે પૃથ્વીઓમાં રહેલા નારકોનું આયુષ્ય પ્રમાણ વર્ણવતાં ગ્રન્થકાર પહેલી રત્નપ્રભાપૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ એક સાગરોપમની જણાવે છે. બીજી શર્કરપ્રભાપૃથ્વીના નારકોની ત્રણ સાગરોપમની, ત્રીજી વાલુકાપ્રભાને વિષે સાત સાગરોપમની, ચોથી પંકપ્રભામાં દસ સાગરોપમની, પાંચમી ધૂમપ્રભામાં સત્તર સાગરોપમની, છઠ્ઠી તમઃ પ્રભામાં બાવીસ સાગરોપમની, અને સાતમી તમસ્તમ:પ્રભાને વિષે કાલ, મહાકાલ આદિ નરકાવાસમાં તેત્રીસ સાગરોપમની છે. [૨૦૧]
અવતરણ—હવે તે પ્રત્યેકની જઘન્યસ્થિતિ જાણવાનો ઉપાય ને મધ્યમસ્થિતિ કહે છે.
सत्तसु पुढवीसु ठिई, जिट्ठोवरिमा य हिट्ठपुहवीए । होइ कमेण कट्ठिा , दसवाससहस्स पढमाए ॥२०२॥
સંસ્કૃત છાયાसप्तसु पृथ्वीषु स्थितियेष्ठोपरिमा चाधः पृथिव्याम् । भवति क्रमेण कनिष्ठा, दशवर्षसहस्राणि प्रथमायाम् ॥२०२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org