________________
ઉદ્દ
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह હોવાથી લાખ લાખ યોજનને અંતરે રહેલી બાકીની ૩૧ પંક્તિઓમાં કેટલા કેટલા ચન્દ્રો અને સૂર્યો હોય? તે અહીં કહેવાય છે. અગાઉ મનુષ્યક્ષેત્ર બહારના પુષ્કરાર્ધમાં સૂર્ય—ચન્દ્રની સંખ્યા માટે જે વ્યવસ્થા બતાવી છે તે વ્યવસ્થા અહીં પણ સમજવાની છે, એટલે કે એક એક લાખ યોજના અંતરે રહેલી પંક્તિઓનો જેટલો પરિધિ થાય અને તે પરિધિમાં સૂર્યથી ચન્દ્રનું પચાસ હજાર યોજન અંતર તેમજ સૂર્યથી સૂર્યનું અથવા ચન્દ્રથી ચન્દ્રનું એક લાખ યોજનપ્રમાણ અંતર રહે તેવી વ્યવસ્થા કરતાં જેટલા સૂર્યો અથવા ચન્દ્રોનો સમાવેશ થઈ શકે તેટલા સૂર્યચન્દ્રોની સંખ્યા જાણવી.આ પ્રમાણે કરતાં પ્રથમ પંક્તિગત સૂર્ય-ચન્દ્રોની સંખ્યાની અપેક્ષાએ બીજી પંક્તિમાં છ ચન્દ્રો અને છ સૂર્યોની સંખ્યાની વૃદ્ધિ થાય છે, અર્થાત્ પ્રથમ પંક્તિમાં ૨૯૦ ચન્દ્ર-સૂર્યો છે જ્યારે બીજી પંક્તિમાં ૨૯૬ ચન્દ્રો અને ૨૯૬ સૂર્યો છે. ત્રીજી પંક્તિમાં સાત ચન્દ્રો અને સાત સૂર્યોની વૃદ્ધિ થવાથી ૩૦૩ ચન્દ્રો અને ૩૦૩ સર્યો છે. ચોથી પંક્તિમાં છ છ ચન્દ્રો સુર્યોની વૃદ્ધિ થતાં (૩૦+૬s) ૩૦૯ ચન્દ્રો અને ૩૦૯ સર્યો હોય, પાંચમી પંક્તિમાં પુનઃ છ છ ચન્દ્રો સર્યોની વૃદ્ધિ થવાથી (૩૦૯૬=)૩૧૫ ચન્દ્રો ૩૧૫ સુર્યો થાય. પુનઃ છઠ્ઠી પંક્તિમાં સાત સાત ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ થતાં (૩૧૫+૭=) ૩૨૨ ચન્દ્રો અને ૩૨૨ સૂર્યો હોય. ત્યારપછીની પંક્તિઓમાં પણ પ્રથમની માફક બે વખત છ છ ચન્દ્ર-સૂર્યોની અને એકવાર સાત ચન્દ્રો અને સાત સૂર્યોની વૃદ્ધિ કરતાં જવું. એમ કરતાં જ્યારે ઈષ્ટદ્વીપ અથવા સમુદ્રની છેલ્લી પંક્તિ આવ્યા બાદ આગળના દ્વીપ અથવા સમુદ્રમાં વર્તતી પ્રથમ પંક્તિગત ચન્દ્ર-સૂર્યોની સંખ્યા જાણવા માટે પૂર્વના દ્વીપ અથવા સમુદ્રની પ્રથમ પંક્તિગત ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને દ્વિગુણ કરતાં જે સંખ્યા આવે તે સંખ્યા તે દ્વીપ અથવા સમુદ્રની પ્રથમ પંક્તિગત ચન્દ્ર-સૂર્યની જાણવી. ત્યારબાદ એકવાર છની વૃદ્ધિ, પછી એકવાર સાતની વૃદ્ધિ, ત્યારબાદ બે પંક્તિમાં છ છની વૃદ્ધિ અને એકવાર સાતની વૃદ્ધિ, એ પ્રમાણે યાવત્ ઇષ્ટ દ્વીપ અથવા સમુદ્રની અંતિમ પંક્તિ સુધી વિચારવું, એ પ્રમાણે પ્રત્યેક દ્વીપ–સમુદ્રમાં વર્તતી ચન્દ્ર-સૂર્યની સંખ્યા સ્વયં વિચારી લેવી.
॥ इति दिगम्बरमतेन मनुष्यक्षेत्रबहिर्वर्तिचन्द्र-सूर्यपंक्तिव्यवस्था संख्याकरणं च ॥
[આ પ્રમાણે પ્રાસંગિક દિગમ્બરમતનું નિરૂપણ કર્યું. હવે આ પ્રથકાર મહર્ષિએ ૮૩-૮૪-૮૫ ગાથાવડે જે કોઈ એક પ્રસિદ્ધ આચાર્યનું મતાંતર જણાવેલું છે તે તૃતીય મતનું નિરુપણ કરવામાં આવે
| | તૃતીયમનિટ૬૬ | મનુષ્યક્ષેત્ર બહાર આઠ લાખ યોજન પ્રમાણ વલયવિષ્કમ્ભવાળા અર્ધપુષ્કરદ્વીપમાં વલયાકારે એક એક લાખ યોજનને અંતરે આઠ પંક્તિઓ રહેલી છે. પ્રથમ પંક્તિ માનુષોત્તરપર્વતથી પ0000 (પચાસ હજાર) યોજન દૂર રહેલી છે. °મનુષ્યક્ષેત્ર (પીસ્તાલીશ લક્ષ યોજનપ્રમાણ વિષ્કન્મવાળું હોઈ તે)નો પરિધિ ૧૪૨૩૦૨૪૯ યોજનપ્રમાણ છે. બન્ને બાજુનાં પચાસ પચાસ હજાર યોજન પ્રમાણ ક્ષેત્રની વૃદ્ધિ થવાથી પરિધિમાં વૃદ્ધિ થતાં પ્રથમ પંક્તિનો પરિધિ ૧૪૫૪૬૪૭૬ યોજન જેટલો થાય. ૧૯૬. આ મતને ત્રિલોકસાર' ગ્રન્થના કઈ દિગમ્બરાશાયી સંમત છે. ૧૯૭, ‘UT નો છોડો, નવા વાયાત તીસ સહસ્સા / સમરિવરરરમો યો વેવ સ સ૩પન્ન llll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org