________________
त्रण प्रकारना आहारनं स्वरूप
૨૬૩ પલ્યોપમની સ્થિતિવાળા દેવા માટે બેથી નવ દિવસનું આહાર ગ્રહણ અંતર અને બેથી નવ મુહૂર્તનું ઉચ્છવાસગ્રહણ અંતર બરાબર આવી રહે.
ભાવ એ નીકળ્યો કે–ગાથામાં જે માન કહેલું છે તે એક પલ્યોપમની સ્થિતિ ધરાવનાર દેવો માટે છે, તેથી ઉપરના માટે નહિ, ત્યારે ઉપરના માટે શું?
તો ત્યારપછી ૨–૩–૪ વગેરે પલ્યોપમવાળા દેવા માટે દિવસ અને મુહૂર્ત પૃથકત્વ કાળમાં અંતર વધારતા જવું. આથી શું થશે કે સેંકડો-હજારો-લાખો-કરોડો પલ્યોપમોની એક બાજુ વૃદ્ધિ થશે તેમ તેમ યુગપત્ આહારમાનમાં દિવસોથી ખસીને માસે, વરસે, અને સેંકડો ઉપર જશે અને તે મુજબ જે ઉચ્છવાસકાળમાન મુહૂર્તનું હતું તે ત્યાંથી વધીને પ્રહરો અને દિવસો ઉપર જશે.
એમ કરતાં જ્યારે ૧૦ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ હોવાથી, બરાબર પૂર્ણ એક સાગરોપમે પહોંચીએ ત્યારે તે સ્થિતિવાળા દેવોનું પૂર્વે કહેલું એક હજાર વર્ષનું આહારગ્રહણમાન અને એક પખવાડિએ ઉચ્છવાસગ્રહણમાન અંતર બરાબર આવી રહે. [૧૮૨.
અવતર–પૂર્વે ૧૭૯-૮૦મી ગાથામાં શ્વાસોશ્વાસની વ્યાખ્યા કરી હતી, પરંતુ આહારની વ્યાખ્યા કરી ન હતી. હવે તે ‘આધાર’ શું વસ્તુ છે અને તે કેટલા પ્રકારે છે ? તે કહે છે.
सरिरेणोयाआहारो, तयाइ-फासेण लोमआहारो । पक्खेवाहारो पुण, कावलिओ होइ नायबो ॥१८३॥
સંસ્કૃત છાયાशरीरेणोजआहारः, त्वचादिस्पर्शेण लोमाहारः । પ્રક્ષેપાહાર: પુન:, વિવિશે મવતિ જ્ઞાતિવ્ય: I9cરા
શબ્દાર્થ – રિરેન શરીરથી
તોગહિરો-લોમ આહાર કોયાહાર–ઓજાહાર
વેવાદારો પ્રક્ષેપાહાર તથા wાસેત્ત્વચાના સ્પર્શવડે
કાવનમો કોળિયારૂપ પથાર્થ – શરીરથી લેવાતો તે ઓજાહાર, ત્વચાના સ્પર્શદ્વારા લેવાતો તે લોમાહાર અને કોળિયારૂપ ગ્રહણ કરાતો આહાર તે પ્રક્ષેપાહાર જાણવો. ||૧૮૩
વિશેષાર્થ– જીવના પ્રયત્નથી ઔદારિકાદિ શરીર માટે ઔદારિક પુદ્ગલોનું પાંચ પ્રકારનાં શરીર દ્વારા જે ગ્રહણ કરાય તે માદાર કહેવાય.
ઉત્પત્તિક્ષણ પછી (દારિકાદિની અપેક્ષાએ) પ્રતિક્ષણે નાશ પામવાના સ્વભાવવાળું, તે શરીર કહેવાય.
આ શરીરો ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ, પ કામણના ભેદથી પાંચ પ્રકારે છે.
૩૨૬. દિગમ્બરીય તત્ત્વાર્થરાજવાર્તિકમાં ઔદારિક, વૈક્રિય અને આહારક આ ત્રણ શરીરોને તથા આહાર અભિલાષ વગેરેના કારણરૂપ છ પયપ્તિને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ તે આહાર એમ કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org