________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
સંસ્કૃત છાયા ओज आहाराः सर्वे, अपर्याप्ताः पर्याप्तानां लोमाहारः । सुर-नारकैकेन्द्रियैर्विना, शेषा भवस्था सप्रक्षेपाः ॥१८४।।
| શબ્દાર્થ – સુરનરવિિવિજ્ઞાસુર-નરક–એકેન્દ્રિય વિના | અવસ્થા સંસારવર્તી જીવો સેસ–શેષ
સાવરલેવા=પ્રક્ષેપાહારી પથાર્થ અપર્યાપ્તાવસ્થામાં સર્વ જીવો ઓજાહારી અને પર્યાપ્તાવસ્થામાં લોમાહારી હોય છે. દેવતા, નારકી અને એકેન્દ્રિય વિના બાકીના સર્વ જીવો પ્રક્ષેપાહારી હોય છે. ૧૮૪ના
વિશેષાર્થ “ઓજ એટલે ઉત્પત્તિપ્રદેશમાં સ્વશરીર યોગ્ય પગલોનો રહેલો સમુદાય, અથવા ઓજસ્ એટલે તૈજસ શરીર અને તે વડે ગ્રહણ કરાતો આહાર તે ઓજ આહાર.
આ ઓજાહાર એકેન્દ્રિય જીવોથી લઈને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. અહીં અપયપ્તિ શબ્દથી શરીરપર્યાપ્તિ પૂર્ણ થઈ ન હોય ત્યાં સુધીનું અપર્યાપ્તપણું લેવું, પરંતુ પહેલી જ આહારપયપ્તિએ અપર્યાપ્તપણું ન લેવું, કારણ કે તે આહારપયપ્તિ (એક સમયરૂપ છે અને તે) અગાઉની અપર્યાપ્ત અવસ્થા તે અનાહારક છે, કારણકે તે સમયે જીવ વિગ્રહગતિમાં (પણ) હોય છે. વળી સ્વયોગ્ય જ સર્વપયપ્તિએ અપર્યાપ્ત (અપૂર્ણ)પણું પણ ન લેવું કારણકે શરીરપયપ્તિ બાદ, જીવ કિંચિત્ અંગોપાંગયુક્ત અને સ્પર્શેન્દ્રિયની શક્તિવાળો થયેલો હોવાથી તે અંગ પ્રત્યંગોથી સંપૂર્ણપણે લોમાહારથી પુદ્ગલગ્રહણ યોગ્ય હોય છે. માટે જેઓ સ્વયોગ્ય સર્વ પતિવડે અપર્યાપ્તા જીવો ઓજાહારી હોય છે એવું જે કહે છે તે અયુક્ત છે, એમ સંગ્રહણી ટીકાકાર કહે છે.
૩૩૨. જે નાક, આંખ અને કાનવડે ઉપલબ્ધ હોય ને ધાતુરૂપે પરિણમે તે ઓજસ્. જે કેવળ સ્પર્શેન્દ્રિય દ્વારા ઉપલબ્ધ ને ધાતરૂપે પરિણત થાય તે લોમ. આ પ્રમાણે સૂત્રકતાંગ નિયુક્તિ ગાથા ૧૭૩ની વ્યાખ્યામાં મતાંતર જેવું દર્શાવ્યું છે.
૩૩૩. પયાપ્તિનું વધુ વર્ણન આ ગ્રન્થના અંતમાં આવવાનું છે જ, તથાપિ સામાન્યતઃ પયપ્તિ એટલે જીવની આહારદિક પુગલોને ગ્રહણ કરી શરીર વગેરેપણે પરિણાવવાની શક્તિ અથવા જીવને જીવવા માટેની જીવનશક્તિઓ.
આ પયપ્તિ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન, એ છ પ્રકારની છે. દરેક જીવો પૂર્વભવમાં પયપ્તિનામકર્મના ઉદયથી યથાયોગ્ય પયપ્તિનું નિયમન કરીને પૂર્વ શરીરને છોડી જ્યારે ઉત્પત્તિપ્રદેશમાં આવે કે ત્યાં, તૂર્ત જ આહારનાં પુદ્ગલો ગ્રહણ કરી આહારપયપ્તિને પૂર્ણ કરે. ત્યારબાદ અંગોપાંગરૂપ શરીરના પિંડનું નિયમન કરવા શરીરપર્યાપ્તિ, ત્યારબાદ ક્રમશઃ છએ પર્યાપ્તિ–શક્તિને પ્રાપ્ત કરે એટલે તે પર્યાપ્ત થયો કહેવાય. આ કાર્ય તેને ઉત્પન્ન થયા બાદ એક અંતર્મુહૂર્તમાં જ કરવાનું હોય છે. દરેક જીવો છએ પયપ્તિ પૂર્ણ કરે જ એવું હોતું નથી. એકેન્દ્રિયાદિકને ૪-૫-૬ યથાયોગ્ય હોય છે. અપર્યાપ્ત જીવોમાં પણ દરેક જીવને આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પયપ્તિ તો પૂર્ણ કરવી જ પડે છે.
પ્રથમની આહારપયાપ્તિ એક સમયની છે, બાકીની નાનામોટા અંતર્મુહૂર્ત પ્રમાણની છે. ત્રણ પયાપ્તિ સુધીની અથવા સ્વયોગ્ય પયાપ્તિ પૂર્ણ થયા પહેલાંની જીવની બધી અપર્યાપ્તાવસ્થા ગણાય છે અને પૂર્ણ થયા બાદ જ પર્યાપ્ત થયો કહેવાય છે.
૩૩૪. સૂત્રકૃતાંગવૃત્તિ પૃષ્ઠ ૩૪૩ માં વિત્થાવલો...વાળો પાઠ જુઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org