________________
कया जीवो कयो आहार ग्रहण करे?
३१७ સલિંક્સવને
સત્તે લોકાહાર અમપુણો અમનોજ્ઞા
મguો મનોજ્ઞ–સુંદર રામ૫રિણમે છે
Tયા- સર્વ જીવોને લોમાહાર આભોગ એટલે જાણતાં અને અનાભોગ એટલે અજાણતાં બે રીતે પરિણમે છે, તેમાં આ આહાર નારકીને અમનોજ્ઞ–અપ્રિયપણે અને દેવોને મનોજ્ઞ–પ્રિયપણે પરિણમે છે. |૧૮૬
વિરોષાર્થ – આહાર ગ્રહણ બે પ્રકારે થાય છે. આભોગ” અને “અનાભોગ' રીતે આભોગ એટલે મારે આહાર કરવો એવી ઈચ્છા પ્રગટ થવાપૂર્વક પ્રહણ તે; અને તેથી વિપરીત એટલે ઇચ્છા વિના જ સહજભાવે આહાર પુદ્ગલોનું ગ્રહણ થયા કરે છે. તે કેવી રીતે?
જેમ વર્ષ કે શીત ઋતુમાં વારંવાર લઘુશંકાએ જવું પડે છે ને તેમાં અત્યન્ત મૂત્રાદિરૂપ દેખાતો પુદ્ગલરૂપ જે આહાર તે અનાભોગિક છે. સર્વ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં આહાર ગ્રહણ અનાભોગપણે જ હોય છે, કારણકે આહાર પયપ્તિ પહેલી છે અને મનઃપયપ્તિ છેલ્લી છઠ્ઠી છે. મનઃપયાપ્તિની પ્રાપ્તિ પછી જ ઇચ્છા શક્તિ પ્રગટ થયેલી હોય છે ને તે પયપ્તિ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી અપર્યાપ્ત અવસ્થામાં અનાભોગપણે જ ગ્રહણ કહ્યું તે સમુચિત જ છે. લોમાહાર કોને કહેવાય?
સર્વ જીવોનું લોમ–એટલે રૂંવાડાં દ્વારા થતું આહાર ગ્રહણ આભોગ અને અનાભોગ બને રીતે થાય છે, કારણ કે કોઈ વખતે ગ્રહણ કરાતા આહારનું સંવેદન–જાણપણું અનુભવાતું હોય છે ને કયારેક તેવો અનુભવ નથી પણ થતો. જેમ મર્દન દ્વારા તૈલાદિકનું હવા વગેરેનું ગ્રહણ ઇચ્છાપૂર્વકનું હોય છે. જ્યારે શીતોષ્ણાદિ પુગલોનું ગ્રહણ ઇચ્છા વિના સ્વાભાવિક રીતે પણ થતું હોય છે. અપવાદ
પરંતુ એટલું વિશેષ સમજવું કે–એકેન્દ્રિય જીવો–સંમૂચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યો જે (મનઃપયપ્તિ વિનાની) ચાર જ પર્યાપ્તિઓવાળા હોય છે, તેથી તેઓનું આહાર ગ્રહણ અનાભોગ નિવર્તિત જ છે. કારણકે તે જીવો અતિશય અલ્પ અને અપટુ મનોદ્રવ્યની લબ્ધિવાળા છે અર્થાત્ તેમને સ્પષ્ટ મનોશક્તિ જ હોતી નથી કે જેથી તેનું આહારગ્રહણ સમજપૂર્વક સંભવિત બને. [ આ લોમાહાર નારકોને પ્રતિકૂલ-અશુભ કર્મ ઉદયવલથી અમનોજ્ઞ એટલે અપ્રિયપણે પરિણમે છે. તેથી હંમેશા અતૃપ્ત જ રહે છે. આહારજન્ય (સુખ મળવાને બદલે ઉલટું) દુઃખ જ ઊભું થાય છે. જ્યારે દેવોને તથાવિધ શુભ કર્મોદયના કારણે તે આહાર મનોજ્ઞપ્રિય, રૂચિકર અને સુખરૂપે પરિણમે છે અને તેથી જ તેમને તૃપ્તિપૂર્વક પરમ સંતોષ પણ થાય છે.
આ કારણે દેવોને શાસ્ત્રમાં “મનોભક્ષી તરીકે પણ ઓળખાવ્યા છે, કારણ કે તમામ દેવો તથાવિધ શક્તિથી મન વડે શરીરને પુષ્ટ કરે તેવા મનોભક્ષણરૂપ આહાર પુદ્ગલોને ગ્રહણ કરી તૃપ્ત થનારા હોય જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org