SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ पुष्करार्धद्वीप तथा मानुषोतर पर्वतनुं स्वरूप ટૂંકમાં સમજાવવામાં આવ્યું છે તેમ અહીં પણ ધાતકીખંડવત્ આ દ્વીપનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું, એટલું વિશેષ સમજવું કે ધાતકીખંડના સર્વ પદાર્થોથી આ દ્વીપની વસ્તુઓ પ્રાયઃ દ્વિગુણદ્વિગુણ પ્રમાણવાળી વિચારવી. કૃતિ પુરાÉદ્વીપવર્ણનમ્ ॥ માનુષોત્તરપર્વતવર્ણનમ્—આ પુષ્કરદ્વીપના મધ્યભાગે વલયાકારે એટલે કે કાલોદધિસમુદ્રની જગતીથી સંપૂર્ણ ૮ લાખ યોજન પર્યન્તે આ માનુષોત્તર પર્વત આવેલો છે. આથી આ માનુષોત્તરનો વિસ્તાર બાકીના ૮ લાખ યોજન પ્રમાણ પુષ્કરાર્ધમાં સમજવા યોગ્ય છે, અને એ (માનુષોત્તર) વિસ્તાર ૧૦૨૨ યોજન હોવાથી ૧૬ લાખ પ્રમાણ પુષ્કરદ્વીપના (બાહ્યાધ) અર્ધભાગના ૮ લાખ યોજનના ક્ષેત્રવિસ્તારમાંથી ૧૦૨૨ યોજન ક્ષેત્ર માનુષોત્તર પર્વતે રોકેલ છે. 9૬૬ એ પ્રમાણે અભ્યન્તર પુષ્કરાઈને વીંટાયેલો માનુષોત્તર જાણે અભ્યન્તર પુષ્કરાર્ધદ્વીપનું અથવા મનુષ્યક્ષેત્રનું રક્ષણ કરવામાં જગતી સરખો હોય તેવો દેખાય છે. ૨૨સિંહનિષાની આકારવાળા આ પર્વતનું પ્રમાણ લવણસમુદ્રમાં આવેલ વેલંધ૨૫ર્વત સમાન છે, એટલે ૧૭૨૧ યોજન ઊંચો, મૂળમાં ૧૦૨૨ યોજન પહોળો અને એક બાજુએ ઘટતો ઘટતો શિખરતલે ૪૨૪ યોજન પહોળો છે. આ પર્વત પણ જાંબૂનદ તપનીય સુવર્ણ સરખા રક્તવર્ણનો છે, માનુષોત્તર પર્વતની ઉપર ચારે દિશામાં સિદ્ધાયતન કૂટો આવેલ છે. રૂતિ માનુષોત્તરપર્વતવર્ણનમ્ ॥ આ પ્રમાણે જંબૂદ્રીપનો ૧ મેરુ, ૨–ધાતકીખંડના અને ૨ અર્ધપુષ્કરના થઈ–પ મેરુ, એ જ પ્રમાણે—૫ ભરત, ૫–ઐરવત, –૫ મહાવિદેહ, (૧૫ કર્મભૂમિ ક્ષેત્રો) ૫ હૈમવંત, પ હિરવર્ષ, પ દેવકુરુ, પ-ઉત્તરકુરુ, પ–મ્યક્, પૌરણ્યવત્ એમ ૩૦ યુગલિક ક્ષેત્રો, (અકર્મભૂમિ ક્ષેત્રો) કર્મભૂમિ અકર્મભૂમિ થઈ ૪૫ ક્ષેત્રો અને ૫૬ અંતર્દીપો એકંદર ૧૦૧ મનુષ્યક્ષેત્રોમ કહેવાય છે. આ પ્રમાણે મનુષ્યોનાં જન્મમરણ અઢીદ્વીપમાં થતા હોવાથી જ મનુષ્યક્ષેત્ર' તરીકે પ્રસિદ્ધ થયેલું અઢીદ્વીપ ક્ષેત્ર (૪૫ લાખ યોજન પ્રમાણ)નું કિંચિત્ સ્વરૂપ કહ્યું. કૃતિ મનુષ્યક્ષેત્રસ્ય સંક્ષિપ્તવર્ણનમ્ ॥ ૨૨૬ ૨૨૪. સિંહનિષાવી એટલે જેમ સિંહ આગલા બે પગ ઊભા રાખીને પાછલા બે પગ નીચે વાળી કુલાતળે દાબી સંકોચીને બેસે ત્યારે પશ્ચાત્ ભાગે નીચો (ઢળતો) અને ક્રમે ક્રમે ઉપર જતા મુખસ્થાને અતિ ઊંચો થયેલો દેખાય, તેવા આકારનો જે પર્વત તે. ૨૨૫. અઢીદ્વીપમાં પણ ૧૦૧ મનુષ્યક્ષેત્રોમાં જન્મ તથા મરણ અવશ્ય બન્ને હોય પરંતુ વર્ષધ૨૫ર્વતો અને સમુદ્રોને વિષે પ્રાયઃ કરીને મનુષ્યોનો જન્મ સંભવતો નથી, હજુ મરણ કદાચ સંહરણ માત્રથી સંભવે. ૨૨૬. અઢીદ્વીપ વહાર નહિ થનારા પવાર્થો :—જંબૂદ્વીપમાં ગંગાદિ નદીઓની જેમ શાશ્વત નદીઓ, પદ્મદ્રહાદિ શાશ્વત દ્રહો, સરોવરો, પુષ્કરાવદિ કુદરતી મેઘો, મેઘની સ્વાભાવિક ગર્જનાઓ, બાદર અગ્નિ, (સૂક્ષ્મ તો સર્વવ્યાપી છે) તીર્થંકર ચક્રવિિદ ૬૩ શલાકા પુરુષો, મનુષ્યનું જન્મ તથા મરણ, સમય—આવલિકા—મુહૂર્ત–માસ–સંવત્સરથી લઈ ઉત્સર્પિણ્યાદિ કાળ તથા જંબૂદ્વીપની જેમ વર્ષધરાદિ સરખા પર્વતો (કેટલેક સ્થાને શાશ્વતા પર્વતો છે પરંતુ અલ્પ હોવાથી વિવક્ષિત જણાના નથી) ગ્રામ-નગરો ચતુર્વિધ સંઘ તથા ખાણ નિધિ—ચન્દ્ર-સૂર્યાદિનું પરિભ્રમણ તથા ક્ષેત્રપ્રભાવે જ–પ્રયોજનાભાવે ઇન્દ્રધનુષ્યાદિ આકાશોષાતસૂચક ચિહ્નો આ સર્વ વસ્તુઓ અઢીદ્વીપ બહાર નથી. इदहघणथणियागणि- जिणाइ णरजम्ममरणकालाई । પળયા તવનોયન—વિત્ત મુર્ત્ત નો પુ(પ)રો ૬!! [નયુક્ષેત્રસમાસ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy