________________
२१६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઉત્તર-દક્ષિણ દિશામાં આવે. હવે એ ઉત્તરાર્ધમંડળમાં રહેલો સૂર્ય તે ઉત્તરદિશાગત મંડલને વિશિષ્ટ ગતિ વડે ચરી સંક્રમણ કરીને મેરુથી દક્ષિણપૂર્વમાં આવેલા સવભ્યિન્તર મંડળ-દક્ષિણાર્ધમંડળે પ્રથમ ક્ષણે આવે છે. તે વખતે આ સૂર્ય નિષધપર્વતના સ્થાનથી આરંભાતા સવભ્યિન્તર મંડળના પ્રથમ ક્ષણે નીલવંત પર્વત ઉપર આવે છે, એ વખતે બન્ને સૂર્યોએ પ્રથમ ક્ષણે જે ક્ષેત્ર સ્પર્યું તેની અપેક્ષાએ તે સભ્યન્તર મંડળ એમ કહેવાય છે. આ પ્રમાણે છ છ માસના દક્ષિણાયન–ઉત્તરાયણપૂર્વક એક સૂર્યસંવત્સર પૂર્ણ થાય છે.
સર્વબાહ્યમંડળથી આવેલા આ બને સૂર્યો જ્યારે અભ્યત્તરમંડળે પ્રથમ ક્ષણે એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં આવેલા હોય છે ત્યારે દિનમાન ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનું અને રાત્રિમાન જઘન્ય ૧૨ મુહૂર્તનું હોય છે.
અહીંયા એટલું સમજવું કે–સભ્યન્તરમંડળે જે સૂર્ય દક્ષિણાર્ધમંડલમાં ચાર કરતો મેરુના દક્ષિણ ભાગમાં પ્રકાશતો હતો તે જ ભારતસૂર્ય સર્વબાહ્યમંડલથી અવકમંડળે દક્ષિણાર્ધમંડળને સંક્રમી જ્યારે છેલ્લા સર્વબાહ્યમંડળે આદિ ક્ષણે ઉત્તરાર્ધમંડળે આવે છે ત્યારે (ઉત્તરદિશામાં) પ્રકાશતો હોય છે.
અને જે સૂર્ય સવભ્યિન્તરમંડળે ઉત્તરદિશાગત રહ્યો થકો મેરુના ઉત્તર ભાગને પ્રકાશતો હતો તે જ ઐરાવત સૂર્ય સર્વબાહ્યમંડળે દક્ષિણામંડળ–દક્ષિણદિશાગત પ્રકાશતો હોય છે.
એ પ્રમાણે તે બન્ને સૂર્યો પ્રથમ ક્ષણથી ક્રમશઃ ચરતા ચરતા સભ્યન્તરમંડળે પોતપોતાના પ્રારંભસ્થાને આવી જાય છે.
આ પ્રમાણે તેઓનો “મંડળગતિચાર” અથવા “અધમંડલ' સંસ્થિતિચાર છે. सूर्योदयविधि
જંબૂદ્વીપમાં રાત્રિ અને દિવસના વિભાગને પાડનાર બને સૂર્યનો પ્રકાશ છે. એ બન્ને સૂર્યો સભ્યન્તરમંડળે જ્યારે હોય છે ત્યારે ભરતાદિ ક્ષેત્રસ્થાનોમાં ઉદય પામતો “ભારતસૂર્ય' તે દક્ષિણપૂર્વદિશામાં–શુદ્ધપૂર્વથી
ઐર.માં ઉદય અવકુ દક્ષિણ તરફ જંબૂની જગતીથી ૧૮૦ યોજન અંદર નિષધ પર્વતે ઉદયને પામે છે, ત્યારે તે જ સૂર્ય સ્થાનથી તિ સમશ્રેણીએ ઉત્તર પશ્ચિમમાં તેવી જ રીતે નીલવંત પર્વત ઉપર પ્રથમ ક્ષણે ઐરવતાદિ ક્ષેત્રોને સ્વઉદયથી પ્રકાશિત કરતો જંબૂદ્વીપનો બીજો “રવતસૂર્ય પ્રકાશે છે.’ એમાં દક્ષિણપૂર્વમાં નિષધ પર્વતે રહેલો ભારતસૂર્ય જ્યારે પ્રથમ
ભરતમાં ઉદય ક્ષણથી આરંભી આગળ આગળ કર્ણકાલિકા ઢબની એક વિશિષ્ટ ગતિ વડે ભરત તરફ વધતો વધતો મેરુની દક્ષિણ દિશાએ આવેલા ભરતાદિ ક્ષેત્રોને સ્વમંડલ પરિભ્રમણ વડે પ્રકાશે છે ત્યારે ભારત સૂર્યો જે વખતે નિષધસ્થાને પ્રથમ ક્ષણથી આગળ વધવા માંડ્યું) તે જ વખતે આ બાજુ તિર્જી સમશ્રેણીએ ઉત્તર-પૂર્વમાં નીલવંત ઉપર રહેલો છેરવતસૂર્ય પણ પ્રથમ ક્ષણથી
મેરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org