________________
२०६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
નીવા ધનુષ્પાકારે રહેલ જે ક્ષેત્ર તેની અંતિમ કામઠીરૂપ જે સીમા હદ તેની લંબાઈરૂપ જે દોરી તે. જેમકે ધનુષ્પાકારે રહેલ ભરતક્ષેત્ર જ્યાં (મેરુ તરફ) પૂર્ણ થયું ત્યાં પૂર્વ-પશ્ચિમ લંબાઈરૂપ જે મર્યાદા કરનાર દોરી તે વીના કહેવાય, અને એ જીવાના પૂર્વ–પશ્ચિમગત જે ખૂણા તે કોટી કહેવાય. અર્થાત્ જીવાની કોટી તે “જીવાકોટી કહેવાય.
વાહાલઘુહિમવંત પર્વતની પૂર્વ-પશ્ચિમની જીવાથી મહાહિમવંત પર્વતની બન્ને દિશામાં રહેલું જે જીવાસ્થાન ત્યાં સુધી ક્રમે ક્રમે વૃદ્ધિવાળો થતો જે ક્ષેત્રપ્રદેશ અને તેથી થતો બાહરૂપ જે આકાર તે “વાહા' કહેવાય છે. '
હવે તે સ્થાનના ત્રણ મતાંતરો છે, તેમાં પ્રથમ બેનો મત નિર્દેશ કરાય છે.
(૧) મલધારી શ્રીમદ્ હેમચન્દ્રસૂરિકૃત આ ચાલુ સંગ્રહણીમાં તેમજ શ્રીમદ્ મુનિચન્દ્રસૂરિકૃત મંડલપ્રકરણમાં ૬૨ મંડલો નિષધનીલવંતે અને ૬૩-૬૪-૬૫ આ છેલ્લાં ત્રણ મંડળો બાહસ્થાને જણાવે છે.
(૨) શ્રીમદ્ જિનભદ્રગણિક્ષમા, કૃત સંગ્રહણીમાં ૬૪-૬૫ બે મંડળો બાહાસ્થાને સૂચવે છે.
ઉક્ત બંને મતોનું સમાધાન–બાહાસ્થાને પ્રથમમતે ત્રણ મંડળો અને બીજા મતે બે મંડળો ઉલ્લેખ્યા હોવાથી વક્તવ્યમાં સંખ્યાનું ભિન્નપણું જણાય છે, છતાં તે અપેક્ષિક કથન હોવાથી દોષરૂપ નથી, તથાપિ બાહાસ્થાને બે અથવા ત્રણ મંડળો વાસ્તવિક છતાં તે સ્થાનનિર્ણય સ્પષ્ટ તો નથી જ. જ્યારે ‘જીવાકોટી’ શબ્દ બને કથનને માટે અત્યંત સ્પષ્ટ અને સ્થાનસૂચક થાય છે. વધુમાં બાહાસ્થાનનાં ત્રણ મંડળોનું વક્તવ્ય વિશેષ સ્પષ્ટ યુક્ત છે એટલું જ નહિ પણ ત્રણ મંડળો માટે તો બાહા-જીવાકોટી કે જગતી ત્રણે શબ્દ ઉપયોગી થાય તેમ છે. જે નીચેની આકૃતિ જોવાથી સ્પષ્ટ જણાઈ આવશે.
૬૪-૬૫માં મંડળો હરિની જીવાકોટી ઉપર उ०
નિષધ...પર્વત.
૦
૦
૦
=
હરિવર્ષની–
ક
જીવા.
હરિવર્ષ.... ક્ષેત્ર
ણ
છે બાહા
વ
૨૦
લ
આકૃતિ પરિચયઃ એમાં ૬૩મું મંડલ નિષધ પર્યન્ત છે, જ્યાં ૬૪-૬૫મું મંડળ છે તે સ્થાનનું નામ હરિવર્ષની જીવાકોટી એટલે જીવા અને બાહા એ બેની વચ્ચેનો ખૂણો, અને બાહા તે - જેટલી લાંબી છે, અને તે એક આકાશપ્રદેશ જાડી છે કે – જેટલી દીર્ઘ ગણી શકાય, -૪ જેટલી બાહાની ઔપચારિક પહોળાઈ છે કે જેમાં જગતી અને હરિવર્ષક્ષેત્ર પણ છે. વધુમાં ચિત્રમાં મેરુથી પૂર્વ–પશ્ચિમમાં સવભ્યિન્તરમંડળની જે અબાધા છે તેથી કંઈક વધારે ઉત્તર-દક્ષિણમાં સમજવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org