________________
गतिद्वारमा समूच्छिम तिर्यंची वगेरे कया उत्पन्न थाय?
३११ શબ્દાર્થ– સંવનવી અસંખ્યવષયુષી જીવો
નિઝામ નિજાયુષ્ય નિયને નિયમથી
સમદીના સુસરખા અથવા હિનાયુષ્યમાં નંતિ જાય છે
સાdir=ઈશાન અંતમાં માથાર્થ– અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા તિર્યંચો સર્વે નિયમાનનિશે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અને તે પણ નિજાયુષ્ય સમાન અથવા તો હીન સ્થિતિ પણે ઇશાનાન્ત કલ્પ સુધી જ ઉત્પન્ન થાય છે. ||૧૫વા.
વિશેષાર્થ– અસંખ્યાત વર્ષના દીઘયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો તે યુગલિકો જ હોય છે અને તેઓ દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે, પરંતુ બાકીની નરકદિ ત્રણે ગતિ અને મોક્ષમાં ઉત્પન્ન થતા નથી. વળી દેવગતિમાં પણ તેઓ પોતાની યુગલિક અવસ્થામાં જેટલી આયુષ્યસ્થિતિ હોય તે તુલ્ય સ્થિતિ–આયુષ્યવાળા અથવા તો હીનાયુષ્યવાળા દેવપણે તેને સ્થાને) ઉત્પન્ન થાય છે અને તેથી તેઓની વધારેમાં વધારે ગતિ ઇશાનદેવલોક સુધી જ હોય છે, કારણકે નિજાયુષ્ય પ્રમાણને અનુકૂળ સ્થિતિ વધારેમાં વધારે ઈશાનકલ્પ સુધી હોય છે, અને આગળનાં કલ્પોમાં જઘન્યથી પણ બે સાગરોપમની સ્થિતિથી જ શરૂઆત થાય છે, જ્યારે યુગલિકો તો ઉત્કૃષ્ટથી પણ ત્રણ પલ્યોપમની જ સ્થિતિવાળા છે.
અને તેથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અસંખ્ય વર્ષના આયુષ્યવાળા ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો અને અન્તર્દીપવર્તી (દાઢાઓ ઉપર વસતા) યુગલિક તિર્યંચ તથા મનુષ્યો તો ભવનપતિ અને વ્યન્તર એ બે નિકાયમાં જ ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યોતિષી કે સૌધર્મ—ઈશાને નહિ, કારણકે જ્યોતિષીમાં તો જઘન્યથી પણ જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની અને વૈમાનિકમાં સૌધર્મે પલ્યોપમની કહી છે, જ્યારે ઉક્ત યુગલિક જીવોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની છે તેથી તેને તુલ્ય વા હીન સ્થિતિ પણે ત્યાં મળી શકતું નથી. હવે શેષ એક પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકો (તે હૈમવંત કે હૈરણ્યવંત ક્ષેત્રના) બે પલ્યોપમ આયુષ્યવાળા (તે હરિવર્ષ–રમ્યકક્ષેત્રના) ત્રણ પલ્યોપમ આયુષ્યવાળા (તે દેવકુરુ–ઉત્તરકુરુક્ષેત્રના તથા સુષમસુષમાદિ આરામાં યથાયોગ્ય અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ભરત ઐરવત ક્ષેત્રવર્તી યુગલિક મનુષ્ય અને તિર્યંચો) ભવનપતિથી માંડી યથાસમ્ભવ ઇશાન યાવત્ ઉત્પન્ન થઈ શકે છે. કારણકે નિજાયુષ્યતુલ્ય સ્થિતિ સ્થાન ત્યાં સુધી છે. તેથી ઉપરના કલ્થ સર્વથા નિષેધ સમજી લેવો. [૧૫]
નવતર–પ્રસ્તુત વાત આગળ ચલાવે છે. जंति समुच्छिमतिरिया, भवणवणेसु न जोइमाईसुं । जं तेसिं उववाओ, पलिआऽसंखंसआऊसु ॥१५१॥
સંસ્કૃત છાયા
यान्ति सम्मूर्छिमतिर्यञ्चो, भवन (पति) वने (चरे) षु न ज्योतिष्कादिषु । यत्तेषामुपपातो, पल्याऽसंख्यांशाऽऽयुष्षु ॥१५१॥
શબ્દાર્થ સુગમ છે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org